બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અજિત પવારના અવસાન પર શોકગ્રસ્ત બન્યાં PM મોદી, લખી ભાવુક કરી દેતી પોસ્ટ

દુઃખદ / અજિત પવારના અવસાન પર શોકગ્રસ્ત બન્યાં PM મોદી, લખી ભાવુક કરી દેતી પોસ્ટ

Vidhata Gothi

Last Updated: 11:41 AM, 28 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ajit Pawar Demise: આજે વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થઈ ગયું. તેમના નિધન પર વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

PM Modi on Ajit Pawar Demise: મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારનું નિધન થઈ ગયું. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરીને ઘટના વિશે પૂછપરછ કરી. ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ફડણવીસ સાથે વાત કરીને ઘટના વિશે પૂછપરછ કરી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર વડાપ્રધાન મોદી સહિત નેતાઓ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરીને ગાઢ સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ લખ્યું - અજિત પવાર એવા જનનેતા હતા. જેમનું લોકો સાથે મજબૂત કનેક્શન હતું. તેઓ મહારાષ્ટ્રના લોકો વચ્ચે સૌથી વધુ મહેનત કરતાં નેતાઓમાં ગણાતા હતા. તેમને વહીવટી બાબતોની ઊંડી સમજ હતી. ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટેનો તેમની પ્રતિબદ્ધતા નોંધપાત્ર હતી. તેમનું અકાળ અવસાન અત્યંત આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.

vtv app promotion

અજિત પવારના નિધનથી એનસીપીમાં અને મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે તેઓ બારામતી જઈ રહ્યા હતા, એ દરમિયાન આ દુર્ઘટના ઘટી. અજિત પવાર પાંચ વખતના રાજ્યના નાયબ મુખ્યમંત્રી રહ્યા. તેઓ જિલ્લા પરિષદની ચૂંટણી માટે બારામતી જઈ રહ્યા હતા. તેમના નિધનથી એનસીપી અનાથ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન અનેક રાજકીય ઘટનાઓ બની હતી, જેના કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે એનસીપીના બે જૂથો ફરી એક થઈ જશે અને અજિત પવાર ફરી એકવાર તેમને એક કરીને એક શક્તિશાળી એનસીપીના નેતા બનશે. જોકે, તેમના નિધનથી ક્ષણભરમાં બધું જ ખતમ થઈ ગયું છે. તેમનો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.

આ પણ વાંચો: VIDEO: અજિત પવારનું આખું વિમાન સળગીને રાખ, વીડિયો ખૂબ ડરામણો, ચારે તરફ ધૂમાડો

બારામતીમાં જિલ્લા પરિષદની ચૂંટણી

માહિતી પ્રમાણે, અજિત પવાર બુધવારે સવારે જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવા મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. જોકે, બારામતી એરપોર્ટ પર ઉતરતા પહેલા, ધુમ્મસને કારણે વિમાન રસ્તો ભટકી ગયું. ત્યારબાદ પાયલોટે કાબુ ગુમાવ્યો અને વિમાન ક્રેશ થઈ ગયું. અજિત પવાર છેલ્લા 13 વર્ષમાં પાંચ વખત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે કોંગ્રેસ, શિવસેના અને ભાજપની ગઠબંધન સરકારોમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી. એવું કહેવાય છે કે બધા પક્ષો અજિત પવારના મિત્ર હતા. રાજકીય મતભેદો હોવા છતાં, તેમણે બધા નેતાઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi Ajit Pawar Plane Crash Ajit Pawar Demise
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ