ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Fortunerને ટક્કર આપવા આવી રહી છે Kiaની ‘કિલર’ SUV, Hybrid-Diesel સાથે ધમાકેદાર એન્ટ્રી

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / Fortunerને ટક્કર આપવા આવી રહી છે Kiaની ‘કિલર’ SUV, Hybrid-Diesel સાથે ધમાકેદાર એન્ટ્રી

Last Updated: 07:55 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દક્ષિણ કોરિયન ઓટોમોબાઈલ કંપની કિયા ભારતીય માર્કેટમાં પોતાની પ્રથમ પ્રીમિયમ હાઇબ્રિડ 7-સીટર SUV 'કિયા સોરેન્ટો' (Kia Sorento) 4 સપ્ટેમ્બરે લોન્ચ કરવા જઈ રહી છે.

1/5

photoStories-logo

1. Fortunerને ટક્કર આપવા આવી રહી છે Kiaની ‘કિલર’ SUV, Hybrid-Diesel સાથે ધમાકેદાર એન્ટ્રી

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ માટે સપ્ટેમ્બર મહિનો અત્યંત ખાસ સાબિત થવા જઈ રહ્યો છે. પ્રીમિયમ 7-સીટર SUV સેગમેન્ટમાં પોતાનો દબદબો બનાવવા માટે કિયા (Kia) પોતાની નવી ધાંસુ કાર 'કિયા સોરેન્ટો' (Kia Sorento) લોન્ચ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. 4 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહેલી આ SUV કિયાની ભારત માટે પ્રથમ પ્રીમિયમ હાઇબ્રિડ કાર હશે. ભારતમાં આ કારનું ઉત્પાદન આંધ્રપ્રદેશ સ્થિત અનંતપુર ફેસિલીટીમાં થઈ રહ્યું છે, જેથી તે સ્પર્ધાત્મક કિંમતે ઉપલબ્ધ બની શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એન્જિન, પાવર અને પરફોર્મન્સ

કિયા સોરેન્ટો ભારતીય બજારમાં પેટ્રોલ હાઇબ્રિડ અને ડીઝલ બંને અવતારમાં રજૂ કરવામાં આવશે. આમાં 1.6-લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે ઈલેક્ટ્રિક મોટર અને પાવરફુલ બેટરી પેકનું સેટઅપ મળશે. આ મોડેલ 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમ સાથે આવશે. વૈશ્વિક માર્કેટમાં આ એન્જિન 227 HP નો પાવર અને 349 Nm નો ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ ચાહકો માટે 2.2-લીટર ટર્બોચાર્જ્ડ એન્જિન મળશે, જે 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. દમદાર લુક, કદ અને હાઈટેક કેબિન

સોરેન્ટોની લંબાઈ 4,815 mm, પહોળાઈ 1,900 mm અને વ્હીલબેસ 2,815 mm હશે. કિયાની કેરેન્સ (Carens) કરતા આનું કેબિન સાવ અલગ અને અત્યંત લક્ઝુરિયસ હશે. ડેશબોર્ડ પર ડ્યુઅલ ડિસ્પ્લે સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 12.3-ઈંચની ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને 12.3-ઈંચનું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પ્રીમિયમ ફીચર્સ અને સેફ્ટી

આ SUV માં ગ્રાહકોને ફર્સ્ટ-ક્લાસ સુવિધાઓ મળશે. જેમાં પેનોરેમિક સનરૂફ અને એમ્બિયન્ટ લાઇટિંગ, વેન્ટિલેટેડ ફ્રન્ટ અને સેકન્ડ રો (બીજી લાઇન) સીટ્સ, પાસંજર કમ્ફર્ટ માટે કેપ્ટન સીટ્સ ઓપ્શન, પાવર્ડ સીટ એડજસ્ટમેન્ટ અને વાયરલેસ ચાર્જિંગ, પ્રીમિયમ બોઝ (Bose) ઓડિયો સિસ્ટમનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. અંદાજિત કિંમત અને કોની સાથે થશે સ્પર્ધા?

ભારતમાં કિયા સોરેન્ટો આશરે ₹35 લાખ (એક્સ-શોરૂમ) ની શરૂઆતી કિંમતે લોન્ચ થઈ શકે છે. લોન્ચિંગ સાથે જ આ કારનો સીધો મુકાબલો ટોયોટા ફોર્ચ્યુનર (Toyota Fortuner), સ્કોડા કોડિયાક (Skoda Kodiaq), જીપ મેરિડિયન (Jeep Meridian), ફોક્સવેગન ટેરોન અને એમજી હેક્ટર ટોમાહોક પ્લગ-ઈન હાઇબ્રિડ જેવી પ્રીમિયમ SUV સાથે થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

KiaSorento KiaIndia HybridSUV
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ