બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Parshottam Rupala's statement on BJP's unopposed victory in Surat

લોકસભા ચૂંટણી 2024 / 'હનુમાનજીની કૃપાથી સુરતનું એક કમળ આવી ગયું, હવે...', ભાજપની બિનહરીફ જીત પર શું બોલ્યા પરષોત્તમ રૂપાલા

Published By: Vidhata

Last Updated: 01:54 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે, સુરતના કલેક્ટરે જીતનું સર્ટિફિકેટ આપ્યું. ભાજપના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી.

સુરતમાં છેલ્લા બે દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટજ રાજકીય ડ્રામાનો ગઈકાલે અંત આવ્યો. સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં તમામ ભાજપના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. ત્યારે હવે આ અંગે રાજકોટ લોકસભા ઉમેદવાર પરશોતમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું છે. પરશોતમ રૂપાલાએ કહ્યું કે સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું છે, દેશભરમાં કમળનો ખીલવાનો પ્રવાહ અવિરત રહેશે. ગુજરાતમાં 25માંથી 25 બેઠકો પર કમળ ખીલશે.

સુરતમાં થયેલા રાજકીય ડ્રામાનાં અંત બાદ રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર રૂપાલાએ આ અંગે નિવેદન આપ્યું છે. પરશોતમ રૂપાલાએ પહેલા હનુમાન જયંતિની શુભકામનાઓ પાઠવી. એ પછી તેમણે કહ્યું કે "હનુમાનજી મહારાજની કૃપાથી ભારતીય જનતા પક્ષની ઝોળીમાં સુરતનું એક કમળ આવી ગયું છે. જેની આપ સૌને શુભકામનાઓ. હનુમાન જયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. દેશભરમાંથી આ એક શુકન થયા છે, અને આ શુકનનો પ્રવાહ આખા દેશની અંદર આગળ વધશે."

ચૂંટણી વગર ભાજપના મુકેશ દલાલ વિજયી બન્યા

જણાવી દઈએ કે ચૂંટણી વગર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજયી બન્યા છે, ત્યારે ભાજપના ઉમેદવારને કલેકટરે જીતનું સર્ટિફિકેટ આપી દીધું છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભેચ્છાઓ પાઠવી, તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે, મુકેશ દલાલનો દેશના વિકાસમાં મોટો ફાળો રહેશે. ચૂંટણી પહેલા કોંગ્રેસે ડ્રામા કર્યો છે. તમામ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા છે. વહીવટી તંત્ર ઉપર દબાણ લાવવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. આજે સત્ય બહાર આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, 400 પારના લક્ષ્યાંકમાં સુરત બેઠકની પહેલ છે.

ગુજરાતમાં 25 બેઠકોમાંથી એક પર ભાજપનો વિજય થઈ ચુક્યો છે, ત્યારે ભાજપે સુરતમાં ઈતિહાસ રચી દીધો છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં સાત જેટલા ઉમેદવારો મેદાને હતા. જ્યારે જે તમામ અપક્ષ સહિતના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર કરવામાં આવ્યા. 

સુરતમાં થયો કોંગ્રેસનો ખેલ 

અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ઉમેદવારી પત્રમાં ત્રણ ટેકેદારોની સહી કરવાની હોય છે. જ્યારે જગદિશ સાવલિયા, રમેશ પોલરા અને ધીરૂભાઈ ધામેલિયાએ ચૂંટણી અધિકારીને રૂબરૂમાં જઈને નિવેદન આપ્યું છે. જે ત્રણેય  ટેકેદારોએ જિલ્લા કલેક્ટર સમક્ષ હાજર થઈને પોતાનું એફિડેવિટ રજૂ કર્યું છે. ત્યારે સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું. કોંગ્રેસે સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીને ટિકિટ આપ. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો કે, ઉમેદવાર કુંભાણીના ટેકેદારોએ કહ્યું કે અમારી ખોટી સહી કરી છે. વધુમાં કહ્યું કે, તેમણે આક્ષેપ કર્યો કે ઉમેદવારી પત્રમાં નિલેશ કુંભાણીએ દર્શાવેલી સહી અમારી નથી. આ પછી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર કરવામાં આવ્યા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

BJP Lok Sabha Election 2024 Mukesh Dalal Parshottam Rupala surat Lok Sabha Election 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ