બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / BMC Election Results : આવું પહેલી વાર થયું, BMCના ઈતિહાસમાં ભાજપને બહુમતી, નાગપુર સુધી ચાલી લહેર
Last Updated: 03:19 PM, 16 January 2026
Maharashtra BMC Election Results: BMC ના પરિણામને આડે હવે અમુક કલાકોની જ ગણતરી બાકી છે પણ મહારાષ્ટ્રની સૌથી મોટી નગર નિગમ BMC સહિત 20 નગરપાલિકાઓમાં ભાજપની લહેર નજર આવી રહી છે. આવું બીજેપી ના ઇતિહાસમાં પહેલીવાર થયું છે જ્યારે BMCની બેઠક પર બીજેપીએ જીત મેળવી છે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકા સહિત મહારાષ્ટ્રની અન્ય 29 મહાનગર પાલિકા માટે 15 જાન્યુઆરીના રોજ મતદાન યોજાયુ હતું અને આજે 16 જાન્યુઆરીના રોજ સવારના 10 વાગ્યાથી મતગણતરી ચાલુ થઈ હતી જે સાંજના 5 સુધી ચાલશે અને સાંજે 5 વાગે અંતિમ નિર્ણય આવી શકે છે. ખાસ વાત એ છે કે BMCમાં લગભગ 9 વર્ષ પછી ચૂંટી યોજાઈઓ છે અને અધિકારીઓનું કહેવું છે કે 2026 ની ચુંટણીએ 2017 માં થયેલા વોટિંગના રેકોર્ડ્સને બ્રેક કરી દીધો છે.
ADVERTISEMENT
રાજ્યમાં 893 વોર્ડસ અને 2869 સીટ્સ માટે મતદાન થયું હતું જેમાં કુલ 15931 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થવાનું હતું. જેમની ભવિષ્ય કુલ 3.48 કરોડ મતદાતાઓના હાથમાં હતું. ચુંટણી પહેલા એક મહત્ત્વના ઘટનાક્રમ અંતર્ગત 2 દાયકા પહેલા આગળ થયેલા પિતરાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠી મતદાતાઓને ભેગા કરવા માટે એક થયા હતા તો બીજી બાજુ પુણે અને પીંપરી-ચીંચવડમાં પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિરોધી ઉમેદવારોએ ગઠબંધન કર્યું હતું.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના 29 મહાનગર પાલિકા માટે કુલ 2869 વોર્ડસ માંથી 2105 વોર્ડસના પરિણામ સામે આવી ગયા છે. તાજા આંકડા અનુસાર ભાજપ 1081, શિવસેના 293, કોંગ્રેસ 191, શિવસેના UBT 137, ACP 119, AIMMIM 67, NCP SP 19, VBA 14, MNS 9 અને others 175 પર આગળ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
BMC ઇલકેશન માટે અલગ અલગ 23 કાઉન્ટિનગ માટેના રૂમ બનાવવામાં આવ્યા હતા. આ મત ગણતરીની પ્રોસેસ માટે તૈયાર કરવામાં આવેલા ડિટેલ પ્લાનને મ્યુનિસિપલ કમિશનર અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ભૂષણ ગગરાનીએ મંજૂરી આપી હતી. મત ગણતરીની પ્રોસેસ ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબ મોડલ કોડ ઓફ કન્ડક્ટનું કડક રીતે પાલન કરીને પૂરી કરવામાં આવી હતી. મત ગણતરી દરમિયાન સિક્યોરીટી અરેંજમેન્ટ, ટ્રાફિક પ્લાનિંગ અને લો એન્ડ ઓર્ડરને લઈને જરૂરી સાવધાની પણ રાખવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: મુંબઈમાં ઠાકરે બંધુઓની ગેમ ઓવર! BMCમાં પહેલી વાર ભાજપને બહુમતી, શિંદેનો સાથે કામ લાગ્યો

બીજેપી મત ગણતરીની શરૂઆતથી જ આગળ છે. બીજેપી શરૂઆતથી 12 વહ્યા સુધીમાં 31 વોર્ડસમાં આગળ હતું જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાવાળી મહાયુતિ 12 વાગ્યા સુધી 23 વોર્ડમ આગળ હતી. 1 વાગ્યા સુધી કે પરિણામો સામે આવ્યા હતા તેમઆ BJP એ 12 થી વધુ વોર્ડમાં જીત મેળવીને આગક હતી જ્યારે શિવસેના UBT 6 વોર્ડસમાં આગળ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.