બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / It is still necessary to have a passport to visit this country

ગજબ / આ છે માત્ર 50 હજારમાં ખરીદેલો જમીનનો ટુકડો, જે આજે ઓળખાય છે એક દેશના નામથી, જ્યાં પાસપોર્ટ વિના નો એન્ટ્રી

Vishal Khamar

Last Updated: 04:22 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના એક આર્ટિસ્ટે વર્ષો પહેલા 610 ડોલરમાં અમેરિકાના ઉટાહ વિસ્તારની જમીન ખરીદી હતી. બાદમાં તેને આ વિસ્તારને અલગ દેશ જાહેર કરી દીધો હતો. જ્યાં આવવા માટે પાસપોર્ટ પણ ઈશ્યુ કરવાનું શરૂ કર્યુ છે.

અમેરિકાના ઉટાહમાં એક નાનકડી જગ્યાને એક આર્ટિસ્ટે સંપ્રભુ રાષ્ટ્ર ઘોષીત કર્યુ છે. આ નાનકડા દેશનો એક અલગ ધ્વજ પણ છે. જ્યારે આપણે વિદેશમાં ફરવા જઈયે છીયે ત્યારે આપણે પાસપોર્ટ રજૂ કરવો પડે છે પરંતુ આપણે અમેરિકાના આ વિસ્તારમાં જવા ઈચ્છતા હોઈયે તો આ નાનકડા દેશનો પણ પાસપોર્ટ રજૂ કરવો પડે છે. કારણ કે આ દેશના માલીકે તેનો પાસપોર્ટ પણ બહાર પાડ્યો છે.

વર્ષ 2005માં જૈક લેન્ડબર્ગ નામના એક આર્ટિટેસ્ટે અમેરિકાની 2 એકર જમીન 610 ડોલરમાં ખરીદી હતી. આ જમીન રણ વિસ્તારમાં આવેલી છે. થોડા સમય બાદ તેને આ વિસ્તારને અલગ રિપબ્લીક દેશ જાહેર કરી દીધો હતો. જેનું નામ પોતાના નામ પરથી જ રાખ્યુ હતુ "જૈકીસ્તાન". આ વિસ્તારમાં એક પણ ઘર આવેલુ નથી. 


આ અંગે જૈકે જણાવ્યુ હતુ કે, જ્યારે મે આ જમીન ખરીદી હતી ત્યારે અમેરિકા દેશમાં રાજકીય માહોલ સારો ન હતો. જેથી તેને લાગ્યુ હતુ કે તે રાજનેતાઓ કરતા સારી રીતે દેશને ચલાવી શકે છે. માટે તેને આ વિસ્તારને દેશ જાહેર કર્યો હતો. જૈકીસ્તાન વિસ્તારની સૌથી નજીકનું શહેર 100 કિલોમીટર દૂર આવેલુ છે. આ વિસ્તારમાં કોઈ પાકો રસ્તો પણ નથી, પાકો રસ્તો 25 કિલોમીટર દૂર છે. 

જૈકીસ્તાનમાં કોઈ વસવાટ કરતુ નથી, વર્ષ દરમિયાન કેટલાક દીવસ માટે જૈક અહીંયા આવે છે. આ જમીન પર પ્રવેશ માટે તેને એક પેટ્રોલ ગેટ, રોબોટ પણ રાખ્યો છે. તે પોતાની વેબસાઈટ પર આ વિસ્તારમાં પ્રવેશ માટે 40 ડોલરમાં પાસપોર્ટ પણ ઈશ્યુ કરે છે. 

વધુ વાંચોઃ OMG! રેસ્ટોરન્ટે ફ્રીમાં પાણી ન આપ્યું તો થયો દંડ, ગ્રાહક જીત્યો કેસ, આખરે 'રેલો' કઈ રીતે આવ્યો?


જૈકના કેટલાક મીત્રોએ જૈકીસ્તાનનો પાસપોર્ટ બનાવી રાખ્યો છે. તે મીત્રો અહીંયા મોજશોખ કરવા કેટલીકવાર આવતા રહે છે. જૈકે આ રણ વિસ્તારને સુધારવા માટે 8 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. અહીંયા વાતાવરણ ખરાબ જ રહે છે. દિવસે ભયંકર ગરમી અને રાત્રે ઠંડી પડે છે. જૈક ટેક્સ ભરતો હોવાથી તેની આ ગતિવિધિ ગેરકાયદેયર નથી ગણાતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

America Passport Utah Zaqistan અમેરિકા ઉટાહ જૈકીસ્તાન પાસપોર્ટ OMG
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ