બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બારામતી વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન, અન્ય 5 લોકોના પણ મોત

દુઃખદ / બારામતી વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન, અન્ય 5 લોકોના પણ મોત

Vidhata Gothi

Last Updated: 10:29 AM, 28 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થઈ ગયું. વિમાનમાં સવાર તમામ 6 લોકોના મોત થઈ ગયા. બારામતીમાં લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના ઘટી હતી.

બુધવારે સવારે મહારાષ્ટ્રના બારામતીમાં લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતી વખતે NCP નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને લઈ જતું વિમાન ક્રેશ થઈ ગયું. આ વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોત થયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરીને ઘટના વિશે પૂછપરછ કરી. ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ફડણવીસ સાથે વાત કરીને ઘટના વિશે પૂછપરછ કરી.

અજિત પવારની પત્ની સુનેત્રા પવાર અને સાંસદ સુપ્રિયા સુલે સહિત પવાર પરિવારના તમામ સભ્યો બારામતી જવા રવાના થઈ ગયા છે. પુણે જિલ્લા વહીવટીતંત્રે પણ અજિત પવાર સહિત તમામ છ લોકોના મોતની પુષ્ટિ કરી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ અકસ્માતમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે.

માહિતી પ્રમાણે, રનવે પર લેન્ડિંગ કરતા પહેલા સવારે 8:45 વાગ્યે આ દુર્ઘટના ઘટી. અત્યાર સુધીની ઉપલબ્ધ માહિતી અનુસાર, અજિત પવાર મુંબઈથી બારામતી એક પ્રાઇવેટ ચાર્ટર્ડ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, જ્યાં પંચાયત ચૂંટણી સંબંધિત ચાર જાહેર સભાઓમાં હાજરી આપવાના હતા.

vtv app promotion

માહિતી પ્રમાણે, વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી ઉતરી ગયું. દુર્ઘટનામાં અજિત પવાર, તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષા કર્મચારીઓ અને ફ્લાઇટ સ્ટાફનો પણ જીવ ગયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Deputy CM Ajit Pawar
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ