બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:42 PM, 4 November 2025
હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પી. હિન્દુજાનું લંડનની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. તેમની વય 85 વર્ષ હતી. ગોપીચંદ હિન્દુજાને વ્યાપારી જગતમાં સૌ “GP” તરીકે ઓળખતા હતા. તેમના નિધનથી હિન્દુજા પરિવાર અને સમગ્ર બિઝનેસ વર્લ્ડમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ADVERTISEMENT

ગોપીચંદ પરમાનંદ હિન્દુજાનો જન્મ 29 જાન્યુઆરી, 1940ના રોજ થયો હતો. તેમણે બોમ્બેની જય હિંદ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. કાયદા અને અર્થશાસ્ત્ર ક્ષેત્રે તેમના યોગદાનને માન્યતા આપવા માટે યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર અને રિચમંડ કોલેજ, લંડનએ તેમને માનદ ડિગ્રી એનાયત કરી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગોપીચંદ હિન્દુજા, હિન્દુજા પરિવારની બીજી પેઢીના વડા હતા. યુકેમાં તેઓ હિન્દુજા ગ્રુપ અને હિન્દુજા ઓટોમોટિવ લિમિટેડના ચેરમેન તરીકે કાર્યરત હતા. તેમના મોટા ભાઈ શ્રીચંદ હિન્દુજાના મે 2023માં અવસાન પછી તેમણે સમગ્ર ગ્રુપની બાગડોર સંભાળી હતી.

ADVERTISEMENT
તેમના પરિવારમાં પત્ની સુનિતા હિન્દુજા, બે પુત્રો સંજય હિન્દુજા અને ધીરજ હિન્દુજા, તેમજ પુત્રી રીતા હિન્દુજા છે. 2015માં તેમના મોટા પુત્ર સંજય હિન્દુજાએ ઉદયપુરની ફેશન ડિઝાઇનર અનુ મહતાની સાથે ભવ્ય લગ્ન કર્યા હતા. આ લગ્નનો ખર્ચ આશરે £15 મિલિયન (રૂ. 150 કરોડ) થયો હતો, જેમાં ઘણા બોલિવૂડ અને હોલીવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.
ADVERTISEMENT
હિન્દુજા પરિવાર વિશ્વના સૌથી પ્રભાવશાળી અને ધનાઢ્ય વ્યવસાયિક પરિવારોમાંનો એક છે. ગોપીચંદ હિન્દુજાના દુરંદેશી નેતૃત્વ હેઠળ જૂથે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી હતી. માત્ર ઓટોમોબાઈલ ક્ષેત્ર જ નહીં, પરંતુ બેંકિંગ, ઊર્જા, મીડિયા અને હેલ્થકેર ક્ષેત્રોમાં પણ હિન્દુજા ગ્રુપે પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : વિમાન મુસાફરો માટે આવી મોટી ખુશખબર, ટિકિટને લઈ આ એરલાઈન્સે લીધો મોટો નિર્ણય
તેમના વિઝન, વ્યવસાયિક કુશળતા અને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણને કારણે હિન્દુજા ગ્રુપે વૈશ્વિક સ્તરે અનેક નવી ઊંચાઈઓને સ્પર્શી હતી. ગોપીચંદ હિન્દુજાનું અવસાન માત્ર એક ઉદ્યોગપતિનું નહીં, પરંતુ એક પ્રેરણાદાયી યાત્રાનું અંત છે, જેણે ભારતીય ઉદ્યોગજગતને વિશ્વના નકશા પર ગર્વપૂર્વક સ્થાન અપાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.