ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Millionaire beggar dies in Mumbai. Cops take 8 hours to count his coins

VIRAL / ભિખારીની મોત, ઝૂંપડીમાં મળ્યા એટલા રૂપિયા કે ઉડી ગયા બધાના હોંશ

Published By: Juhi

Last Updated: 02:37 PM, 7 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇમાં ગોવંડી રેલ્વે સ્ટેશન પર એક ભિખારીની લોકલ ટ્રેનની ટક્કરથી મોત થઇ. રેલ્વે પોલીસ જ્યારે પરિવારજનોની શોધમાં ભિખારીના ઘરે પહોંચી ત્યારે તેઓ ચોંકી ગયા.

ADVERTISEMENT

  • ટ્રેનની ટક્કરથી ભિખારીની થઇ મોત
  • ઝૂંપડીમાં મળ્યા આધાર કાર્ડ, પાન કાર્ડ અને સીનિયર સીટિઝન કાર્ડ
  • બેંકમાં છે 8.77 લાખ રૂપિયા 

વાસ્તવમાં રેલ્વે પોલીસને ભિખારીના ઝૂંપડામાંથી કોથળા અને થેલીઓ મળી જેમાં લગભગ 1.77 લાખ રૂપિયાના સિક્કા અને રોકડ હતી, જેણે ગણવામાં પોલીસને  આઠ કલાકનો સમય લાગ્યો. 

 

એટલું જ નહી ભિખારીના ઘરમાંથી બેંકની પાસ બુક મળી, જેમાં કુલ 8.77 લાખ રૂપિયા જમા હોવાની રસીદ મળી. ભિખારીની ઓળખ બિરડીચંદ આઝાદના રૂપે થઇ હતી. કહેવાઇ રહ્યુ છે કે, આઝાદ મુંબઇની લોકલ ટ્રેનમાં ભીખ માંગતો હતો.

શુક્રવારે રેલ્વે લાઇન ક્રોસ કરતા સમયે તેની ટ્રેનની ટક્કરથી મોત થઇ. રેલ્વે પોલીસને ભિખારી આઝાદની ઝૂંપડીમાંથી આધાર કાર્ડ, પેન કાર્ડ અને સીનિયર સિટિઝન કાર્ડ મળ્યુ, જેના પર રાજસ્થાનનું એડ્રેસ હતુ. 

ભિખારીના પડોશીઓ અનુસાર, ભિખારી આઝાદની સાથે પહેલા તેમનો પરિવાર પણ રહેતો હતો, પરંતુ આ પછી પરિવાર ચાલ્યો ગયો અને પછી એકલા અહીંયા રહી ગયા. જીવન પસાર કરવા માટે તેઓ ભીખ માંગી રહ્યા હતા. 

હાલમાં પોલિસે ભિખારીને ઘરથી મળેલા રૂપિયાને જપ્ત કરી લેવામાં આવ્યા છે અને આધાર કાર્ડ પર તેમના  સરનામાની મદદથી તેમના પરિવારને શોધવા માટે રેલ્વે પોલીસ રવાના થઇ ગયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Beggar Death Mumbai Cops national viral Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ