ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદથી ઝડપાયો ડુંગળીની આડમાં છૂપાવેલ કરોડોનો ગાંજો, 2ની ધરપકડ

કોની રહેમનજર / અમદાવાદથી ઝડપાયો ડુંગળીની આડમાં છૂપાવેલ કરોડોનો ગાંજો, 2ની ધરપકડ

Published By: Vishal Khamar

Last Updated: 05:56 PM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નારોલમાંથી ડુંગળી વચ્ચે છુપાવીને લાવવામાં આવતા 400 કિલો ગાંજો પોલીસે પકડી પાડ્યો હતા. મહારાષ્ટ્રથી અમદાવાદ ગાંજો લાવવામાં આવતો હતો.

ADVERTISEMENT

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરતાં આશરે 400 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડુંગળીના જથ્થાની આડમાં કરોડો રૂપિયાનું માદક પદાર્થ છુપાવીને લાવવામાં આવી રહ્યું હતું. આ મામલે મહારાષ્ટ્રના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ડુંગળીના જથ્થાની આડમાં કરોડોનો ગાંજો છુપાવ્યો હતો

પોલીસના પ્રાથમિક તારણો અનુસાર ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આરોપીઓએ ગાંજાને ડુંગળીના થેલાઓની નીચે છુપાવીને વાહનમાં રાખ્યો હતો જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય. પરંતુ ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે નારોલ વિસ્તારમાં વાહન રોકી તપાસ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો.

ગાંજો અમદાવાદમાં કોને આપવાનો હતો તે અંગે તપાસ શરૂ

ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત કરોડો રૂપિયામાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ જથ્થો અમદાવાદમાં કયા વ્યક્તિ કે ગેંગને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ગાંજાનો જથ્થો મહિન્દ્રા પીકઅપ વાહનમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ હવે આ નશીલા પદાર્થોના નેટવર્ક અને તેમાં સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વિસ્તારી રહી છે.

આ પણ વાંચોઃ સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મહિલાની એન્ટ્રી! દીકરીએ કરી અરજી

ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આવનારા સમયમાં પણ આવા ઓપરેશનો હાથ ધરાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad News Ahmedabad Crime Branch

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ