બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / થાઈલેન્ડની આ વસ્તુનો અનુભવ દરેક ટ્રાવેલર કરે છે, બની ગઈ છે થાઈલેન્ડની ઓળખ

લોકપ્રિય / થાઈલેન્ડની આ વસ્તુનો અનુભવ દરેક ટ્રાવેલર કરે છે, બની ગઈ છે થાઈલેન્ડની ઓળખ

Published By: Kalpesh Kandoria

Last Updated: 05:02 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઈલેન્ડમાં હર્બલ બામ માત્ર દુખાવો દૂર કરતું પ્રોડક્ટ નથી. ત્યાંના લોકોના રોજિંદા જીવનનો તે એક ભાગ છે. માથાનો દુખાવો, ગરદન કે ખભામાં જકડાણ, સ્નાયુઓમાં દુખાવો, સામાન્ય મોચ અથવા જીવજંતુ કરડે ત્યારે લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. એટલા માટે જ આ બામ તમને માત્ર મેડિકલ સ્ટોરમાં નહીં, પરંતુ 7-Eleven, સુપરમાર્કેટ, લોકલ માર્કેટ અને એરપોર્ટ સુધી લગભગ દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે.

થાઈલેન્ડ ફરવા ગયેલા કોઈ સગા, મિત્ર કે ઓળખીતાને પૂછો કે ત્યાંથી શું લાવ્યા? તો કપડાં, ચોકલેટ કે ગિફ્ટ્સની સાથે એક વસ્તુ લગભગ દરેકના સામાનમાં જોવા મળે છે – નાની ડબ્બીમાં આવતો હર્બલ બામ. એટલું જ નહીં, ઘણા લોકો તો ખાસ કહીને ઓર્ડર પણ આપે છે કે 'થાઈલેન્ડ જાઓ તો બામ જરૂર લાવજો.'

સવાલ એ થાય કે આખરે આ નાનકડી ડબ્બીમાં એવું શું છે, જે તેને થાઈલેન્ડના સૌથી લોકપ્રિય સુવેનિયરમાં સામેલ કરી દે છે? શું ખરેખર આ બામ એટલો અસરકારક છે કે પછી તેની લોકપ્રિયતા પાછળ બીજું પણ કોઈ કારણ છે?

માત્ર બામ નહીં, આ છે થાઈલેન્ડની ઓળખ

થાઈલેન્ડમાં હર્બલ બામ માત્ર દુખાવો દૂર કરતું પ્રોડક્ટ નથી. ત્યાંના લોકોના રોજિંદા જીવનનો તે એક ભાગ છે. માથાનો દુખાવો, ગરદન કે ખભામાં જકડાણ, સ્નાયુઓમાં દુખાવો, સામાન્ય મોચ અથવા જીવજંતુ કરડે ત્યારે લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. એટલા માટે જ આ બામ તમને માત્ર મેડિકલ સ્ટોરમાં નહીં, પરંતુ 7-Eleven, સુપરમાર્કેટ, લોકલ માર્કેટ અને એરપોર્ટ સુધી લગભગ દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે.

આખરે તેમાં એવું શું હોય છે?

થાઈલેન્ડમાં મળતા મોટા ભાગના હર્બલ બામમાં કુદરતી તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે મેન્ટોલ, કપૂર, કાજેપુટ ઓઇલ, લવિંગનું તેલ, પેપરમિન્ટ અને અન્ય એસેન્શિયલ ઓઇલનો સમાવેશ થાય છે. આ કારણે બામ લગાવ્યા બાદ શરૂઆતમાં ઠંડક અને પછી હળવી ગરમાહટનો અનુભવ થાય છે. જોકે, નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે આ કોઈ ગંભીર બીમારીની દવા નથી. કેટલાક લોકોને દુખાવો અથવા જકડાણમાં કામચલાઉ રાહત મળી શકે, પરંતુ દરેક વ્યક્તિમાં તેનો અસરકારક પરિણામ એકસરખું હોય એવું જરૂરી નથી.

પ્રવાસીઓ સૌથી વધુ કેમ ખરીદે છે?

  • થાઈલેન્ડની હર્બલ બામ પ્રવાસીઓમાં લોકપ્રિય થવાના ઘણા કારણો છે.
  • કિંમત ઓછી હોવાથી સરળતાથી ખરીદી શકાય છે.
  • નાની પેકિંગ હોવાથી ખિસ્સા કે બેગમાં સરળતાથી રાખી શકાય છે.
  • લગભગ દરેક દુકાનમાં ઉપલબ્ધ હોવાથી શોધવાની ઝંઝટ રહેતી નથી.

આ કારણે ઘણા પ્રવાસીઓ પોતાના ઉપયોગ ઉપરાંત મિત્રો અને પરિવારજનો માટે પણ મોટી સંખ્યામાં બામ ખરીદે છે. ધીમે-ધીમે આ બામ થાઈલેન્ડના સૌથી લોકપ્રિય સોવેનિયરમાં સામેલ થઈ ગયો છે.

ટાઈગર બામ અને થાઈ બામ એક જ નથી

ઘણા લોકો દરેક હર્બલ બામને 'ટાઈગર બામ' માની લે છે, પરંતુ બંને અલગ છે.

ટાઈગર બામ એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે, જેની શરૂઆત દક્ષિણ-પૂર્વ એશિયામાં થઈ હતી અને આજે દુનિયાભરમાં વેચાય છે. જ્યારે થાઈલેન્ડમાં સ્થાનિક સ્તરે બનતા અનેક હર્બલ બામ બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે, જેની સુગંધ, ફોર્મ્યુલા અને ઉપયોગ અલગ-અલગ હોઈ શકે છે.

આ પણ વાંચો- 2 દિવસમાં જ ભારત આવવાના હતા, એ પહેલા જ અમેરિકામાં ભારતીય એન્જિનિયરને કાળ ભરખી ગયો, આરોપી પણ ભારતીય

બામ કરતાં પણ વધુ લોકપ્રિય છે 'યા ડોમ'

જો તમે ક્યારેય થાઈલેન્ડ જાઓ તો બીજી એક વસ્તુ લગભગ દરેક વ્યક્તિ પાસે જોવા મળશે – 'યા ડોમ'. આ એક નાનું હર્બલ ઇન્હેલર છે, જેને લોકો નાક પાસે રાખીને સૂંઘે છે. તેમાં પણ સામાન્ય રીતે મેન્ટોલ, કપૂર અને અન્ય એસેન્શિયલ ઓઇલ હોય છે. સ્થાનિક લોકો તાજગી અનુભવવા અથવા હળવી ચક્કર, ઉબકા જેવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરે છે. જોકે, ડોક્ટરોનું કહેવું છે કે તેના ફાયદા અંગે હજુ મર્યાદિત વૈજ્ઞાનિક અભ્યાસ ઉપલબ્ધ છે. તેથી તેને કોઈ રોગની સારવાર તરીકે જોવું યોગ્ય નથી.

ખરીદવી જોઈએ કે નહીં?

જો તમે થાઈલેન્ડ ફરવા જવાના હો, તો હર્બલ બામ એક સસ્તું અને ઉપયોગી સુવેનિયર બની શકે છે. પરંતુ તેને ચમત્કારી દવા માનવાની ભૂલ કરવી નહીં. જો દુખાવો લાંબા સમય સુધી રહેતો હોય, એલર્જી થાય અથવા કોઈ ગંભીર આરોગ્ય સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જ જરૂરી છે. થાઈલેન્ડની આ નાનકડી બામ આજે માત્ર હર્બલ પ્રોડક્ટ નથી રહી, પરંતુ તે દેશની મુસાફરીનું એક પ્રતીક બની ગઈ છે. કદાચ એટલે જ થાઈલેન્ડથી પરત ફરતા લાખો પ્રવાસીઓ પોતાના સામાનમાં તેના માટે ખાસ જગ્યા રાખે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Thailand Herbal Balm Thailand Souvenir Thailand Travel

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ