ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિમાન મુસાફરો માટે આવી મોટી ખુશખબર, ટિકિટને લઈ આ એરલાઈન્સે લીધો મોટો નિર્ણય

ફાયદો / વિમાન મુસાફરો માટે આવી મોટી ખુશખબર, ટિકિટને લઈ આ એરલાઈન્સે લીધો મોટો નિર્ણય

Published By: Vidhata Gothi

Last Updated: 01:55 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DGCA Flight Ticket Rules: નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) હવાઈ મુસાફરો માટે ટિકિટિંગ સિસ્ટમમાં સુધારો કરવા માટે ફેરફારો અમલમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે. ઉડ્ડયન નિયમનકારે ટિકિટ કેન્સલ કરવા અને રિફંડ અંગે એક નવો પ્રસ્તાવ મૂક્યો છે.

ADVERTISEMENT

હવાઈ મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) કેટલાક નિયમોમાં સુધારો કરવાની તૈયારી કરી રહ્યું છે અને આ માટે પ્રસ્તાવ પણ મૂક્યો છે. આ મોટા ફેરફારો અંતર્ગત હવે હવાઈ મુસાફરો જલ્દી જ પોતાના બુકિંગના 48 કલાકની અંદર તેમની ટિકિટ કેન્સલ કરી શકશે અથવા તેને બદલવાની સુવિધા મળી શકે છે અને એ પણ કોઈપણ વધારાના ચાર્જ વિના, આ સિવાય રિફંડને લઈને પણ પ્રસ્તાવમાં મહત્ત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે.

ફ્લાઇટ ટિકિટ કેન્સલેશન ફ્રી!

ઉડ્ડયન નિયમનકાર DGCAએ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં એર ટિકિટ કેન્સલેશન અને રિફંડ સંબંધિત નિયમોમાં ફેરફાર સામેલ છે. DGCAના પ્રસ્તાવ હેઠળ, હવે હવાઈ મુસાફરોને જલ્દી જ બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની હાલની ટિકિટ કેન્સલ કરવાની અથવા તેમની મુસાફરીની તારીખ બદલવાની મંજૂરી મળી શકે છે. પ્રસ્તાવ પ્રમાણે, ટિકિટ રદ થયા પછી રિફંડની રકમ એરલાઇનના ક્રેડિટ શેલ/વોલેટમાં જમા કરાવવી એ મુસાફરની પસંદગી હશે, ડિફોલ્ટ પ્રેક્ટિસ નહીં.

flight-rule

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ હવાઈ મુસાફરો માટે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા, રિફંડ અને કેન્સલેશન નિયમોને સરળ બનાવવાના ઉદ્દેશ સતહ આ ડ્રાફ્ટ રેગ્યુલેશન જારી કર્યા છે. નવા પ્રસ્તાવમાં મુસાફરોને બુકિંગ પછી 48 કલાકનો 'લુક-ઇન' પિરિયડ મળશે, જે દરમિયાન તેઓ કોઈપણ નોંધપાત્ર ફી વિના તેમની ટિકિટ કેન્સલ કરી શકે છે અથવા તેમાં ફેરફાર કરી શકે છે. હાલમાં, વિવિધ એરલાઇન્સ ટિકિટ કેન્સલ કરવા માટે પોતાની ફી વસૂલ કરે છે.

DGCAએ આ શરતો પણ મૂકી

ઉડ્ડયન નિયમનકારે ફ્રી ટિકિટ કેન્સલેશન અને રિફંડનો જે પ્રસ્તાવ મૂક્યો છે, એ બધી એરલાઇન્સ પર લાગુ થશે, પરંતુ કેટલીક શરતો સાથે. જેમ કે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે, બુકિંગ તારીખથી ઓછામાં ઓછા પાંચ દિવસ પછી પ્રસ્થાન હોવું જોઈએ, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે, આ સમયમર્યાદા 15 દિવસની છે. આ પછી, નિર્ધારિત કેન્સલેશન ચાર્જ લાગુ થશે. આ નિયમ આનાથી વહેલા મુસાફરી કરવા પર લાગુ થશે નહીં.

21 દિવસની અંદર સંપૂર્ણ રિફંડ

DGCA એ ટિકિટ કેન્સલ કરવા અને રિફંડના નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. એના અંતર્ગત ટિકિટ ટ્રાવેલ એજન્ટ/પોર્ટલ દ્વારા ખરીદવામાં આવી હોય, તો પણ રિફંડ માટે એરલાઇન્સ જ જવાબદાર રહેશે. નિયમનકારે જણાવ્યું કે આ પ્રકારના એજન્ટો એરલાઇન્સના એપોઇન્ટેડ રિપ્રેઝેનટેટીવ હોય છે. એરલાઇન્સ ખાતરી કરશે કે રિફંડ પ્રક્રિયા 21 કાર્યકારી દિવસોમાં પૂર્ણ થઈ જાય.

vtv app promotion

હાલમાં ડ્રાફ્ટ સ્ટેજમાં સુધારો

હવાઈ ટિકિટ રિફંડ સંબંધિત નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ (CAR) માં આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. 30 નવેમ્બર સુધીમાં પ્રતિસાદ માંગવામાં આવ્યા છે. હવાઈ મુસાફરો અને ગ્રાહક અધિકાર જૂથો લાંબા સમયથી છેલ્લી ઘડીના ફેરફારો પર લાદવામાં આવેલા ચાર્જની ટીકા કરી રહ્યા છે, તેઓ આ ફીને 'હિડન પેનલ્ટી' કહેતા રહ્યા છે.

આ પણ વાંચો: આજથી BLO ઘરે-ઘરે જશે, 51 કરોડ મતદારો ઉમેરાશે, 7 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી થશે જાહેર

આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, DGCAનું આ પગલું એક નાનું પણ અર્થપૂર્ણ ઉકેલ દેખાઈ રહ્યું છે. જોકે આ સુધારો હજુ ડ્રાફ્ટ તબક્કામાં છે, તેના લાગુ થવાથી ભારતીય પ્રવાસીઓના એરલાઇન ટિકિટિંગ સિસ્ટમ સાથે સંપર્ક કરવાની રીતમાં નોંધપાત્ર બદલાવ આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DGCA Flight Ticket Rules Flight Ticket Reschedule Flight Ticket Cancellation

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ