બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Manoj Bajpayee exposed the reality of Bollywood industry said Even after signing the film
મનોજ બાજપેયી બોલિવૂડના એવા અભિનેતા છે જેમને પોતાના પાત્રોથી લોકોના દિલ જીતી લીધા છે. વર્ષોથી તે ઈન્ડસ્ટ્રીમાં અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરતો જોવા મળે છે, એવામાં અભિનેતાએ તાજેતરમાં કહ્યું હતું કે ભારતીય સિનેમાનો એક ભાગ બનવું ખરેખર સરળ નથી. એમને બોલિવૂડ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT

મનોજ બાજપેયી 1998માં રિલીઝ થયેલી ફિલ્મ 'સત્યા'માં જોવા મળ્યા હતા અને ત્યારથી કરીને અત્યાર સુધી એમને ઘણી યાદગાર ફિલ્મો આપી છે. એવામાં હાલ એમને એક વાતચીત દરમિયાન એમને કહ્યું કે એમને તેના પરિવાર અને મિત્રોને ફિલ્મની રિલીઝ ડેટ નક્કી ન થાય ત્યાં સુધી કહ્યું ન હતું. તેઓ એ કહ્યું કે પહેલા વસ્તુઓ ઘણી અલગ હતી.
ADVERTISEMENT
મનોજ બાજપેયીએ કહ્યું હતું કે, ';ફિલ્મ સાઈન કર્યા પછી પણ ફેરફારો થયા અને ફિલ્મો પણ બંધ થઈ ગઈ. આ ઈન્ડસ્ટ્રીમાં એકલા લડાઈ લડી શકાતી નથી. લોકોની મદદ લેવી જ પડે છે અને નસીબ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.'

ADVERTISEMENT
આગળ એમને કહ્યું કે, 'ઈન્ડસ્ટ્રી નાની હોવાને કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ સમય સાથે વસ્તુઓ બદલાઈ છે. હવે ડિજિટલ યુગ છે, સેટ બદલાઈ ગયા છે અને હવે સેટ પર મહિલાઓની ખૂબ સારી હાજરી જોવા મળે છે. પહેલા સેટ પર ફક્ત હેરડ્રેસર અથવા હિરોઈન જ રહેતી.જે સારી વાત છે.'
વધુ વાંચો: દીકરાને વર્જિનિટી પર સવાલ કરતા ટ્રોલ થઇ મલાઇકા અરોરા, 'દમ બિરિયાની'નો પ્રોમો રિલીઝ
ADVERTISEMENT
મનોજ બાજપેયીના વર્કફ્રન્ટ વિષે વાત કરીએ તો અભિનેતા ટૂંક સમયમાં 'સાઇલન્સ 2: ધ નાઇટ આઉલ બાર શૂટઆઉટ'માં જોવા મળશે. જેમાં પ્રાચી દેસાઈ, સાહિલ વૈદ અને પારુલ ગુલાટી જોવા મળશે. તે અબાન ભરૂચા દેવહંસના નિર્દેશનમાં બની છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.