બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: ધોળા દિવસે ધોરણ-12ની વિદ્યાર્થિની પર ફાયરિંગ, બાઈકમાંથી ઉતરી યુવકે ગોળીઓ ધરબી

ફરિદાબાદ / VIDEO: ધોળા દિવસે ધોરણ-12ની વિદ્યાર્થિની પર ફાયરિંગ, બાઈકમાંથી ઉતરી યુવકે ગોળીઓ ધરબી

Nidhi Panchal

Last Updated: 05:55 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સામાન્ય બપોર અચાનક ગોળીના અવાજથી તૂટી પડી… કોઈને ખબર પણ નહોતી કે લાઇબ્રેરીથી ઘરે જઈ રહેલી એક છોકરી પર આટલો ખતરનાક હુમલો થવાનો હતો.

ફરીદાબાદમાં સોમવારની બપોરે એક ચોંકાવનારી ઘટના બની, જ્યારે માત્ર 17 વર્ષની એક યુવતી પર ધોળા દિવસે ગોળીબાર કરવામાં આવ્યો. રસ્તા પર ચાલતી આ યુવતી પર એક યુવકે અચાનક નજીક આવીને બે ગોળીઓ ફાયર કરી દીધી. આખી ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ, જેના આધારે પોલીસ આરોપીની શોધખોળમાં લાગી છે.

Firing

હરિયાણાના ફરીદાબાદ શહેરની શ્યામ કોલોનીમાં બનેલી આ ઘટનાએ આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે. પોલીસ અનુસાર, હુમલાખોર યુવક મોટરસાઇકલ પર આવીને યુવતીને નિશાન બનાવીને ગોળી મારીને ફરાર થઈ ગયો હતો. યુવતીના ખભા અને પેટમાં બે ગોળીઓ વાગી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હાલ યુવતીની હાલત સ્થિર છે અને તે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

સમ્રગ ઘટના

પીડિતાનું નામ કનિષ્ક હોવાનું બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું કે કનિષ્ક તેના એક મિત્ર સાથે લાઇબ્રેરીમાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ હુમલો થયો હતો. હુમલાખોરે ખૂબ નજીકથી ગોળી મારી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે આરોપી એક ગલીમાં છુપાઈને યુવતીની રાહ જોઈ રહ્યો હતો અને પછી તક મળતાં જ ગોળી ફાયર કરી દીધી.

vtv app promotion

પીડિતાએ આરોપીને ઓળખી લીધો

ફરીદાબાદ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે હુમલાખોર યુવતીને ઓળખતો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી એ જ કોચિંગ સેન્ટરમાં ભણતો હતો, જ્યાં કનિષ્ક ભણતી હતી. એટલે બંને એકબીજાને ઓળખતા હતા. પોલીસએ જણાવ્યું કે પીડિતાએ આરોપીને ઓળખી લીધો છે.

પોલીસે ગુનામાં વપરાયેલી બંદૂક

આ બનાવની જાણ પોલીસને સાંજે લગભગ 5:30 વાગ્યે થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે “અમે તરત જ સ્થળ પર પહોંચ્યા અને ઘાયલ છોકરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી. તેનું નિવેદન લઈ લેવામાં આવ્યું છે અને FIR પણ નોંધાઈ ગઈ છે.”

પોલીસે ગુનામાં વપરાયેલી બંદૂક પણ ઘટનાસ્થળેથી મળી આવી છે. હુમલાખોરની ધરપકડ માટે ચાર અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ભારતીય મૂળના દિગ્ગજ ઉદ્યોગપતિનું નિધન! 85 વર્ષની ઉંમરે લંડનમાં લીધો છેલ્લો શ્વાસ

પોલીસનું કહેવું છે કે આરોપીનો હેતુ શું હતો તે અંગે તપાસ ચાલુ છે, પરંતુ એવું અનુમાન છે કે વ્યક્તિગત મન દુઃખ અથવા ઓળખાણ સંબંધિત કારણોસર આ હુમલો થયો હોઈ શકે. હાલ પોલીસ CCTV ફૂટેજ અને મોબાઇલ લોકેશનના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Girl Shooting Faridabad Haryana Police
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ