ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / VTV વિશેષ / તમારા કામનું / લોન ન ભરો તો બેન્ક કયા સંજોગોમાં મિલકત કબજે કરી શકે? RBIના નવા નિયમો સમજો

EXPLAINER / લોન ન ભરો તો બેન્ક કયા સંજોગોમાં મિલકત કબજે કરી શકે? RBIના નવા નિયમો સમજો

Published By: Nidhi Panchal

Last Updated: 09:52 AM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા કિસ્સાઓમાં લોનધારક લોન ચૂકવી શકતો નથી, ત્યારે બાકી રકમના બદલામાં બેંક તેની મિલકત પોતાના કબજામાં લે છે. જોકે બેંકનો વ્યવસાય રિયલ એસ્ટેટ રાખવાનો નથી. તેથી આવી મિલકતોનું મૂલ્યાંકન, સંચાલન અને વેચાણ પારદર્શક રીતે થાય તે માટે RBIએ 1 ઓક્ટોબર 2026થી નવા અને એકસરખા નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે

ADVERTISEMENT

હોમ લોન, બિઝનેસ લોન કે અન્ય કોઈ પણ લોન ચૂકવવામાં ડિફોલ્ટ થાય તો બેંક સીધી તમારી મિલકત કબજે કરી શકે છે? આ સવાલ ઘણા લોકોના મનમાં રહે છે. હવે આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ નવા અને સ્પષ્ટ નિયમો જાહેર કર્યા છે. 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવનારા આ નિયમો હેઠળ બેંકો કઈ પરિસ્થિતિમાં મિલકત પોતાના નામે લઈ શકશે, તેની કિંમત કેવી રીતે નક્કી કરશે અને કેટલા સમય સુધી રાખી શકશે તે અંગે વિગતવાર ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.

RBI-simple

RBIને નવા નિયમોની જરૂર કેમ પડી?

ઘણા કિસ્સાઓમાં લોનધારક લોન ચૂકવી શકતો નથી, ત્યારે બાકી રકમના બદલામાં બેંક તેની મિલકત પોતાના કબજામાં લે છે. જોકે બેંકનો વ્યવસાય રિયલ એસ્ટેટ રાખવાનો નથી. તેથી આવી મિલકતોનું મૂલ્યાંકન, સંચાલન અને વેચાણ પારદર્શક રીતે થાય તે માટે RBIએ એકસરખા નિયમો બનાવ્યા છે.

શું છે SNFA?

RBIએ આવી મિલકતોને Specified Non-Financial Assets (SNFA) નામ આપ્યું છે.

સરળ ભાષામાં સમજીએ તો

જ્યારે લોનધારક લોન ચૂકવી શકતો નથી અને તેના બદલામાં બેંક મિલકત પોતાના નામે લે છે, ત્યારે તે મિલકત SNFA ગણાશે.આ નિયમ SARFAESI Act સહિત અન્ય કાયદા હેઠળ કબજે કરાયેલી મિલકતો પર પણ લાગુ પડશે.પરંતુ મિલકતનો કાયદેસર માલિકી હક બેંકના નામે ટ્રાન્સફર થયા પછી જ તેને SNFA ગણવામાં આવશે.સૌથી મહત્વની વાત એ છે કે, જે લોન પહેલેથી NPA (Non-Performing Asset) જાહેર થઈ ગઈ હોય, તેવા કેસમાં જ આ પ્રક્રિયા લાગુ પડશે.

મિલકતની કિંમત કેવી રીતે નક્કી થશે?

RBIએ બેંકોને મનફાવે તેવી કિંમત લખવાની છૂટ આપી નથી. નવા નિયમો મુજબ મિલકતની કિંમત ઓછામાં ઓછી બે સ્વતંત્ર મૂલ્યાંકનકારો નક્કી કરશે. બેંક પોતાના બેલેન્સ શીટમાં મિલકતની એન્ટ્રી લોનની બાકી કિંમત અથવા ડિસ્ટ્રેસ સેલ વેલ્યૂ – બંનેમાંથી જે ઓછી હોય તે પ્રમાણે કરશે. જો મિલકતથી માત્ર લોનનો અમુક હિસ્સો જ વસૂલ થયો હોય તો બાકીની લોનને 'રિસ્ટ્રક્ચર્ડ લોન' તરીકે ગણવામાં આવશે. બેંક મિલકત કેટલા સમય સુધી રાખી શકશે?

RBIએ સ્પષ્ટ કહ્યું છે કે બેંકો લાંબા સમય સુધી આવી મિલકતો રાખી શકશે નહીં.

દરેક બેંકે પોતાની પોલિસી બનાવવી પડશે જેમાં મિલકત ક્યારે કબજે કરવી, ક્યારે વેચી દેવી, કેટલી મિલકતો રાખી શકાય, અને વેચાણ માટે મહત્તમ સમયમર્યાદા શું હશે, તેનો ઉલ્લેખ કરવો ફરજિયાત રહેશે. 7 વર્ષની અંદર વેચવી પડશે. નવા નિયમો મુજબ બેંકે આવી મિલકત વધુમાં વધુ 7 વર્ષમાં વેચી દેવી પડશે.

ડિફોલ્ટ કરનારને જ મિલકત પાછી વેચી શકાશે?

ના.

RBIએ સ્પષ્ટ મનાઈ કરી છે કે બેંક કબજે કરેલી મિલકત ફરીથી તે જ ડિફોલ્ટર અથવા તેના સંબંધિત વ્યક્તિને વેચી શકશે નહીં. મોટાભાગના કિસ્સામાં મિલકતનું વેચાણ જાહેર હરાજી દ્વારા કરવું પડશે.

RBI-simple-3

હવે બેંકોએ શું જાહેર કરવું પડશે?

  • RBIએ ખુલાસાના નિયમો પણ કડક બનાવ્યા છે.
  • SNFAને Gross NPA કે Net NPAમાં ગણવામાં આવશે નહીં.
  • બેંકોને તેને અલગ હેડ હેઠળ દર્શાવવું પડશે.
  • RBIના CIMS પોર્ટલ પર પણ તેની વિગતવાર માહિતી આપવી પડશે.

જૂના કેસમાં શું થશે?

30 સપ્ટેમ્બર 2026 સુધી બેંકો પાસે રહેલી આવી મિલકતો માટે એક વર્ષની મુદત આપવામાં આવી છે. એટલે કે, તમામ જૂના કેસોને 30 સપ્ટેમ્બર 2027 સુધી નવા નિયમો પ્રમાણે લાવવા પડશે.

સામાન્ય લોકો માટે આનો અર્થ શું?

આ નિયમનો અર્થ એવો નથી કે બેંક કોઈપણ સમયે તમારી મિલકત કબજે કરી શકે. પહેલા લોન NPA બનવી જરૂરી છે, ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ મિલકત બેંકના નામે આવશે. RBIનું માનવું છે કે આ ફ્રેમવર્કથી મિલકત કબજે કરવાની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે, બેંકો લાંબા સમય સુધી રિયલ એસ્ટેટ રાખશે નહીં અને લોન વસૂલાતની સમગ્ર પ્રક્રિયામાં એકરૂપતા આવશે.

આ પણ વાંચો : ગામડામાં રહે છે, પણ ખેતી કરે છે આફ્રિકામાં, સ્માર્ટફોનથી કરોડોનો પાક ઉગાડે છે ગુજરાતી ખેડૂતો

આટલું યાદ રાખજો

  • 1 ઓક્ટોબર 2026થી નવા નિયમો અમલમાં આવશે.
  • માત્ર NPA બનેલી લોનમાં જ મિલકત કબજે થઈ શકશે.
  • ઓછામાં ઓછી બે વેલ્યુઅર મિલકતની કિંમત નક્કી કરશે.
  • બેંકે 7 વર્ષની અંદર મિલકત વેચવી પડશે.
  • ડિફોલ્ટરને મિલકત પાછી વેચી શકાશે નહીં.
  • જૂના કેસો માટે 30 સપ્ટેમ્બર 2027 સુધીનો ટ્રાન્ઝિશન સમય આપવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RBI Rules Loan Default NPA

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ