ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Rathyatra / jagananath-temple-preparations-for-rathayatra-ahmedabad

NULL / જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારી અષાઢી બીજના દિવસે ભગવાન આપશે દર્શન

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અમદાવાદઃ અષાઢ મહિનાની બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે અમદાવાદમાં રથયાત્રા પર્વનો એક અનેરું મહત્વ છે. જો કે અષાઢી બીજના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાદી છે ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 

તો સાથે જ ભગવાનનું મોસાળ ગણાતું સરસપુરમાં પણ લોકો ભગવાનનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તૈયારીના ભાગરૂપે મંદિરમાં પર સમારકામ અને જે રથમા સવાર થઈને ભગવાન તેમના ભાઈ અને બહેન સાથે બિરાજમાન થઈને નગરનું પરિભ્રમણ કરશે તે રથોનું શાઝ શણગારવાનું કાર્ય પણ જોર શોરથી ચાલી રહ્યું છે. તો રથયાત્રાના પાવન પર્વની ભગવાનના ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે પર્વ નિમિત્તે ભગવાન જલ્દીજ પોતાના મંદિરથી બહાર આવીને ભક્તોને દર્શન આપીને ધન્ય કરશે.

ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા અષાઢી બીજે ખૂબ ધામધૂમથી નીકળશે. જગન્નાથજી મંદિર અને સરસપુર મંદિર તરફથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર એ ભગવાનના મામા નું ઘર કહેવાય છે જે મંદિરમાં પણ તૈયારીઓ શરુ કરાઇ છે જેમાં મંદિરનું સમારકામ અત્યારે ચાલી રહ્યું છે. ત્યારે પૌરાણિક પરંપરા અનુસાર જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે આવતા હોય છે.

જ્યારે ભગવાન આવે અને તેમના સ્વાગત માટે પણ શ્રદ્ધાધાળુ અત્યારથી આતુર બન્યા છે. વર્ષમાં એક વાર બહેન સુભદ્રાજી ભાઈ બલભદ્રજી અને જગતનો નાથ જગન્નાથજી શ્રદ્ધાધાળુઓને દર્શન આપવા મંદિરની બહાર નીકળીને અમદાવાદ શહેરના રસ્તાઓ પર નીકળે છે ગુજરાત અને ગુજરાત બહારથી લોકો રથયાત્રા દરમિયાન જગન્નાથજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે.

જગન્નાથજીનું મામેરૂ કરશે બારોટ પરિવાર 
આ રથયાત્રાના તહેવારમાં મામેરાનું પણ ખાસ આગવું મહત્વ છે. જે મામેરૂ સરસપુરના લોકો દ્વારા ભગવાન જગન્નાથને આપવામાં આવે છે. તો સરસપુરના લોકો મામેરા માટે વર્ષોથી રાહ જોતા હોય છે કે ક્યારે તેઓ ભગવાનનું મામેરું ભરે. ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરૂ ભરવાનું સૌભાગ્ય મીનાબેન ધીરુભાઈ બારેટને મળ્યું છે. જેઓ છેલ્લા 18 વર્ષથી મામેરું ચઢાવાના બુકીંગમાં નામ નોંધાવી રહ્યા હતા.

તો 18 વર્ષના લાંબા સમય બાદ મીનાબેન ધીરુભાઈને તેમની ભક્તિનો લ્હાવો મળ્યો છે. અત્યારથી તેમના પરિવારે મામેરાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તેમના સમગ્ર ઘર પરિવારમાં ભગવાનનું મામેરું ભરવાને લઈને આનંદ છવાઈ ગયો છે. હવે તેઓ આતુરતાથી તે દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે તેઓ ભગવાનનું મામેરું ચઢાવશે અને ધન્યતા પ્રાપ્ત કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ