ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આખરે પાણીની બોટલના ઢાંકણા કેમ અલગ-અલગ રંગના હોય છે? જાણશો તો...!
Last Updated: 02:52 PM, 18 January 2026
ADVERTISEMENT
Packaged Drinking Water: ઘણી વખતે આપણે જોયું હશે કે પેક કરેલી પાણીની બોટલના ઢાંકણાના કલર અલગ-અલગ હોય છે. આ જોઈને વિચાર્યું પણ હશે કે આ રંગ માત્ર દેખાડા માટે જ છે કે આનો કોઈ અર્થ નીકળે છે? સોશિયલ મીડિયા પર ઘણીવાર દાવાઓ કરવામાં આવે છે કે દરેક ઢાંકણા અલગ પ્રકારના પાણીનો સંકેત આપે છે, જેમાં કે ભૂરો, લાલ, લીલો, સફેદ કે કાળો. જો કે નિષ્ણાતોએ જણાવ્યું કે આ રંગ ખરેખર પાણીના પ્રકાર અને તેના ઉપયોગનો સંકેત હોય શકે છે. પણ હંમેશા લેબલ જોઈને જ પાણી ખરીદવું સુરક્ષિત હોય છે.
ADVERTISEMENT
એક અહેવાલ પ્રમાણે, બોટલનો કલર ઘણીવાર પાણીનો પ્રકાર જણાવે છે. જેમ કે ભૂરું ઢાંકણું મોટાભાગે સ્પ્રિંગ વૉટર માટે હોય છે, જેમાં પ્રાકૃતિક મિનરલ્સ હોય છે. કાળું ઢાંકણું આલ્કલાઇન વૉટર માટે હોય છે, જે શરીરને એસિડિટી ઓછી કરવામાં મદદ કરી શકે છે. લીલું ઢાંકણું ફ્લેવર્ડ અને સ્વાદવાળું પાણી દર્શાવે છે, જ્યારે સફેદ કે ટ્રાન્સપરંટ ઢાંકણું ફિલ્ટર કે પ્રોસેસ્ડ પાણી માટે હોય છે. લાલ ઢાંકણું ઇલેક્ટ્રોલાઇટ વૉટર અને પીળું/ગોલ્ડન ઢાંકણું વિટામિન-એન્હાન્સ્ડ પાણી દર્શાવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, અલગ-અલગ રણહનું પાણી અલગ-અલગ જરૂરતો પ્રમાણે ઉપયુક્ત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, એથ્લિટ કે કસરત કરનાર લોકોમ માટે ઇલેક્ટ્રોલાઇટ વૉટર (લાલ ઢાંકણું) પસંદ કરી શકે છે જેથી શરીરમાં મિનરલ્સની કમી ન થાય. જ્યારે રોજિંદા હાઇડ્રેશન માટે સામાન્ય પેક્ડ કે સ્પ્રિંગ વૉટર (ભૂરું કે સફેદ ઢાંકણું) પૂરતું છે. લીલું કે સ્વાદવાળું પાણી એમને પસંદ આવે છે, જે હળવો સ્વાદ ફેરફાર ઇચ્છે છે. જો કે આલ્કલાઇન કે વિટામિન-એન્હાન્સ્ડ પાણીથી મોટા સ્વાસ્થ્ય લાભના મજબૂત વૈજ્ઞાનિક પ્રમાણ નથી.
આ પણ વાંચો: 10 પાસ ઉમેદવારો માટે પડી બમ્પર ભરતી, જગ્યા 21 હજારને પાર, સેલરી 2,00,000 સુધી!
ADVERTISEMENT
નિષ્ણાતો કહે છે કે સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે કે સ્વચ્છ અને સુરક્ષિત પાણી પીવો. ઢાંકણું ભલે કોઈ પણ રંગનું હોય, રંગ માત્ર સંકેત આપે છે, પણ પાણીની ગુણવત્તા જાણવા માટે હંમેશા લેબલ વાંચવું જરૂરી છે. દરરોજ સામાન્ય પાણી પીવું પૂરતું છે અને કોઈ પણ રંગ ખાસ કરીને સ્વાસ્થ્ય માટે જરૂરી નથી. એટલા માટે પેક્ડ પાણી ખરીદતી વખતે રંગને એક સામાન્ય સંકેત માનો અને સાચી માહિતી માટે લેબલ પર વિશ્વાસ કરો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.