બ્રેકિંગ ન્યુઝ
હૈદરાબાદથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. હકીકતે અહીં હૈદરાબાદના એક રેસ્ટોરન્ટ માલિકને ગ્રાહકને પાણી ફ્રીમાં ન આપવું ભારે પડ્યું છે. શખ્સને પાણી માટે પૈસા ચુકવવા પડ્યા. આટલું જ નહીં શખ્સ પાસેથી સર્વિસ ચાર્જના પૈસા પણ વસુલ કરવામાં આવ્યા હતા. જેના બાદ શખ્સે હૈદરાબાદના જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ-IIIમાં રેસ્ટોરન્ટના સામે એક કેસ નોંધાવ્યો છે.
ADVERTISEMENT

લાંબી કાયદાકીય લડાઈ બાદ આખરે શખ્સની જીત થઈ અને હૈદરાબાદના જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ-IIIમાં રેસ્ટોરન્ટના સામે કેસ નોંધાયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેસ્ટોરન્ટમાં ભોજન કર્યા બાદ જ્યારે શખ્સે પાણી માંગ્યું તો તેને પ્લાસ્ટિંકની બોટલનું પાણી આપવામાં આવ્યું.
ADVERTISEMENT
જેના બાદ તેમણે કહ્યું કે પ્લાસ્ટિકથી એલર્જી છે અને રેગ્યુલક વોટર જોઈએ છે. પરંતુ કર્મચારીએ તેને પાણી આપવાનો ઈનકાર કરી દીધો. ત્યાર બાદ શખ્સની પાસે 50 રૂપિયામાં અડધો લીટર પાણીની બોટલ ખરીદવા શિવાય કોઈ ઓપ્શન ન હતો.
આ કારણે વધ્યું બિલ
કસ્ટમર અનુસાર, રેસ્ટોરન્ટે બે ભોજનની ડિશ અને એક પાણીની બોટલ માટે કુલ 630 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું જેના પર 31.50 રૂપિયા સર્વિસ ટેક્સ પણ લીધો. ત્યાં જ રેસ્ટોરન્ટે પાણીની બોટલ અને સર્વિસ ટેક્સ બન્ને પર 5% CGST અને SGST લગાવ્યું, જેનાથી બિલ વધીને 695 રૂપિયા થઈ ગયું.
ADVERTISEMENT
.jpg)
શખ્સે કર્યો કેસ
કાયદાકીય લડાઈ બાદ આયોગે રેસ્ટોરન્ટને GSTની સાથે સર્વિસ ટેક્સના કુલ 33 રૂપિયા પરત આપવાનો આદેશ આપ્યો. તેના ઉપરાંત માર્ચથી 45 દિવસોની અંદર પીડિત ગ્રાહકને 5,000 રૂપિયા ભરપાઈ અને કેસના 1000 રૂપિયા ખર્ચ આપવાનો આદેશ આપ્યો.
ADVERTISEMENT
વધુ વાંચો: આ કેવું પક્ષી? જે અડધું છે નર અને અડધું છે માદા, ક્યારેય નહીં જોયો હોય આવો Video
આયોગે ચુકાદો આપતા પાણી આપવાથી ઈનકાર કરવા અને સર્વિસ ટેક્સ લગાવવાના નિયમને અસ્વીકાર્ય કર્યો. તેના માટે આયોગે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટને આદેશોને આધાર બનાવ્યા.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.