બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:04 PM, 13 October 2022
ADVERTISEMENT
લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહારના પર્યાવરણ-વન મંત્રી તેજ પ્રતાપ યાદવ અવનવી બાબતોને લઈ ચર્ચામાં રહે છે દર વખતે નવા વિષયને લઈને જ મેદાને ઉતરતા હોય છે. ક્યારેક કાર્યકર્તા સાથેનો વિવાદ હોય કે પછી ભક્તિવાળી વાત હોય એજ રીતે ફરી વાર તેજ પ્રતાપ યાદવ સાથે એવું તો શું થયું જેને તે ચમત્કાર સમજી રહ્યાં છે. તેમણે બધુવારે જણાવ્યું કે, તેમની સાથે ચમત્કાર થયો છે અને તે ચમત્કાર શિરડી વાળા સાંઈ બાબાએ કર્યું છે. %5Etfw">@TejYadav14
बिहार के मंत्री तेज प्रताप यादव का दावा... शिरडी के साईं बाबा को याद किया और सोचा उनका भभूत मिल जाए. घर पर अपने ऑफिस में गया तो टेबल पर मिला भभूत का पैकेट. @TejYadav14
— Shubham (@Shubhamsc_) October 13, 2022
Video- @iajeetkumar pic.twitter.com/Ke7vrsbQjv
ADVERTISEMENT
તેજ પ્રતાપ યાદવે શું કહ્યું
તેજ પ્રતાપ યાદવે જણાવ્યું કે, હું ટીવી પર સાંઈ બાબાની સીરિયલ જોઈ રહ્યો હતો તે સમય મનોમન મેં વિચાર્યું કે મને બાબા આશીર્વાદ સ્વરૂપે ભભૂત મળી જાય. તેમણે કહ્યું કે, ભભૂતનો વિચાર કરી હુ બુધવારે મારા ઘરમાં જ બનાવેલી કાર્યાલય ઓફિસમાં ગયો ત્યારે મારી ઓફિસના ટેબલ પર ભભૂતનો પેકેટ પડ્યો હતો તે જોઈ હું વિચાર મગ્ન થઈ ગયો હતો. તેજ પ્રતાપે વધુમાં કહ્યું કે, મારા પર સાંઈ બાબા અને કૃષ્ણની કૃપા છે તેમજ તુરંત શિરડી જઈ દર્શન કરવાની પણ વાત કરી હતી.
ભભૂતથી દરેક રોગ નષ્ઠ થઈ જાય?
બિહારના મંત્રી તેજ પ્રતાપ યાદવે કહ્યું તે શિરડીના સાંઈ બાબા મંદિરના સભ્ય છે. તેમના પિતા લાલુ પ્રસાદ પણ સભ્ય છે પરંતુ ક્યારે પણ ભભૂત મંગાવી નથી. તેજ પ્રતાપે કહ્યું કે, શિરડીના સાઈં બાબાની ભભૂત લગાવવાથી દરેક બિમારી, રોગ નાશ પામે છે તે માટે ભભૂત મળી જાય તેવું વિચાર્યું હતું. તેમણે કહ્યું કે, શિરડીના સાંઈ બાબને તેમના ટેબલ પર ભભૂતના પેકટ મૂક્યું છે. તે સમગ્ર ઘટના બાબતે તેજ પ્રતાપ યાદવ ચમત્કાર પણ માને છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.