ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની MS યુનિ.માં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ કિસ કરી, અશ્લીલ વીડિયો વાયરલ

VIDEO / વડોદરાની MS યુનિ.માં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ કિસ કરી, અશ્લીલ વીડિયો વાયરલ

Published By: Vishal Khamar

Last Updated: 09:25 AM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં વિદ્યાના ધામને કલંક લગાડતી ઘટના સામે આવી છે. ચાલુ ક્લાસમાં અશ્લીલ ચેનચાળા વિદ્યાર્થી-વિદ્યાર્થીની ભાન ભૂલ્યા છે. એમએસ યુનિવર્સિટીનો વીડિયો વાયરલ થયો હતો. VTV NEWS વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

ADVERTISEMENT

કાયમ વિવાદોમાં રહેતી વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીની ગરિમાને કલંક લગાવતા બે અલગ અલગ વીડિયો વાયરલ થયા છે. જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની મર્યાદાને ઓળંગતા નજરે પડે છે. એક વીડિયોમાં ચાલુ ક્લાસમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની પ્રોફેસર અને અન્ય વિદ્યાર્થીઓની વચ્ચે અશ્લીલ હરકત કરતા દેખાયા.

બીજો વીડિયો પણ એમએસ યુનિવર્સિટીના પાર્કિંગનો

જ્યારે બીજો વીડિયો પણ એમએસ યુનિવર્સિટીનો છે.પાર્કિંગ સ્થળ પર જાહેરમાં હજારો લોકોની અવરજવર વચ્ચે વિદ્યાર્થી અને વિદ્યાર્થિની તમામ માન-મર્યાદા અને લાજ-લજ્જાને નેવે મૂકતા દેખાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડીને ઘટનાની નોંધ લીધી છે અને કહ્યું કે આવું ચલાવી લેવામાં નહીં આવે. ઓળખ થયા પછી યુવક-યુવતીને રસ્ટિગેટ કરવામાં આવશે. તેમજ સુપરવિઝન કરનાર સ્ટાફને પણ નોટિસ ફટકારવામાં આવશે.

વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ચાલુ ક્લાસમાં ભાન ભૂલ્યા

વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં અશ્લીલ ચેનચાળા થયા હતા. વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ચાલુ ક્લાસમાં ભાન ભૂલ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓની વચ્ચે બંનેએ કરી અશ્લીલ હરકત. MS યુનિવર્સિટીના પાર્કિંગમાં પણ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ લોકોને શરમાવ્યા. લાજ-લજ્જા નેવે મૂકીને સરાજાહેરમાં બંનેને મર્યાદા ઓળંગી છે.

સારા ભવિષ્ય માટે ઉચ્ચ અભ્યાસ માટે મોકલતા માતા-પિતાનો વિશ્વાસ તોડી રહ્યા યુવાનો! માતા-પિતાની આબરું અને યુનિવર્સિટીની ગરિમાને કર્યા તારતાર! MSUમાં ચાલુ ક્લાસ અને પાર્કિંગમાં બીભત્સ હરકતનો વીડિયો વાયરલ થયો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં નવાજુનીના એંધાણ! PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ- જગદીશ વિશ્વકર્મા સાથે મોડી રાત કરી બેઠક

VTV NEWS વાયરલ વીડિયોની નથી કરતું પુષ્ટિ

VTV NEWS વાયરલ વીડિયોની નથી કરતું પુષ્ટિ. વીડિયો વાયરલ થતા અન્ય વિદ્યાર્થીઓમાં આક્રોશ વ્યાપ્યો. અશ્લીલ હરકત કરનાર વિદ્યાર્થીઓ સામે કડક પગલા ભરવાની ઉઠી માગ. કાર્યવાહી નહીં થાય તો વિદ્યાર્થીઓને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ms university vadodra news Vadodara MS University

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ