ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દેશની સૌથી મોટી પરીક્ષા એજન્સીમાં નોકરીનો મોકો, સેલરી 2,00,000 સુધી

કરિયર / દેશની સૌથી મોટી પરીક્ષા એજન્સીમાં નોકરીનો મોકો, સેલરી 2,00,000 સુધી

Published By: Bijal Vyas

Last Updated: 02:00 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jobs NTA Recruitment 2026: NEET-UG પેપર લીક જેવી ઘટનાઓને કારણે વિવાદોમાં ઘેરાયેલી 'નેશનલ ટેસ્ટિંગ એજન્સી' (NTA) એ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે.

ADVERTISEMENT

NEET-UG પેપર લીક જેવી ઘટનાઓને કારણે વિવાદોમાં ઘેરાયેલી 'નેશનલ ટેસ્ટિંગ એજન્સી' (NTA) એ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. જાહેરનામા અનુસાર, ગ્રુપ A અને ગ્રુપ B ની જગ્યાઓ માટેની ભરતી 'ડેપ્યુટેશન' અથવા 'ફોરેન સર્વિસ'ના ધોરણે કરવામાં આવશે. રસ ધરાવતા અને પાત્ર અધિકારીઓ નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને 7 ઓગસ્ટ, 2026 ના રોજ સાંજે 5:00 વાગ્યા સુધીમાં અરજી કરી શકે છે. અરજીઓ સંબંધિત 'કેડર કંટ્રોલિંગ ઓથોરિટી' અથવા મૂળ વિભાગ મારફત જ સબમિટ કરવાની રહેશે.

જાહેરનામા અનુસાર, કુલ નવ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. તેમાં જોઈન્ટ ડિરેક્ટર, રિસર્ચ સાયન્ટિસ્ટ ‘C’, ડેપ્યુટી ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર અને સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ/સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ (એકાઉન્ટ્સ)ના હોદ્દાઓનો સમાવેશ થાય છે. સાતમા પગાર પંચ મુજબ, આ જગ્યાઓ માટેના પગાર ધોરણો 'પે લેવલ 7' થી 'પે લેવલ 12' સુધીના છે.

ત્રણ વર્ષ માટે થશે પ્રતિનિયુક્તિ

NTA અનુસાર, અધિકારીઓની પ્રતિનિયુક્તિ શરૂઆતમાં ત્રણ વર્ષના સમયગાળા માટે રહેશે. શિક્ષણ, ટેકનીકલ કામગીરી, વહીવટ, નાણાં અથવા કાયદા જેવા ક્ષેત્રોમાં અનુભવ ધરાવતા અધિકારીઓને અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષાઓના સંચાલન, આયોજન, સંકલન અને પરીક્ષા મેનેજમેન્ટમાં બહોળો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

job-railway-1

ઉંમર સીમા શું છે

NTA એ આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 56 વર્ષ નક્કી કરી છે. ઉમેદવારોએ અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં સંબંધિત પદ માટે નિર્ધારિત શૈક્ષણિક લાયકાત, અનુભવ અને સેવા-સંબંધિત પાત્રતાના માપદંડો પૂર્ણ કરવા જરુરી છે. માત્ર એવા અધિકારીઓ જ અરજી કરવા માટે પાત્ર છે જેઓ હાલમાં સંબંધિત વેતન સ્તર પર નિયમિત ધોરણે ફરજ બજાવી રહ્યા છે. ACP, MACP અથવા એડ-હોક (તદર્થ) ધોરણે સમાન વેતન સ્તર મેળવતા અધિકારીઓ અરજી કરવા માટે પાત્ર રહેશે નહીં.

કયા- ક્યા દસ્તાવેજ જરુરી?

અરજી સાથે વિભાગનું 'ના-વાંધા પ્રમાણપત્ર' (NOC), અગાઉના વર્ષોના APARs, વિજિલન્સ ક્લિયરન્સ, પ્રામાણિકતા અંગેનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજો જોડવા ફરજિયાત છે. અધૂરી અરજીઓ અથવા નિર્ધારિત પ્રક્રિયા મુજબ રજૂ ન કરાયેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ લોન ન ભરો તો બેન્ક કયા સંજોગોમાં મિલકત કબજે કરી શકે? RBIના નવા નિયમો સમજો

કેવી રીતે કરવી અરજી

નિર્ધારિત અરજીઓ ટપાલ દ્વારા ડાયરેક્ટર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, ફર્સ્ટ ફ્લોર, NSIC-MDBP બિલ્ડિંગ, ઓખલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, નવી દિલ્હી-110020 ના સરનામે મોકલવી જરુરી છે. આ ઉપરાંત, અરજીની એક નકલ [email protected] પર ઈમેલ દ્વારા પણ મોકલવી જરૂરી છે. પાત્રતા, અરજી પ્રક્રિયા અને ભરતી સંબંધિત અન્ય વિગતો અંગેની માહિતી NTAની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનામાં જોઈ શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

jobs nta recruitment 2026 apply last date and salary group a b posts

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ