બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 500 ફ્લાઇટ્સ રદ, 2.6 લાખ લોકોને ઘર છોડવા આદેશ, આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું

વિશ્વ / 500 ફ્લાઇટ્સ રદ, 2.6 લાખ લોકોને ઘર છોડવા આદેશ, આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું

Published By: Bijal Vyas

Last Updated: 09:20 AM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Typhoon Dolphin: જાપાન હજુ ભૂકંપના આંચકાઓમાંથી માંડ બહાર આવ્યું હતું ત્યાં જ 'ટાયફૂન ડોલ્ફિન'ને કારણે નવું સંકટ ઊભું થયું છે. ભારે પવન સાથે વરસાદ અને ઊંચા મોજાંના જોખમને પગલે લાખો લોકો એલર્ટ પર છે.

જાપાનમાં તોફા 'ડોલ્ફિન'ને કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. શુક્રવારે આ વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં ત્રાટક્યું હતું, જેના કારણે ઝડપી પવન ફૂંકાયો હતો, સતત ભારે વરસાદ પડ્યો હતો અને ઊંચા મોજાં ઉછળ્યા હતા. જાપાન હવામાન વિભાગ (JMA) એ ઓકિનાવા અને કાગોશિમા પ્રાંતોના અંદાજે 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે.

ખરાબ હવામાનને કારણે 500થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડા દરમિયાન 144 કિમી/કલાકની ઝડપે સતત પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનના ઝાપટાંની ગતિ 198 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. વિભાગનું કહેવું છે કે આગામી કલાકોમાં વાવાઝોડું વધુ ઝડપી બની શકે છે. તેથી, લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

હાલમાં ઓકિનાવા અને અમામી ટાપુઓ પર તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે, જ્યાં તેજ પવન અને ભારે વરસાદ ચાલુ છે અને સમુદ્ર અત્યંત તોફાની છે. શનિવારે મિયાકો અને યાયેયામા ટાપુઓ પર હવામાનની સ્થિતિ વધુ બગડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ ચીન સાગરમાં પહોંચ્યા બાદ આ વાવાઝોડું ફરીથી શક્તિશાળી બની શકે છે; તે સમયે પવનની ગતિ 170 કિમી/કલાક સુધી પહોંચી શકે છે અને પવનના ઝાપટાંની ગતિ 205 કિમી/કલાક સુધી હોઈ શકે છે.

ભારે વરસાદથી પૂરનો ખતરો

હવામાન વિભાગે ઓકિનાવા, અમામી અને દક્ષિણ ક્યુશુમાં ખૂબ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી બે દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં 100 થી 250 મિલિમીટર સુધીનો વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ 350 મિલિમીટરથી વધુ વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે નદીઓના જળસ્તરમાં ઝડપી વધારો થઈ શકે છે.

પહાડી વિસ્તારોમાં અનેક સ્થળોએ પૂર, પાણી ભરાઈ રહેવાની સમસ્યા અને ભૂસ્ખલનનું જોખમ છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં 'લીનિયર રેઈન બેન્ડ્સ' રચાઈ શકે છે; આનો અર્થ એ છે કે કોઈ ચોક્કસ સ્થળ પર લાંબા સમય સુધી ખૂબ ભારે વરસાદ પડી શકે છે, જેનાથી અચાનક પૂરઆવવાનું જોખમ વધી જાય છે.

ફ્ટાઇટ રદ, ફેક્ટ્રીઓમાં કામ બંદ

આ વાવાઝોડાની અસર હવાઈ સેવાઓ અને ઉદ્યોગો પર પણ પડી છે. 500થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. દરમિયાન, સાવચેતીના પગલા રૂપે ટોયોટાએ તેના નવ કારખાનાઓમાં કામગીરી સ્થગિત કરી દીધી છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર અત્યંત જરૂરી કામો માટે જ ઘરની બહાર નીકળે અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરો.

આ પણ વાંચોઃ અમેરિકાનું મોટું પગલું! ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફની તૈયારી

ભૂકંપવાળા વિસ્તારમાં પણ ચિંતા

આ વાવાઝોડાની અસર કુમામોટો પ્રાંત સુધી પણ પહોંચી રહી છે, જ્યાં ગયા અઠવાડિયે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાં ઘણા મકાનો ધરાશાયી થયા હતા અને લગભગ 6,700 લોકો હજુ પણ રાહત કેન્દ્રોમાં આશરો લઈ રહ્યા છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે તેમની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ચેતવણી પણ આપી છે, તેથી લોકોને ગરમી અને હીટવેવથી બચવાની સલાહ આપવામાં આવી છે.

હાલમાં, દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં પ્રશાસન એલર્ટ પર છે. હવામાન વિભાગ 'ટાયફૂન ડોલ્ફિન' પર સતત નજર રાખી રહ્યું છે. લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને માત્ર અધિકૃત હવામાન માહિતી પર જ આધાર રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

500 flights cancelled japan typhoon dolphin

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ