ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / લોટથી માંડીને તેલ સુધી, હાઈ બ્લડ પ્રેશરવાળાએ શું ખાવું જોઈએ? ન્યૂટ્રીશનિસ્ટે શેર કર્યું લિસ્ટ

લાઇફસ્ટાઇલ / લોટથી માંડીને તેલ સુધી, હાઈ બ્લડ પ્રેશરવાળાએ શું ખાવું જોઈએ? ન્યૂટ્રીશનિસ્ટે શેર કર્યું લિસ્ટ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:06 PM, 15 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Foods For Blood pressure: બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ફક્ત દવા જ નહીં પરંતુ તમારો આહાર પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

ADVERTISEMENT

Best Foods For Blood pressure: બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ફક્ત દવા જ નહીં પરંતુ તમારો આહાર પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ન્યૂટ્રીશનિસ્ટેએ આ સંબંધિત સંપૂર્ણ ફૂડ ગાઇડ શેર કરી છે જે તમારા માટે ખૂબ ઉપયોગી થશે.

આજની જીવનશૈલી એવી બની ગઈ છે કે દરેક બીજા વ્યક્તિમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. ખરાબ ખાવાની આદતો, પૂરતી ઊંઘનો અભાવ, વધુ પડતો તણાવ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ એ હાઈ બ્લડ પ્રેશરના મુખ્ય કારણો છે. તમે આ સમસ્યાની ગંભીરતાને એ જાણીને સમજી શકો છો કે હાઈ બ્લડ પ્રેશરને "સાયલન્ટ કિલર" પણ કહેવામાં આવે છે.

જો તેને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો તે હૃદય રોગ, સ્ટ્રોક અને કિડનીની સમસ્યાઓનું કારણ બની શકે છે. સદનસીબે તમારી જીવનશૈલીમાં કેટલાક નાના ફેરફારો કરીને તમે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકો છો. એક ન્યૂટ્રીશનિસ્ટે બ્લડ પ્રેશર માટે શ્રેષ્ઠ ખોરાકની યાદી શેર કરી છે, જે તમારે જાણવી જોઈએ.

બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે કયો લોટ શ્રેષ્ઠ ?

સૌથી સામાન્ય પ્રશ્ન એ છે કે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે કયો લોટ શ્રેષ્ઠ છે. ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા કહે છે કે તમે તમારા આહારમાં કોઈપણ લોટનો સમાવેશ કરી શકો છો, પરંતુ લોટ ગુથતી વખતે થોડું ઇસબગોલ જરૂર મીલાવો. આનાથી રોટલીમાં ફાઇબરનું પ્રમાણ વધશે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ખૂબ ફાયદાકારક છે.

કયા બીજ અને બદામ શ્રેષ્ઠ?

ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે તરબૂચના બીજ અને ખસખસ હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો માટે ખૂબ ફાયદાકારક છે. તેમને સમાન માત્રામાં ભેળવીને દરરોજ એક ચમચી ખાઓ. બદામ એટલે કે સુકામેવાની વાત કરીએ તો હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો માટે સેવન જરૂરી છે. તેમાં હાજર વિટામિન ઇ રક્ત વાહિનીઓના કાર્યને સુધારવામાં ખૂબ ફાયદાકારક છે.

કયું ફળ ફાયદાકારક છે?

કેળા હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ હોય છે, જે સોડિયમના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાં સોડિયમનું સ્તર ઊંચું હોય છે, ત્યારે બ્લડ પ્રેશર પણ વધે છે. જો કે કેળા તેની અસર ઘટાડીને કુદરતી રીતે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ?

ન્યુટ્રિશનિસ્ટના મતે હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો માટે સરસવનું તેલ શ્રેષ્ઠ છે. દેશી ઘીનો ઉપયોગ રોજિંદા રસોઈમાં પણ કરી શકાય છે. જો, તેનું પ્રમાણ ઓછામાં ઓછું રાખો. તેલ કે ઘી વધુ પડતું ખાવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ થઈ શકે છે.

શ્રેષ્ઠ નાસ્તો કયો ?

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે વેજીટેબલ ઓટ્સ શ્રેષ્ઠ બ્રેકફાસ્ટ ઓપ્શન છે. ઓટ્સમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શાકભાજી શરીરને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ ગરમી સિઝનમાં કેમ થાય છે આંખોમાં બળતરા? જાણો મુખ્ય કારણ અને બચવાની રીત

હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ નાસ્તો?

હળવા નાસ્તા માટે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે શેકેલા મખાના અથવા શેકેલા ચણા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે ન્યુટ્રિશનિસ્ટ સલાહ આપે છે કે આમાંથી કોઈપણ મીઠુંવાળુ ના હોવું જોઇએ. તમારા આહારમાં ફક્ત સાદા મખાના અથવા શેકેલા ચણાનો સમાવેશ કરો.

Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Blood pressur Lifestyle Best Food

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ