બ્રેકિંગ ન્યુઝ
સુરતમાં બે દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો અને સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું એ પછી તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ આ અંગે નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
એક બાજુ સુરતમાં નિલેશ કુંભાણીના નિવાસસ્થાને કોગ્રેસ ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ સુરત બેઠક બિનહરીફ જાહેર થવાને લઈને અને કોંગ્રેસના નિલેશ કુંભાણીને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ ભરતા પણ આવડતું નથી. ઉમેદવારને ફોર્મ ભરતા ન આવડતું હોવાથી ફોર્મ રદ થયું. કુંડારિયાએ કોંગ્રેસ પર આરોપ લગાવતાં એમ પણ કહ્યું કે કોંગ્રેસ દિશાવિહીન છે અને ભાજપ પર આરોપ લગાવી રહી છે. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે ગુજરાતની જનતાએ ગઈકાલે ચમત્કાર કર્યો, રાજ્યમાં બાકીના 25 કમળો સારી રીતે ખીલશે. તેમણે સુરતના મતદારોને લાખ લાખ અભિનંદન પણ પાઠવ્યા છે.
ADVERTISEMENT
રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ સુરત બેઠક પર થયેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. મોહન કુંડારિયાએ કહ્યું કે કોંગ્રેસ વિચાર્યા વિના ફોર્મ ભરે, ઉમેદવારને ફોર્મ ભરતા ન આવડતું હોવાથી ફોર્મ રદ થયું, ટેકો દર્શાવનાર પણ ખસી ગયા છે, કોંગ્રેસ દિશા વહિની થઈ ગઈ છે, ત્યારે દોષનો ટોપલો ભાજપ પર નાખી રહી છે. ઉમેદવારને ફોર્મ ભરત ન આવડતું હોવાથી ફોર્મ રદ થયું છે. પોતાની ભૂલના કારણે ફોર્મ રદ થયું છે, કોંગ્રેસમાં આવડત નથી, ભાજપ પર ખોટા આક્ષેપો કરે છે. મોહન કુંડારિયાએ કોંગ્રેસના રદ કરાયેલા ઉમેદવાર નિલેશ કુંભાણી મામલે મોટું નિવેદન આપ્યું. નિલેશ કુંભાણીનાં ભાજપમાં જોડાવાની ચર્ચા પર મોહન કુંડારિયાએ કહ્યું કે નિલેશ કુંભાણી ભાજપમાં નહીં જોડાય, નિલેશ કુંભાણી કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેશે.
ADVERTISEMENT
મહત્ત્વનું છે કે કોંગ્રેસના રદ કરાયેલા ઉમેદવાર નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમની ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે કુંડારિયાના નિવેદનને લઇને ફરી રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.