બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / modi government's gold bond scheme open

ફાયદો / આ તારીખથી સોનુ થશે સસ્તુ, આ સ્કીમને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય

Last Updated: 05:19 PM, 6 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર એક સ્કિમ ચલાવી રહી છે. જેમાં તમે સસ્તુ સોનુ ખરીદી શકો છો. આ સોનાને તમે પહેરી તો નથી શકતા પરંતુ ઇનવેસ્ટ કરીને નફો કમાઇ શકો છો. સરકાર 8 જૂનથી આ યોજના ફરી શરૂ કરવા જઇ રહી છે.

  •  8 જૂનથી સસ્તુ થશે સોનુ
  • ડિજીટલ પેમેન્ટ જરૂરી

શું છે આ યોજના  

આ કેન્દ્ર સરકારની સૉવરેન બોન્ડ યોજના છે. આ યોજના હેઠળ 4,677 રૂપિયા પ્રતિગ્રામની કિંમત પર તમે સોનુ ખરીદી શકો છો. હંમેશાની જેમ આ વખતે પણ સરકારે ઓનલાઇન આવેદન તેમજ ડિજીટલ પેમેન્ટ કરવાવાળા યુઝર્સને 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આવામાં ખરીદનારને સોનાની કિંમત 4,627 રૂપિયા ચૂકવવી પડશે. 

આ સોનાને બોન્ડ તરીકે ખરીદી શકાય છે. એટલે કે આ સોનાને તમે જ્વેલરી તરીકે નહી પહેરી શકો. આ માત્ર એક ઇનવેસ્ટમેન્ટ છે. આ વખતે ઇનવેસ્ટ કરવાની તારીખ 8 થી 12 જૂન છે. 

શું છે પદ્ધતિ
તમારે બેન્કનો સંપર્ક કરીને સોનાની ઓનલાઇન ખરીદી કરવી પડશે. આ સ્કીમ હેઠળ સોનાનુ વેચાણ બેન્ક સિવાય પોસ્ટ ઓફિસ, NSE, BSE, અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના માધ્યમથી થશે. 

તમને જણાવી દઇએ કે, સોનાની કિંમત RBI નક્કી કરે છે. આ સ્કીમની કેટલીક શરતો પણ છે. જેમકે, ઓછામાં ઓછુ એક ગ્રામ સોનુ ખરીદવુ પડશે. સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ એક નાણાકીય વર્ષમાં મેક્સિમમ 500 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Gold Scheme Narendra Modi scheme સૉવરેન ગોલ્ડ બોન્ડ સોનુ Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ