બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કેળાની છાલ કચરામાં ફેંકી ન દેતા, આ 5 રીતે ખૂબ કામમાં આવશે

તમારા કામનું / કેળાની છાલ કચરામાં ફેંકી ન દેતા, આ 5 રીતે ખૂબ કામમાં આવશે

Nirav Kumar

Last Updated: 09:45 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેળાની છાલ લોકો નકામી સમજીને ફેંકી દે છે. પણ શું તમે જાણો છો કે કેળાની છાલ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. ચાલો આજે તેના વિષે જાણીએ.

કેળા ખાધા બાદ આપણે તેની છાલને ફેંકી દઈએ છીએ. જેમાં તે આપણને અનઉપયોગી લાગે છે. પણ કેળાની છાલ ખૂબ ઉપયોગી છે. તેનો ઉપયોગ ફેસ પેક બનાવવા માટે થઈ શકે છે. આ સિવાય કેળાની છાલથી અનેક સફાઈ કાર્યો કરી શકાય છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જેમ કેળા પોષક તત્વોથી ભરપૂર હોય છે તેમ તેની છાલમાં પણ ગુણધર્મો હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ, વિટામિન અને બીજા જરૂરી ખનિજો હોય છે, જે તેને ઘર બાગકામ અને સ્કીન કેર જેવા અનેક હેતુઓ માટે ઉપયોગી બનાવે છે. ચાલો તેના ફાયદા વિષે જાણીએ.

  • છોડને કરો સાફ

છોડ પર ધૂળ અને ગંદકી જમા થાય છે જેને સાફ કરવી મુશ્કેલ છે. જ્યારે પાણી રેડીને ધૂળ દૂર કરવામાં આવે ત્યારે તે સંપૂર્ણ રીતે સાફ થતું નથી. જો તમારા ઘરના છોડના પાંદડા ધૂળને કારણે નિર્જીવ દેખાઈ રહ્યા હોય તો તમારે તેમને ચમકાવવા માટે કેમિકલ ઉત્પાદનોની જરૂર નથી. જેમાં ફક્ત કેળાની છાલનો ઉપયોગ કરો. કેળાની છાલમાં રહેલા કુદરતી ઓઈલ અને તેમની નરમ રચના પાંદડામાંથી ધૂળને સરળતાથી દૂર કરે છે, જેનાથી થોડી ચમક પણ રહે છે.

  • દાંત કરે છે સફેદ

લોકો દાંતની ચમક જાળવી રાખવા માટે બીજી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પરંતુ કેળાની છાલમાં રહેલા ખનીજ પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ દાંતની સપાટી પરના હળવા ડાઘ ઘટાડવામાં મદદ કરી શકે છે. તે કોઈ નુકસાન પહોંચાડ્યા વગર દાંતની ચમક લાવે છે.

hiring vtv 1
  • ચામડાના જૂતાની સફાઈ

જો તમને ચામડાની બેગ, જૂતા કે બેલ્ટને ચમકાવવા માટે પોલિશ ન મળે તો કેળાની છાલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. ચામડાની વસ્તુઓ પર કેળાની છાલની અંદરના ભાગને હળવા હાથે ઘસો અને પછી તેમને નરમ કપડાથી સાફ કરો. આ ધૂળ દૂર કરશે અને ચમક લાવશે.

  • ચાંદીના દાગીના કે વાસણો

જો તમારા ચાંદીના પાયલ, અંગૂઠાની વીંટી કે વાસણો ઉપયોગને કારણે કાળા પડી ગયા હોય તો તેમને પોલિશ કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કરો. આ વસ્તુઓને કેળાની છાલની અંદરથી ઘસો અને પછી તેમને હૂંફાળા પાણીથી ધોઈ લો. જે ખોવાયેલી ચમક પાછી લાવશે પરંતુ તમારે આ વસ્તુ 3-4 દિવસ સુધી રીપીટ કરવું પડશે.

વધુ વાંચો : સફેદ વાળને 10 સેકન્ડમાં નેચરલી બ્રાઉન કરી દેશે આ આઈડિયા, ઘરમાં બનાવીને રાખો પાઉડર

  • છોડ માટે ખાતર

કેળાની છાલને પણ એક સારું ખાતર માનવામાં આવે છે. જો તમારા છોડ સુકાઈ રહ્યા હોય કે માટી સૂકી હોય તો તેમાં કેળાની છાલને જમીનમાં ઉમેરો. આ છાલ જમીનમાં ઘૂસી જશે અને ખાતર બનશે. આ છોડને મજબૂત બનાવશે અને તેમને સુકાઈ જતા અટકાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Skin Care Banana Peels Essential Minerals
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ