બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વાદળી રંગનું લોહી ધરાવનાર જીવ હોર્સ શૂ છે. જે એક દુર્લભ પ્રજાતિનો કરચલો છે. અને જાણકાર બતાવે છે કે હોર્સ શૂ કરચલો દુનિયાનો સૌથી જુના જીવોમાંથી એક છે. અને તે પૃથ્વી પર ઓછામાં ઓછા 45 કરોડ વર્ષથી છે.
અટલાંટીક, હિંદ અને પ્રશાંત મહાસાગરમાં જોવા મળતા કરચલા વસંત ઋતુથી મેં - જૂન દરમિયાન જોવા મળે છે. અને સૌથી ખાસ વાત તે આ પુનમના સમયે સમુદ્રના કિનારા સુધી આવી જાય છે.
ADVERTISEMENT

હવે વાત કરીએ કે કરચલાની કિંમતની તો તેમનું વાદળી લોહી આંતરરાષ્ટ્રીય બજારમાં 11 લાખ રૂપિયા સુધીમાં વેચાય છે. આને દુનિયાનો સૌથી મોંઘો તરલ પદાર્થ પણ કહેવામાં આવે છે.
ADVERTISEMENT
ખાસ કરીને દવા કંપની તેમના લોહીનો ઉપયોગ દવા બનાવવામાં કરે છે. જણવવામાં આવી રહ્યું છે કે હોર્સ શૂ કરચલાના લોહીનો ઉપયોગ 1970થી વૈજ્ઞાનિકો કર છે.

ADVERTISEMENT
અટલાંટીક સ્ટેટ્સ મરીન ફિશરીઝ કમિશન અનુસાર દર વર્ષે પાંચ કરોડ અટલાંટીક હોર્સ શૂ કરચલાનો ઉપયોગ મેડીકલોના કામોમાં થાય છે.
જાણકારો જણાવે છે કે હોર્સ શૂ કરચલાના વાદળી લોહીમાં તાંબુ પણ હોય છે. સાથે જ ખાસ રસાયણ પણ હોય છે. જે કોઈ બેક્ટેરિયાની આસપાસ જમા થાય છે અને તેમની ઓળખાણ થાય છે.
ADVERTISEMENT

હોર્સ શૂ કરચલાનું લોહી તેમના હ્રદય પાસે કાણું પાડી કાઢવામાં આવે છે. એક કરચલામાંથી અંદાજીત 30% લોહી નીકળે છે. અને ત્યારબાદ પાછો તેને સમુદ્રમાં છોડી દેવામાં આવે છે.
ADVERTISEMENT
જ્યારે એક રીપોર્ટ અનુસાર દસથી ત્રીસ ટકા કરચલા લોહી કાઢવાની પ્રક્રિયા સમયે જ મરી જાય છે. ત્યારબાદ માદા કરચલાને પ્રજનનના સમયે સામનો કરવો પડે છે.

હાલમાં દુનિયામાં આ સમયે કરચલાની ચાર પ્રજાતિ છે. ઘણી પ્રજાતિ શિકાર અને પ્રદુષણના કારણે જોખમમાં છે.
દુનિયામાં આ પ્રજાતિના કરચલાને સતત જોખમ રહે છે કારણ કે તેમના લોહીના કારણે તેમનુ બ્લેક માર્કેટિંગ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.