બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 01:10 PM, 20 September 2022
ADVERTISEMENT
નાસાએ લીધી મંગળની તસવીરો
બ્રહ્માંડની અમુક અવિશ્વસનીય તસવીરો કેપ્ચર કરવા માટે નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે પાડોશી મંગળ ગ્રહની અમુક તસવીરો પેશ કરી છે. JWST ની મંગળની પહેલી ઝલક નિયર-ઇન્ફ્રારેડ કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આઆવી છે, જેમાં ગ્રહ પૂર્વી ગોળાર્ધના એક હિસ્સાના બે અલગ અલગ તરંગ તરંગલંબાઇમાં જોવામાં આવ્યા છે. ટેલિસ્કોપે મંગળ ગ્રહની આ તસવીરો 5 સપ્ટેમ્બરના રોજ લીધી હતી.
ADVERTISEMENT
Webb got its first look at @NASAMars! 👀
— NASA Webb Telescope (@NASAWebb) September 19, 2022
The close-up on the left reveals surface features such as Huygens Crater, dark volcanic Syrtis Major, and Hellas Basin, while the “heat map" on the right shows light being given off by Mars as it loses heat. More: https://t.co/7dVIr9g6NB pic.twitter.com/xOiPbz5nsT
તસવીરો જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવી
નાસા, યૂરોપીય અંતરીક્ષ એજન્સી - ESA અને કેનેડાની અંતરીક્ષ એજન્સી - CSA વચ્ચે થયેલ એક આંતરરાષ્ટ્રીય ગઠજોડ બાદ ડિસેમ્બર 2021માં જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને લોન્ચ કરવામાં આવ્યું હતું. ગત મહિને, ટેલિસ્કોપે આપણને બૃહસ્પતિ ગ્રહનનું દ્રશ્ય આપ્યું હતું, જેમાં ગ્રહની ચારે તરફ અરોરા જોવા મળ્યા હતા.
આજે એક ઓફિશિયલ બ્લોગમાં, નાસાએ ટેલિસ્કોપની લાલ ગ્રહની પહેલી તસવીરને પ્રદર્શિત કરી છે. ટેલિસ્કોપનાં ઓફિશિયલ ટ્વિટ અનુસાર, ક્લોઝ અપ તસવીરો એક હ્યૂજેન્સ ક્રેટર, ડાર્ક વૉલકેનો, સિર્ટીસ મેજર અને હેલસ બેસિન વિશે વિવરણ આપે છે.
આ પહેલા ગુરુ ગ્રહની પણ તસવીર લેવામાં આવી હતી
નાસા અનુસાર, મંગળ મિશન ટીમ ભવિષ્યમાં સમગ્ર ગ્રહ પર પ્રાદેશિક તફાવતો શોધવા માટે આ ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપિક ડેટાનો ઉપયોગ કરશે. તેઓ આ ચિત્રો દ્વારા ગ્રહના વાતાવરણમાં વિવિધ વાયુઓના નિશાન પણ જોશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.