ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / વડોદરાના સમાચાર / Cricket / Krunal Pandya and wife Pankhuri blessed with baby boy
ADVERTISEMENT
ADVERTISEMENT
મળતી વિગત પ્રમાણે, ક્રિકેટર કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરી શર્મા લગ્નના લગભગ સાડા ચાર વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. ઉલ્લેખનીય છે કે, કૃણાલ પંડ્યા અને પંખુરી શર્માના લગ્ન 27 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરી શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
Kavir Krunal Pandya 🌎💙👶🏻 pic.twitter.com/uitt6bw1Uo
— Krunal Pandya (@krunalpandya24) July 24, 2022
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ છે કૃણાલ પંડ્યા
ADVERTISEMENT
કૃણાલ પંડ્યાનું ઘર બાળકની કિલકારીથી ગુંજી ઉઠ્યું છે અને તે પિતા બન્યો છે. કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરી શર્માએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ચાહકોને આ ખુશખબર આપી છે. કૃણાલ પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં તે તેની પત્ની પંખુરી શર્મા સાથે તેના પુત્રને કિસ કરી રહ્યો છે. બંનેએ પોતાના પુત્રનું નામ કવિર કૃણાલ પંડ્યા રાખ્યું છે.
ચાહકોએ સોશિયલ મીડિયામાં કૃણાલ પંડ્યાને આપ્યા અભિનંદન
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ચાહકો કૃણાલ પંડ્યાને અભિનંદન પાઠવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ભલે આ દિવસોમાં ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે, પરંતુ તેમ છતાં તે ચર્ચામાં છે.
કૃણાલ પંડ્યાએ કર્યા છે લવ મેરેજ
ADVERTISEMENT
આપને જણાવી દઇએ કે, કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. નાના ભાઈ હાર્દિક પંડ્યાની જેમ કૃણાલ પંડ્યા પણ ખૂબ જ રોમેન્ટિક છે અને તેણે પંખુરી સાથે લવ મેરેજ કર્યા હતા. પંખુરી શર્મા પણ મોડલ રહી ચુકી છે. કૃણાલ પંડ્યા પંખુરી સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતો, ત્યાર બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT