ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / એક ચાર્જમાં 161 કિમી દોડશે, શું Bajaj Chetak અને TVS iQubeને ટક્કર આપશે Atherનું આ નવું સ્કૂટર?
5 ફોટો ગેલેરી
Last Updated: 07:19 PM, 29 August 2026
1/5
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની Ather Energyએ પોતાના Annual Community Day ઇવેન્ટમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Ather Konarc લોન્ચ કરી દીધું છે. જેમાં કંપનીએ તેની શરૂઆતી કિંમત 99,999 રૂપિયા નક્કી કરી છે. આ નવા સ્કૂટર સાથે Atherએ માસ-માર્કેટ એટલે કે બજેટ સેગમેન્ટમાં સીધી એન્ટ્રી કરી લીધી છે. 450 સિરીઝ અને Rizta પછી હવે કંપની આ મોડલ દ્વારા વધુને વધુ ગ્રાહકોને લક્ષ્યમાં લઈ રહી છે.
2/5
Ather Konarcને અલગ-અલગ રેન્જ ઓપ્શન સાથે બજારમાં ઉતારવામાં આવ્યું છે. 100 કિલોમીટર રેન્જવાળા બેઝ વેરિયન્ટની કિંમત 99,999 રૂપિયા છે, જ્યારે 125 કિલોમીટર રેન્જવાળા વેરિયન્ટની કિંમત 99,999 રૂપિયા રાખવામાં આવી છે. આ બંને મોડલની વેચાણ સપ્ટેમ્બર 2026થી શરૂ થશે. આ સિવાય 161 કિલોમીટર રેન્જવાળા વેરિયન્ટની કિંમત 1,44,999 રૂપિયા નક્કી કરાઈ છે.
ADVERTISEMENT
3/5
4/5
આ નવું સ્કૂટર Atherના નેક્સ્ટ-જનરેશન EL પ્લેટફોર્મ પર તૈયાર કરાયેલું પહેલું મોડલ છે. કંપનીના જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મને વધુ સારી પરફોર્મન્સ અને સરળ મેન્યુફેક્ચરિંગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. 450 સિરીઝ બાદ આ કંપનીનું પહેલું નવું વ્હીકલ પ્લેટફોર્મ છે, જેના પર આગળ જતાં કંપનીના અનેક અન્ય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ પણ તૈયાર થશે. ડિઝાઇનની વાત કરીએ તો સ્પોર્ટી 450 સિરીઝની સરખામણીએ Konarcને સરળ અને ફેમિલી-ફ્રેન્ડલી લુક આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
5/5
કિંમત અને રેન્જના મામલે Ather Konarcનો સીધો મુકાબલો બજારમાં પહેલેથી હાજર TVS iQube અને Bajaj Chetak C2501 જેવા પોપ્યુલર સ્કૂટર સાથે થશે. 99,999 રૂપિયાના શરૂઆતી પ્રાઇસ ટેગ સાથે તે TVS અને બજાજના બેઝ મોડલ્સને કડક ટક્કર આપે છે. જ્યારે તેનું 125 કિલોમીટર રેન્જવાળું વેરિયન્ટ Atherના પોતાના Rizta S મોડલના પ્રાઇસ બ્રેકેટમાં આવે છે પણ પ્રીમિયમ 450 સિરીઝની સરખામણીએ ઘણું બજેટ-ફ્રેન્ડલી ઓપ્શન બનીને સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ