ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Minister Bachu Khabad Said PM repeals Article 170 and Nitin Patel as Home Minister of the country

પંચમહાલ / મંત્રી બચુ ખાબડે ભાંગરો વાટ્યો, કહ્યું મોદીએ 170ની કલમ હટાવી, નીતિન પટેલને ગૃહમંત્રી બનાવ્યા

Published By: vtvAdmin

Last Updated: 04:08 PM, 15 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના પશુપાલન મંત્રી બચુ ખાબડે 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે ભાગંરો વાટ્યો હતો. પંચમહાલના શહેરામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ સંબોધન કરતાં બચુ ખાબડે કહ્યું કે વડાપ્રધાન મોદી અને અમિત શાહે 7 દાયકાઓથી દેશમાં સળગતો કાશ્મીરનો મુદ્દો કલમ 170 રદ્દ કરી પૂરો કર્યો છે. જ્યારે પત્રકારોને સંબોધન કરતાં તેઓએ જણાવ્યું કે ગૃહમંત્રી નીતિન પટેલને અભિનંદન આપું છું.

ADVERTISEMENT

ભાષણમાં 370ના બદલે 170 કલમ બોલ્યા

કાશ્મીરમાં હાલમાં જ નાબૂદ થયેલી 370ની કલમ વિશે ચર્ચા કરવા જતાં  તેમણે 370ને બદલે 170 કલમનો ઉલ્લેખ કર્યો હતો. બચુ ખાબડ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે આવી ભૂલ કરતાં લોકો હસવાં માંડ્યા હતા. અને રમૂજનો માહોલ બની ગયો હતો.

નીતિન પટેલને કેન્દ્રીય ગૃહમંત્રી ગણાવ્યા

પત્રકારો સાથે વાતચીત કરતાં બચુ ખાબડે કહ્યું કે ગુજરાતના પનોતા સપુતો નરેન્દ્ર મોદી અને નીતિન પટેલના કુશળ પ્રયત્નોથી ભારત વિકાસ કરી રહ્યું છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહને બદલે નીતિન પટેલનું નામ લઈ બીજી વખત ભાંગરો વાટ્યો હતો.


 

સંકળાયેલા મુદ્દાઓ

BachuKhabad IndepandanceDay MinisterOfState Shehara Panchmahal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ