બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ભારત / ISRO Chief gave a big update about Chandrayaan 4

મોટું નિવેદન / ચંદ્રયાન 4ને લઇ ISRO ચીફે આપી મોટી અપડેટ, એસ. સોમનાથને કહ્યું 'હવે આ મિશન...'

Priyakant

Last Updated: 09:08 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan-4 Update Latest News: એસ. સોમનાથને કહ્યું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્રની સપાટી પર મનુષ્યને ઉતારવાનું દેશનું લક્ષ્ય નક્કી કર્યું છે

Chandrayaan-4 Update : ISRO એટલે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા એસ સોમનાથે ચંદ્રયાન-4ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. વાત જાણે એમ છે કે, એસ સોમનાથે કહ્યું છે કે, આ મિશન વિકાસની પ્રક્રિયામાં છે.  અવકાશ સંશોધન એક સતત પ્રક્રિયા છે અને દેશ ઝડપથી પ્રગતિના માર્ગ પર છે. સોમનાથે સતપાલ મિત્તલ સ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પત્રકારોને આ વાત કહી હતી. ડૉ.સોમનાથે કહ્યું કે ISRO તેના ચંદ્ર મિશન માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્રની સપાટી પર મનુષ્યને ઉતારવાનું દેશનું લક્ષ્ય નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું.

ચંદ્રયાન-3 ટીમને મળ્યો એવોર્ડ
ભારતની ચંદ્રયાન-3 મિશન ટીમને અવકાશ સંશોધન માટે પ્રતિષ્ઠિત 2024નો જ્હોન એલ. જેક સ્વિગર્ટ જુનિયર એવોર્ડ મળ્યો છે. કોલોરાડોમાં વાર્ષિક સ્પેસ સિમ્પોસિયમના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સોમવારે ઇસરો વતી હ્યુસ્ટનમાં ભારતના કોન્સલ જનરલ ડીસી મંજુનાથને એવોર્ડ મળ્યો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ રાષ્ટ્ર તરીકે ઇસરો દ્વારા વિકસિત મિશન ચંદ્રયાન-3 માનવતાની અવકાશ સંશોધન આકાંક્ષાઓને સમજણ અને સહયોગ માટે નવા ક્ષેત્રો સુધી વિસ્તરે છે.

વધુ વાંચો: બિહારમાં જાતિ હાવી તો રાજસ્થાનમાં કોંગ્રેસ સામે કાંટે કી ટક્કર..., ભાજપ માટે આ 4 રાજ્યો છે પડકારરૂપ

સ્પેસ ફાઉન્ડેશનના CEO હીથર પ્રિંગલે જાન્યુઆરીમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી ત્યારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અવકાશમાં ભારતનું નેતૃત્વ વિશ્વ માટે એક પ્રેરણા છે. અવકાશ સંશોધનનું સ્તર ફરી ઊંચું થયું છે. તેમનું અદ્ભુત મૂન લેન્ડિંગ આપણા બધા માટે એક નમૂનો છે. અભિનંદન અને તમે આગળ શું કરશો તે જોવા માટે અમે રાહ જોઈ શકતા નથી! ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતે મિશન ચંદ્રયાન-3 હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક 'સોફ્ટ લેન્ડિંગ' કરીને ઈતિહાસ રચ્યો હતો અને ચંદ્રના આ પ્રદેશ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ