ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:19 PM, 18 April 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
MPનાં ગૃહમંત્રીએ આપ્યું બરખા દત્તને ઇન્ટરવ્યૂ
પત્રકાર બરખા દત્તને ઇન્ટરવ્યૂ આપતા સમયે મધ્ય પ્રદેશનાં ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાના 'સ્વેગ'નાં લોકો દિવાના બન્યા છે. જ્યાં એક તરફ નરોત્તમ મિશ્રા પોતાના જ અંદાજમાં ભોજન કરતા કરતા સવાલોનાં જવાબ આપતા રહ્યા જ્યાં બીજી બાજુ બરખા દત્ત એ વાતથી નારાજ હતી કે મધ્ય પ્રદેશનાં ખારગોનમાં રામનવમી પર ઇસ્લામી ભીડની હિંસા બાદ સરકારે તોફાનીઓના ઘરો પર બુલડોઝર કેમ ચલાવ્યું?
ADVERTISEMENT
બરખા દત્તે નરોત્તમ મિશ્રાને પૂછ્યું કે તમે એમ શા માટે કહ્યું કે જેમણે પથરાવ કર્યો અને ઘર બાળ્યા, તેમના ખુદનાં ઘર પણ ખંડેર બની જશે. તેમણે પૂછ્યું કે આ ક્યા પ્રકારનો નિયમ છે? આ સવાલ પર ભોજન કરતા કરતા નરોત્તમ મિશ્રાએ 'જૈસે કો તૈસા' કહેવત યાદ અપાવતા કહ્યું કે તેમનું માનવું છે કે તોફાનીઓ સાથે આવો જ વ્યવહાર થવો જોઈએ. તેમણે આવા લોકોને સમાજના દ્રોહી જણાવતા કહ્યું કે આ ભલા બીજા લોકોનું જીવવું મુશ્કેલ કરી દે છે.
This video deserves a separate fan base. pic.twitter.com/vUqCseCXnX
— Ajit Datta (@ajitdatta) April 17, 2022
ADVERTISEMENT
તોફાનીઓના ઘરો પર બુલડોઝર ચલાવવાથી નારાજ બરખા દત્ત
ADVERTISEMENT
નરોત્તમ મિશ્રાએ યાદ અપાવ્યું કે ક્યાં પ્રકારે તોફાનીઓએ ગરીબોનાં ઘર સળગાવ્યા, બાળકોને નિર્દયતાથી માર્યા અને ઘણા લોકો ICU માં દાખલ છે, ઘણા પોલીસ કર્મચારીઓ પણ હોસ્પિટલમાં છે. નરોત્તમ મિશ્રાએ બરખા દત્તને પૂછ્યું કે આવા લોકો સાથે શું કરવું જોઈએ? આ સવાલ પર બરખા કહેવા લાગી કે આ બાબતનો નિર્ણય પોલીસ અને કોર્ટે કરવો જોઈએ, બુલડોઝરનો આમાં શું રોલ છે? નરોત્તમ મિશ્રાએ જવાબ આપતા કહ્યું કે તોફાનીઓ પર તરત જ કાર્યવાહી થવી જોઈએ, સરકાર નામનું કંઈક જોવા તો મળે.
નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં રામનવમી પર એક પણ હિંસાની ઘટના બની નથી. અમારી જવાબદારી છે, પરંતુ અમારા એસપીને ગોળી વાગી અને પોલીસ અધિકારીનું માથું ફાટ્યું - એટલે તેઓ ત્યાં હતા. હવે મધ્ય પ્રદેશમાં તૂતૂ મેંમેં નહી થાય. બરખા દત્ત આ દરમિયાન દોશી અને આરોપી વચ્ચેનો ફરક સમજાવવા લાગી, પરંતુ નરોત્તમ મિશ્રાએ સ્પષ્ટ કહ્યું કે બધી જ પ્રક્રિયાઓ લિગલી પૂરી કરવામાં આવી છે. નરોત્તમ મિશ્રાએ તોફાનીઓના ઘરોને પત્થર બનાવી દેવાના નિવેદન પર કહ્યું કે, તેમનું નિવેદન આવું જ હતું, આગળ પણ રહેશે.
ADVERTISEMENT
નરોત્તમ મિશ્રાએ આપી સ્પષ્ટતા
નરોત્તમ મિશ્રાએ સ્પષ્ટ કરી દીધું કે તેમને પોતાના નિવેદનને લીધે કોઈ દુઃખ નથી અને તેઓ તેનાંથી સંતુષ્ટ છે, કેમકે બધું જ લિગલી થઇ રહ્યું છે. બરખા દત્ત આના પર બોલી કે CAA વિરોધી પ્રદર્શનોમાં યૂપીમાં કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. નરોત્તમ મિશ્રાએ આના જવાબમાં સુપ્રીમ કોર્ટનાં આદેશનું અક્ષરશઃ પાલન કરવાની વાત કરી. બરખા દત્તે દાવો કર્યો કે માત્ર મુસ્લિમોનાં ઘર તોડવામાં આવી રહ્યા છે, જેનાં પર મધ્યપ્રદેશનાં ગૃહ મંત્રીએ કહ્યું કે સરકારે મુસ્લિમ સમજીને કંઈ નથી કર્યું, તોફાનીઓ પર જ કાર્યવાહી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ