બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'યમદૂત આવ્યાં અને શરીરમાં જવાનું કહ્યું' બ્રેઈન ડેડ મહિલા જીવતી થઈ, બીજી દુનિયાનો અનુભવ કહ્યો

મોત પછીની દુનિયા / 'યમદૂત આવ્યાં અને શરીરમાં જવાનું કહ્યું' બ્રેઈન ડેડ મહિલા જીવતી થઈ, બીજી દુનિયાનો અનુભવ કહ્યો

Last Updated: 09:47 AM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોત પછીની દુનિયાનો વધુ એક હેરતઅંગેજ દાવો સામે આવ્યો છે જેમાં 1 કલાક માટે બ્રેઈન ડેડ થયેલી મહિલાએ આવા દાવાઓ કરીને દુનિયાને ચોંકાવી મૂકી છે.

મોત પછી દુનિયા છે તે વાત હવે પાકા પાયે સાબિત થઈ છે ભલેને વિજ્ઞાન સ્વીકારે કે ન સ્વીકારે કારણ કે મર્યા પછી જીવતા થયેલા અનેક લોકોએ દાવાઓ કર્યાં છે જેમની વાતોમાં સમાનતા પણ જોવા મળી છે.

અમેરિકામાં પામ રેનોલ્ડ્સ નામની મહિલાને મર્યા પછીના જીવનનો અનુભવ થયો હતો. પામ રેનોલ્ડ્સ નામની આ મહિલાને મગજની શસ્ત્રક્રિયા માટે એનેસ્થેસિયા હેઠળ મૂકવામાં આવી હતી. આ પ્રક્રિયાને 'હાયપોથર્મિક કાર્ડિયાક અરેસ્ટ' કહેવામાં આવે છે જ્યાં શસ્ત્રક્રિયા માટે હૃદયના ધબકારા સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. આ મગજની શસ્ત્રક્રિયા દરમિયાન એક કલાકથી વધુ સમય માટે મગજ મૃત જાહેર કરાયેલા રેનોલ્ડ્સે દાવો કર્યો હતો કે આ સમય દરમિયાન તેણે બીજી દુનિયા જોઈ. તેણીએ કહ્યું કે તેણીએ એક તેજસ્વી પ્રકાશ જોયો જેના પછી તેણીએ તેના પૂર્વજોને પણ જોયા હતા.

સર્જરી વખતે ડોક્ટરોની વાતચીત પણ સાંભળી

મહિલાના મતે, આ જગ્યા સ્વર્ગ જેવી હતી. પેમે ડોકટરોને કહ્યું કે તે સર્જરી દરમિયાન ભાનમાં હતી અને ઓપરેશન થિયેટરમાં થતી દરેક વસ્તુ જોઈ અને સાંભળી શકતી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે બ્રેઈન ડેડ હોવા છતાં, મહિલાએ ઓપરેશન થિયેટરમાં વપરાતા સર્જિકલ સાધનો અને તે દરમિયાન થયેલી વાતચીતની ચોક્કસ વિગતો આપી. આનાથી ડોકટરોની ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.

તેજસ્વી પડછાયો આવ્યો અને શરીરમાં પાછા જવાનું કહ્યું

તેણીએ દાવો કર્યો હતો કે તે તેના શરીર ઉપર તરતી હતી અને ઉપરથી ઓપરેશન જોઈ શકતી હતી. પામે એમ પણ કહ્યું કે સર્જરી દરમિયાન એક તેજસ્વી પ્રકાશ તેને પોતાની તરફ ખેંચી રહ્યો હતો. તેણીએ કહ્યું કે પછી એક પડછાયો આવ્યો અને તેને પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો. ત્યારબાદ તે તેના શરીરમાં પાછી ફરી.

મર્યા બાદ અવાજ સાંભળ્યો કે તૈયાર છોને?

આ પહેલા અમેરિકામાં લાફર્ટી નામની મહિલાએ પણ મોત પછીની દુનિયાનો અનુભવ કહ્યો હતો. લાફર્ટી નામની મહિલાએ કહ્યું કે તેને યાદ છે કે એક અવાજ સાંભળ્યો હતો જેમાં તેમણે પૂછ્યું હતું કે શું તેઓ તૈયાર છે, પરંતુ પછી બધું અંધારામાં આવી ગયું. ડોકટરો દ્વારા તેમને ક્લિનિકલી મૃત જાહેર કરવામાં આવી હતી. તેણે કહ્યું કે મૃત્યુ એક ભ્રમ છે કારણ કે આપણો આત્મા ક્યારેય મરતો નથી. આપણી ચેતના જીવંત રહે છે. અને આપણું સાર ફક્ત રૂપાંતરિત થાય છે. મારા વિચારો તરત જ મૃત્યુ પછીના જીવનમાં સાકાર થાય છે. મને સમજાયું કે આપણા વિચારો ત્યાં વાસ્તવિકતાને આકાર આપે છે, તેમાં ફક્ત સમય લાગે છે, જે એક આશીર્વાદ છે. હું અચાનક મારા ભૌતિક શરીરથી અલગ થઈ ગઈ, હું આખી સ્થિર હતી તેમ છતાં પણ સંપૂર્ણપણે જીવંત, જાગૃત અને પહેલા કરતાં વધુ મારી જાતને અનુભવી રહી હતી.

મોત પછી શું થાય છે, મને ખબર છે-અમેરિકી ડોક્ટર

અમેરિકન ડોક્ટર જેફરી લોંગનો દાવો છે કે મોત બાદ શું થાય તેની તેમને ખબર છે. આ ડોક્ટરે જેમનો મોતનો અનુભવ થયો હતો અથવા તો જેઓ કોમામાં હતા કે જેઓ મોતને માત આપીને ફરીથી જીવિત હતા તેવા 5000 લોકો પર રિસર્ચ કર્યું છે અને તેમના આ અનુભવને આધારે તેમણે મોત પછીનું રહસ્ય ઉકેલ્યું હોવાનો દાવો કર્યો છે. જેફરી લોંગનો દાવો છે કે મૃત્યુ પછી શું થાય છે તે તેમણે શોધી કાઢ્યું છે. તાજેતરના ઈનસાઈડર નામના મેગેઝિનમાં તેમણે એક લેખ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં તેઓ કહે છે કે જે વ્યક્તિ કાં તો કોમામાં હોય અથવા તબીબી રીતે મૃત્યુ પામેલી હોય તેને હૃદયના ધબકારા હોતા નથી, તેનો સ્પષ્ટ અનુભવ હોય છે. તે જોઈ શકે છે, સાંભળી શકે છે, લાગણીઓ અનુભવી શકે છે અને અન્ય જીવો સાથે વાતચીત કરી શકે છે.

વધુ વાંચો : 1 વર્ષના બાળકે દાંતથી કરી નાખ્યાં ઝેરી કોબ્રાના ટુકડાં, ઝેર શરીરમાં જતાં બન્યું હેરાનીભર્યું, મોત નહીં

શું શું દેખાયાના દાવાઓ

સામાન્ય રીતે થોડા સમય પૂરતાં મરીને જીવતાં થયેલા લોકોએ મરવાના સમય દરમિયાન સફેદ પ્રકાશ, સંબંધીઓનું મિલન, ટનલમાંથી પસાર થવું વગેરે જેવી વાતો કરી છે. મોટા ભાગના લોકોને આવો સરખો અનુભવ થયો હતો પરંતુ હવે મરીને જીવતા થયેલા એક શખ્સે નવી વસ્તું જોયાનો દાવો કર્યો છે. 40 વર્ષથી એસ્ટ્રોફિઝિક્સમાં પીએચડી કરી રહેલા એક શખ્સે મોત પછીની દુનિયાનો તદ્દન નવો અનુભવ શેર કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

brain dead Life after death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ