બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 3 ઓક્ટોબરે બુધ બદલશે ચાલ, આ 5 રાશિના જાતકોની કિસ્મત ચાંદીની જેમ ચમકશે!

photo-story

14 ફોટો ગેલેરી

ધર્મ / 3 ઓક્ટોબરે બુધ બદલશે ચાલ, આ 5 રાશિના જાતકોની કિસ્મત ચાંદીની જેમ ચમકશે!

Last Updated: 06:34 PM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુદ્ધિ, વાણી, તર્ક, વ્યવસાય અને સંચારનો કારક બુધ ગ્રહ આગામી 3 ઓક્ટોબરે કન્યા રાશિમાંથી નીકળી તુલા રાશિમાં ગોચર કરશે. જેની અસર તમામ રાશિઓ પર પડવાની છે. અહીંયા જાણો કે, તમારી રાશી પર આ પરિવર્તન કેવી અસર કરશે.

1/14

photoStories-logo

1. બુધ ગોચર

ગ્રહોના રાજકુમાર બુધ આગામી 3 ઓક્ટોબર 2025ના રોજ સવારે 3:41 વાગ્યે તુલામાં પ્રવેશ કરશે. બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, તર્ક, વ્યવસાય અને સંચારનો કારક માનવામાં આવે છે. તુલા રાશિ બુધનો મિત્ર હોવાથી આ ગોચર મોટાભાગની રાશિઓ પર સકારાત્મક અસર કરશે. આ ગોચર લગભગ 23 દિવસ સુધી રહેશે, જે તમામ 12 રાશિઓ માટે જીવનના વિવિધ ક્ષેત્રોમાં જેમકે કરિયર, વ્યવસાય, શિક્ષણ અને સંબંધોમાં ફેરફારો લાવશે. તો ચાલો જાણીએ કે બુધનું આ ગોચર તમારી રાશિ પર કેવી અસર કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ

બુધ તમારા સાતમા ભાવમાં ગોચર કરશે જેથી તમને કરિયર અને વ્યવસાયમાં નવી તકો મળશે. પાર્ટનરશિપવાળા કાર્યોમાં નોંધપાત્ર લાભ મળશે. તમારા જીવનસાથી કે વ્યવસાયિક પાર્ટનર સાથેના સંબંધોમાં સુધાર થશે. પરંતુ આ દરમિયાન કોઈપણ પાર્ટનરશિપ કે વ્યવસાયિક કરાર કરતા પહેલા દસ્તાવેજો કાળજીથી જુઓ. વાતચીતથી લગ્નજીવનનો તણાવ ઘટાડો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/14

photoStories-logo

3. વૃષભ

આ ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થશે. જેથી કામનું દબાણ વધી શકે છે પરંતુ તમારી મહેનતનું ફળ મળશે. કામના સ્થળે તમારી પ્રશંસા થશે. સહકર્મીઓ તમને ટેકો આપતા રહેશે, તમને કામ પૂર્ણ કરવામાં મદદ કરશે. પરંતુ આ દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું. તમારી ખાવા પીવાની આદતો અને ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું અને બિનજરૂરી ઉધાર લેવાનું ટાળવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન

બુધ તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે જેથી વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. તમારા પ્રેમ સંબંધો મજબૂત બનશે જેથી તમે તમારી લાગણીઓને વધુ સારી રીતે વ્યક્ત કરી શકશો. સર્જનાત્મક અને કલાત્મક વ્યક્તિઓને નામના અને સફળતા મળશે. પરંતુ આ દરમિયાન તમારી સર્જનાત્મક ઉર્જાને યોગ્ય દિશા આપો અને વધારે આત્મવિશ્વાસથી બચો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/14

photoStories-logo

5. કર્ક

આ ગોચર તમારા ચોથા ભાવમાં થશે. જેથી આ ગોચર આર્થિક દ્રષ્ટિકોણથી તમારા માટે શુભ રહેશે. તમને આર્થિક લાભ થશે અને રોકાયેલા પૈસા પાછા મળી શકે છે. તમારા પરિવારમાં શાંતિ અને ખુશી વધશે. નવું વાહન કે મિલકત ખરીદી શકો છો. પરંતુ આ દરમિયાન કૌટુંબિક બાબતોમાં સમજણ અને ધીરજ રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ

બુધ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરશે જેથી તમારી વાતચીત કૌશલ્યમાં સુધારો થશે જેનાથી કામ પર અને સામાજમાં તમારો પ્રભાવ વધશે. નાની યાત્રાઓ ફાયદાકારક સાબિત થશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે. પરંતુ આ દરમિયાન કોઈ ઉતાવળમાં મોટા વચનો ન આપો. તમારા નાના ભાઈ બહેનો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો રાખવા.

આ તસવીર શેર કરો

logo logo logo

7/14

photoStories-logo

7. કન્યા

આ ગોચર તમારા બીજા ભાવમાં થશે. જેથી તમારી વાણી મધુર બનશે જે લોકોને પ્રભાવિત કરશે. આર્થિક લાભની શક્યતા છે જેમાં રોકાણ કે જૂની સંપત્તિમાં વધારો થઈ શકે છે. તમને અચાનક કરિયરમાં ગ્રોથ મળશે. પરંતુ આ દરમિયાન તમારી વાણી પર કંટ્રોલ રાખો નહીં તો અમુક શબ્દો વિવાદો ઉભા કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા

બુધ તમારા લગ્ન ભાવમાં ગોચર કરશે. જેથી આ ગોચર તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. તમારો આત્મવિશ્વાસ અને આકર્ષણમાં વધારો થશે. કાર્યસ્થળ પર તમારા નિર્ણયો મહત્વના સાબિત થશે. સામાજિક અને વૈવાહિક જીવનમાં સામંજસ્ય વધશે. પરંતુ આ દરમિયાન અહંકાર કે અતિશય આત્મવિશ્વાસ ન રાખવો. તમારા નિર્ણયોમાં સંતુલન બનાવી રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/14

photoStories-logo

9. વૃશ્ચિક

આ ગોચર તમારા બારમા ભાવમાં થશે. જેથી વિદેશ સંબંધિત નોકરી કે વ્યવસાયમાં લાભ થઇ શકે છે. ખર્ચ વધશે પરંતુ તેમાંથી અમુક ખર્ચ રચનાત્મક કે ફાયદાકારક સાબિત થશે. પરંતુ આ દરમિયાન માનસિક તણાવ અને મૂંઝવણ વધશે. ખર્ચ પર કંટ્રોલ અને આર્થિક યોજનાઓ બનાવવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન

બુધ તમારા અગિયારમા ભાવમાં ગોચર કરશે. જેથી તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે વધારાની જવાબદારી મળી શકે છે. બાકી રહેલા કામ પુરા થશે અને મહેનતનું ફળ મળશે. તમારું સામાજિક સર્કલ મોટું થશે. પરંતુ આ દરમિયાન વધુ પડતી દોડાદોડીથી બચો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

11/14

photoStories-logo

11. મકર

આ ગોચર તમારા દસમા ભાવમાં થશે. જેથી કરિયરમાં પ્રગતિનો મોકો મળશે. કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. નવો પ્રોજેક્ટ કે વ્યવસાય શરૂ કરવા માટે આ સમય અનુકૂળ સાબિત થશે. તમારી મહેનતની પ્રશંસા થશે. પરંતુ આ દરમિયાન ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ

બુધ તમારા નવમા ભાવમાં ગોચર કરશે. જેથી નસીબ તમારો સાથ આપશે. લાંબી મુસાફરી થશે જે ફાયદાકારક સાબિત થશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારો રસ વધશે. પરંતુ આ દરમિયાન તમારા વિચારો સકારાત્મક રાખવા.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન

આ ગોચર તમારા આઠમા ભાવમાં થશે.જેથી અચાનક આર્થિક લાભ કે અટવાયેલા પૈસા પરત મળવાની સંભાવના છે. સંશોધન અને વિજ્ઞાન સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. પરંતુ આ દરમિયાન માનસિક તણાવ અને મૂંઝવણ વધી શકે છે. તમારી વાણી પર કંટ્રોલ રાખવો અને કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Budh Gochar Mercury Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ