ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / Karan johar house party row mla manjinder sirsa asks celebs to undergo dope test
ADVERTISEMENT
શિરોમણી અકાળી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ હવે કરણ જોહરની હાઉસ પાર્ટીને લઇને સ્ટાર્સ પર ડ્રગ્સ લેવાનો લેવાનો આરોપ લગાવ્યો છે. સોશ્યલ મીડિયા પર ધારાસભ્ય સેલેબ્સ વિરુદ્ઘ મોર્ચો કરી રહ્યા છે.
ADVERTISEMENT
ધારાસભ્ય અનુસાર, તેઓ આ સેલેબ્સને નશાની હાલતમાં જોવા માંગે છે. મનજિંદર સિરસાએ માંગ કરી છે કે, આ પાર્ટીમાં નજર આવી રહેલા તમામ સ્ટાર્સે જો ડ્રગ્સ નથી કર્યા તો ડોપ ટેસ્ટ કરાવે.
ADVERTISEMENT
Since @IshitaYadav is so furiously defending the celebs & advocating their innocence in drugs... Let us all request @karanjohar @shahidkapoor @Varun_dvn @arjunk26 @deepikapadukone to get DOPE TEST done & share report on twitter
— Manjinder S Sirsa (@mssirsa) July 31, 2019
Pls prove me wrong by dope test report Ishita Ji https://t.co/ZtjcHC9YS2
ADVERTISEMENT
વાસ્તવમાં સોશ્યલ મીડિયા યૂઝર્સે સિરસાને પૂછ્યુ કે, ''કેમ તમને ચિંતા થઇ રહી છે કે સ્ટાર્સે ડ્રગ્સ લીધા છે?'' જવાબમાં ધારાસભ્યએ લખ્યુ કે, ''તમે આ સેલેબ્સનો બચાવ કરી રહ્યા છે અને ડ્રગ્સ લેવા પર તેમની નિર્દોષતાની વકાલત કરી રહ્યા છે. ચલો, આપણે કરણ જોહર, શાહિક કપૂર, વરૂણ ધવન, દીપિકા પાદુકોણ, અર્જૂન કપૂરના ડોપ ટેસ્ટ કરાવવાની માંગ કરીએ. પછી આ રિપોર્ટને ટ્વિટર પર શૅર કરીને તમે મને ખોટા સાબિત કરી લો.''
ADVERTISEMENT
#UDTABollywood - Fiction Vs Reality
— Manjinder S Sirsa (@mssirsa) July 30, 2019
Watch how the high and mighty of Bollywood proudly flaunt their drugged state!!
I raise my voice against #DrugAbuse by these stars. RT if you too feel disgusted @shahidkapoor @deepikapadukone @arjunk26 @Varun_dvn @karanjohar @vickykaushal09 pic.twitter.com/aBiRxwgQx9
ADVERTISEMENT
અકાળી દળના ધારાસભ્ય મજિંદરના ટ્વીટ પર કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાએ રીટ્વીટ કરીને મજિંદરને જવાબ આપતા કહ્યુ કે, ''મારી પત્ની પણ આ પાર્ટીમાં હાજર હતી અને વીડિયોમાં પણ.. કોઇ સ્ટાર્સે ડ્રગ્સ નથી લીધુ. ખોટી અફવાહો ફેલાવવાનું બંધ કરો. આશા છે કે, તમે માફી માંગવાની હિંમત દેખાડશો.''
ADVERTISEMENT
My wife was also present that evening (and is in the video). Nobody was in a “drugged state” so stop spreading lies & defaming people you don’t know!
— Milind Deora मिलिंद देवरा (@milinddeora) July 30, 2019
I hope you will show the courage to tender an unconditional apology https://t.co/Qv6FY3wNRk
તમને જણાવી દઇએ કે, કરણ જોહરની આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, શાહિદ કપૂર પત્ની મીરા સાથે, અર્જૂન કપૂર, મલાઇકા અરોરા, વરૂણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા સાથે, ઝોયા અખ્તર, અયાન મુખર્જી શામેલ હતા. પાર્ટીના વીડિયોમાં સ્ટાર્સના એક્સપ્રેશનને લઇને સોશ્યલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ