બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / 40 % મોંઘા થઇ શકે છે મોબાઇલ ફોન, શું સ્માર્ટફોન્સની કિંમત જશે આસમાને?

ટેક્નોલોજી / 40 % મોંઘા થઇ શકે છે મોબાઇલ ફોન, શું સ્માર્ટફોન્સની કિંમત જશે આસમાને?

Ajitsinh Jadeja

Last Updated: 06:39 PM, 12 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tech News: સ્માર્ટફોનના ભાવ સતત વધી રહ્યા છે. 2026 ની શરૂઆતથી ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. આગામી થોડા મહિનામાં સ્માર્ટફોનના ભાવ આસમાને પહોંચી શકે છે.

Tech News: સ્માર્ટફોનના ભાવ સતત વધી રહ્યા છે. 2026 ની શરૂઆતથી ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. આગામી થોડા મહિનામાં સ્માર્ટફોનના ભાવ આસમાને પહોંચી શકે છે.

તમને લાગે કે છેલ્લા કેટલાક મહિનામાં સ્માર્ટફોન અચાનક વધુ મોંઘા થઈ ગયા છે, તો તે ફક્ત તમારો ભ્રમ નથી. ભારતમાં OnePlus, Nothing, Redmi, Realme, Motorola અને અન્ય ઘણી બ્રાન્ડ્સે ચુપચાપ તેમના ફોનના ભાવ વધારવાનું શરૂ કરી દીધું છે.

કેટલાક ફોનના ભાવમાં 2,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે, જ્યારે કેટલાક ફ્લેગશિપ મોડેલ 5,000 થી 6,000 રૂપિયા સુધી મોંઘા થઈ ગયા છે. અને એક્સપર્ટ કહે છે કે આ ફક્ત શરૂઆત છે. આગામી મહિનાઓમાં સ્માર્ટફોનના ભાવ આસમાને પહોંચી શકે છે.

પ્રશ્ન એ છે કે, ભારતમાં સ્માર્ટફોનના ભાવ અચાનક આટલી ઝડપથી વધવાનું કારણ શું છે? આ આખી કહાની પાછળ એક શબ્દ છે જે સરેરાશ યૂજર કદાચ પહેલીવાર સાંભળી રહ્યો છે: RAMageddon.

ટેક ઇંડસ્ટ્રી હાલમાં RAM અને સ્ટોરેજ ચિપ્સની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો છે. એ જ RAM અને NAND ચિપ્સ જે દરેક સ્માર્ટફોન, લેપટોપ, ગેમિંગ કન્સોલ અને સર્વરમાં વપરાય છે. પરંતુ હવે આ ચિપ્સ માટે સૌથી મોટી લડાઈ મોબાઇલ કંપનીઓ અને AI કંપનીઓ વચ્ચે ચાલી રહી છે.

ખરેખર OpenAI, Google, Microsoft, Meta અને અન્ય AI કંપનીઓ વિશ્વભરમાં વિશાળ એઆઇ ડેટા સેન્ટર બનાવી રહી છે. આ ડેટા સેન્ટરોને ચલાવવા માટે મોટી માત્રામાં હાઇ-એન્ડ મેમરી ચિપ્સની જરૂર પડે છે.

AI મોઘવારીનું કારણ બની રહ્યું છે

જે ફેક્ટરીઓ પહેલા સ્માર્ટફોન માટે RAM અને સ્ટોરેજનું ઉત્પાદન કરતી હતી તે હવે આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ ઇડસ્ટ્રી તરફ જઇ રહી છે. પરિણામે સ્માર્ટફોન કંપનીઓ માટે જરૂરી ચિપ્સ વધુ મોંઘા થઈ રહ્યા છે.

આની અસર હવે સીધી ભારતીય બજારમાં જોવા મળી રહી છે. જ્યારે OnePlus 15 લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારે તેની શરૂઆતની કિંમત લગભગ 72,999 રૂપિયા હતી. હવે તે જ ફોન 77,999 રૂપિયા પર પહોંચી ગયો છે, જે થોડા મહિનામાં 5,000 નો વધારો દર્શાવે છે. OnePlus 15R પણ તેની લોન્ચ કિંમતથી લગભગ ₹5,000 મોંઘો થયો છે.

Nothing Phone 4a Pro ની કિંમત પણ 39,999 થી વધીને રૂપિયા 44,999 થઈ ગઈ છે. રેડમી અને રિયલમીના ઘણા મોડેલ પણ 2,000 થી 5,000 મોંઘા થયા છે.

ફ્લેગશિપથી લઈને મિડ-રેન્જ ફોન સુધી, કિંમતો વધી

સૌથી રસપ્રદ વાત એ છે કે માત્ર ફ્લેગશિપ ફોન જ નહીં, પણ મિડ-રેન્જ અને બજેટ ફોન પણ પ્રભાવિત થઈ રહ્યા છે. અગાઉ 20,000 થી 30,000 સેગમેન્ટમાં આક્રમક કિંમતો જોવા મળતી હતી, પરંતુ હવે કંપનીઓ માટે સમાન કિંમત જાળવી રાખવી મુશ્કેલ બની રહી છે.

ઇતિહાસ દર્શાવે છે કે ભારતમાં સ્માર્ટફોન સતત સસ્તા થયા છે. 2016 અને 2023 ની વચ્ચે વધુ રેમ, વધુ સ્ટોરેજ અને સારા કેમેરાવાળા સ્માર્ટફોન ઓછા ભાવે ઉપલબ્ધ થયા. 10,000 થી ઓછી કિંમતના ફોન પણ હવે 5G અને 8GB RAM સાથે ઉપલબ્ધ હતા. પરંતુ તે સમય હવે જઇ રહ્યો છે.

સ્માર્ટફોન 40% સુધી મોંઘા થઈ શકે છે

હવે મોટો પ્રશ્ન એ છે કે શું ફોન 40% સુધી મોંઘા થઈ શકે છે? કેટલાક અહેવાલો દાવો કરે છે કે જો RAM અને NAND ની અછત ચાલુ રહે છે, તો આગામી એક કે બે વર્ષમાં ઘણા ઉપકરણોની કિંમતો 20 થી 40 ટકા સુધી પ્રભાવિત થઈ શકે છે.

ખાસ કરીને વધુ રેમ અને સ્ટોરેજવાળા ફોન. આજે ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 12GB, 16GB અને 512GB સુધી સ્ટોરેજ સામાન્ય છે. આ સૌથી મોંઘા ઘટકો બની ગયા છે.

સેમસંગના મોબાઇલ હેડ ટીએમ રોહે એમ પણ કહ્યું છે કે એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે સ્માર્ટફોન ઘટકોની કિંમત વધી રહી છે. આનો અર્થ એ છે કે એઆઇ ફક્ત સોફ્ટવેર બદલી રહ્યું નથી, તે તમારા આગામી ફોનની કિંમત પણ નક્કી કરી રહ્યું છે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ નિયમોમાં ફેરફાર / AI ડીપફેક વીડિયોને લઇ સરકાર સખ્ત! સોશિ. મીડિયા કંપનીઓને લીધી આડે હાથ

બીજો મોટો ફેરફાર એ હોઈ શકે છે કે કંપનીઓ હવે સસ્તા મોડેલોનું ઉત્પાદન ઓછુ કરશે, કારણ કે ઓછા માર્જિનવાળા બજેટ ફોનમાં વધતા ખર્ચનું સંચાલન કરવું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. કેટલાક એક્સપર્ટ્સ માને છે કે આવનારા સમયમાં કંપનીઓ વધુ પ્રીમિયમ ફોન પર ધ્યાન કેન્દ્રિત કરશે અને બજેટ સેગમેન્ટ નબળું પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone Smartphone Price Tech News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ