ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / jammu and kashmir ghulam nabi azad article 370 congress sharad pawar mamata banerjee

જમ્મુ કાશ્મીર / ગુલામ નબી આઝાદની મોટી જાહેરાત: આગામી 10 દિવસમાં નવી પાર્ટીની કરશે જાહેરાત, 370ને લઈને આપ્યું મોટુ નિવેદન

Published By: Pravin

Last Updated: 03:28 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામા આપનારા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે ફરી એક વાર મોટુ નિવેદન આપ્યું છે.

ADVERTISEMENT

  • ગુલામ નબી આઝાદે બારામુલ્લાની એક રેલીમાં સંબોધન કર્યું હતું
  • આગામી 10 દિવસમાં નવી પાર્ટીની કરશે જાહેરાત
  • આર્ટિકલ 370ને લઈને કરી આ મોટી વાત

ગુલામ નબી આઝાદે આર્ટિકલ 370 ને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક જાહેરસભાને સંબોધન કરતા કહ્યું કે, આર્ટિકલ 370ને હું, શરદ પવાર કે મમતા બેનર્જી કોઈ પાછુ લઈ શકીએ નહીં. આઝાદે આ રેલીમાં કહ્યું કે, તે આગામી 10 દિવસમાં નવી પાર્ટીની જાહેરાત કરશે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ છોડ્યાને તુરંત બાદ આઝાદે કહ્યું હતુ કે, જમ્મુ કાશ્મીરમાં હું આવી રહ્યો છું. તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં નવી પાર્ટી સાથે ઉતરવાની વાત કરી હતી. આ 73 વર્ષિય નેતાએ 26 ઓગસ્ટના રોજ કોંગ્રેસ છોડતા પહેલા પાર્ટીમાં લગભગ 5 દાયકા વિતાવ્યા હતા. સંસદના બંને સદનમાં રહ્યા, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સહિત અન્ય કેટલાય મહત્વના પદ પર રહ્યા હતા. 

આઝાદે શનિવારે કોંગ્રેસના એ નિવેદન પર જવાબ આપ્યો જેમાં આરોપ લગાવ્યો હતો કે, તેમનું રિમોટ કંટ્રોલ પીએમ મોદીના હાથમાં છે. આ સંકેત આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાઓના રિમોટ કંટ્રોલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હાથમાં છે. આઝાદે મીડિયાને કહ્યું કે, તેઓ કોઈના દ્વારા નિયંત્રિત નથી. હું તેમની જેવો નથી. તેમનું રિમોટ કંટ્રોલ બીજે ક્યાંક છે. મારુ રિમોટ કંટ્રોલ મારી પાસે છે. હું આઝાદ છું. તેઓ ગુલામ છે. હું નબી (પયગંબર)નો ગુલામ છું. તેઓ બીજા કોઈના ગુલામ છે. હું એ જાહેર કરવા નથી માગતો કે, કોંગ્ર્સે અથવા અન્ય પાર્ટીના નેતા કોના નિયંત્રણમાં છે. 

ગત 8 સપ્ટેમ્બરે જમ્મુના ભદેરવાહમાં એક રેલીને સંબોધન કરતા ગુલામ નબી આઝાદે ખુલાસો કર્યો હતો કે, તેમણે રાજીનામુ આપ્યા બાદ સોનિયા ગાંધી ્ને રાહુલ ગાંધી પર જાહેરમાં ટિપ્પણી કેમ કરી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ તરફથી મારા માટે નિદાંત્મક ભાષાનો ઉપયોગ કર્યા બાદ મ ને જવાબ આપવા માટે મજબૂર કર્યો. સોનિયા ગાંધીને સંબોધન કરીને પોતાના પાંચ પન્નાના ત્યાગપત્રમાં આઝાદે રાહુલ ગાંધી પર કોંગ્રેસની બરબાદીનું ઠીકરુ ફોડ્યું હતું. તેમણે વરિષ્ઠ નેતાઓને સાઈડમાં કરીને તેમના કાર્ય યોજના લાગૂ નહીં કરવા, જી 23 નેતાઓને અપમાનિત કરવાવાળા અભિનંદન અને અધ્યક્ષ નહીં હોવા છતાં પણ રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસને કંટ્રોલમાં કરવા પર સવાલો ઊભા કર્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Ghulam Nabi Azad Jammu and Kashmir article 370 congress jammu and kashmir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ