અમદાવાદઃ આવતીકાલે ભગવાન જગન્નાથની 414મી રથયાત્રા નીકળશે. ભક્તો પણ ભગવાનની રથયાત્રાને લઈ ઉત્સાહિત છે. ત્યારે રથયાત્રા પૂર્વે મંદિર અને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે ભગવાને સોનાવેશ ધારણ કર્યા. 11 વાગે મંદિરના પ્રાંગણમાં પૂજા અર્ચના માટે ત્રણ રથ મૂકાશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો.
આ ત્રણેય રથની ત્રણ વાગે પૂજા અર્ચના કરવામાં આવશે. પૂજા અર્ચનામાં કોંગ્રેસના આગેવાનો અમિત ચાવડા પરેશ ધાનાણી ભરતસિંહ શક્તિસિંહ ગોહિલ હાજર રહેશે. તો સવારે 11 કલાકે હાર્દિક પટેલ પણ મંદિરમાં દર્શનાર્થે આવશે.
જ્યારે સાંજે છ વાગે સીએમ રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલ પૂજા આરતી કરશે. આ અગાઉ સાંજે ચાર વાગે કાયદા અને વ્યવસ્થાને લઈ શાંતિ સમિતીની બેઠક પણ યોજાશે. તો સાંજે આઠ વાગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ સંધ્યા આરતી કરશે.
આજે એરોસ્ટેટ હીલિયમ બલુનનું કરાશે ટેસ્ટિંગ
આવતીકાલે ભગવાનની જગન્નાથની 141મી રથયાત્રા નીકળશે. જેના પગલે આજે એરોસ્ટેટ હિલીયમ બલુનનું ટેસ્ટિંગ કરાશે. ઈઝરાયલથી મંગાવવામાં આવેલા આ હિલિયમ બલુનના ટેસ્ટિંગનું નિરિક્ષણ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા કરશે. જેમાં ACS હોમ અને પ્રિન્સિપલ સેક્રેટરી પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે રથયાત્રાની સુરક્ષાને આધુનિક સુરક્ષાથી સજ્જ કરવામાં આવી છે.