બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / Politics / These 4 states are challenging for BJP in the Lok Sabha elections

લોકસભા ચૂંટણી 2024 / બિહારમાં જાતિ હાવી તો રાજસ્થાનમાં કોંગ્રેસ સામે કાંટે કી ટક્કર..., ભાજપ માટે આ 4 રાજ્યો છે પડકારરૂપ

Priyakant

Last Updated: 08:25 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : લોકસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ માટે ચાર રાજ્યો કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા અને બિહારના રાજકીય અને સામાજિક સમીકરણો ખૂબ જ મહત્વપૂર્ણ

Lok Sabha Election 2024  : લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં છે. આ દરમિયાન લોકસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ માટે ચાર રાજ્યો કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા અને બિહારના રાજકીય અને સામાજિક સમીકરણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રાજ્યોમાં ભાજપને માત્ર પોતાના આંતરિક મામલાઓથી જ નિપટવાનું નથી પરંતુ ઘણી બેઠકો પર વિપક્ષ તરફથી પડકારની પણ શક્યતા છે. આ રાજ્યોમાં છેલ્લી ચૂંટણીમાં ભાજપ અને NDAને મોટી સફળતા મળી હતી. છેલ્લી લોકસભા ચૂંટણીમાં જ્યારે ભાજપે 300નો આંકડો પાર કર્યો હતો ત્યારે પાર્ટી અને તેના ગઠબંધનને આ ચાર રાજ્યોમાં 103માંથી 99 બેઠકો મળી હતી અને માત્ર ચાર જ બેઠકો વિપક્ષના ખાતામાં ગઈ હતી. ભાજપ આ આંકડો આ ચૂંટણીમાં પણ રિપીટ કરવા માંગે છે. પરંતુ ટિકિટ વહેંચણી, બહારથી આવતા નેતાઓને ટિકિટ આપવી, નવા સાથી પક્ષો અને વિપક્ષની રણનીતિ જેવા મુદ્દાઓનો સામનો કરવો પડશે.

બિહારમાં જ્ઞાતિ સમીકરણ મહત્વપૂર્ણ 
બિહારમાં છેલ્લી ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં NDA એ 40માંથી 39 બેઠકો જીતી હતી. આ વખતે પણ BJPનું એ જ પ્રકારનું ગઠબંધન છે. આમાં વધુ બે પક્ષો પણ સામેલ છે. જો કે આ દરમિયાન આરજેડી પણ ઘણી મજબૂત બની છે. સામાજિક જ્ઞાતિ સમીકરણ અહીં ખૂબ મહત્વનું છે. આરજેડી અને તેના સાથી પક્ષો કેટલીક સીટો પર સખત પડકાર આપી શકે છે.

આવો જાણીએ કર્ણાટકમાં શું છે સ્થિતિ ?
કર્ણાટક ભાજપ માટે સૌથી મોટી સમસ્યા છે. છેલ્લી સામાન્ય ચૂંટણીમાં ભાજપે 28માંથી 25 બેઠકો જીતી હતી. જોકે વિધાનસભાની ચૂંટણીમાં તેને કોંગ્રેસ તરફથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સામાન્ય ચૂંટણીમાં ભાજપે જેડી(એસ) સાથે ગઠબંધન કર્યું છે જેથી સામાજિક સમીકરણને સરળ બનાવી શકાય. જેડી(એસ)ના નેતા ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા વોક્કાલિગા સમુદાયમાંથી આવે છે અને આ સમુદાય પર તેમનો ઘણો પ્રભાવ છે, બીજી તરફ બીએસ યેદિયુરપ્પાને કારણે રાજ્યના પ્રભાવશાળી લિંગાયત સમુદાયને ભાજપ સમર્થક માનવામાં આવે છે. જો કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વોક્કાલિગા સમુદાયના અસરકારક નેતા તરીકે ઉભરી આવ્યા છે. આવી સ્થિતિમાં JD(S) સાથે જવાથી ભાજપને કેટલો ફાયદો થશે તે અંગે શંકા છે. આ ઉપરાંત સદાનંદ ગૌડા, અનંત હેગડે અને નલિન કાતિલ જેવા તેના વર્તમાન સાંસદોની ટિકિટ કાપવાને લઈને ભાજપમાં અસંતોષ છે.

હરિયાણામાં શું છે સ્થિતિ ? 
ભાજપે ગત વખતે હરિયાણામાં તમામ 10 બેઠકો જીતી હતી. પાર્ટીએ હાલમાં જ મુખ્યમંત્રી બદલીને પોતાની રણનીતિ બદલી છે, જોકે અહીં હરીફાઈ કપરી હોઈ શકે છે. પાર્ટીએ કુરુક્ષેત્રમાં કોંગ્રેસના નવીન જિંદાલ, સિરસામાં અશોક તંવર અને તાજેતરમાં પાર્ટીમાં જોડાયેલા રણજીત ચૌટાલાને હિસારમાં ટિકિટ આપી છે. જેના કારણે પાર્ટીમાં નારાજગી જોવા મળી રહી છે.

વધુ વાંચો: ક્ષત્રિય સમાજમાં ભભૂકેલો આક્રોશ ક્યારે થશે શાંત, આજે યોજાનારા વિશાળ સંમેલનમાં નવી રણનીતી અંગે કરાશે ચર્ચા

રાજસ્થાનમાં કોંગ્રેસ આપશે ટક્કર ? 
છેલ્લી ચૂંટણીમાં ભાજપે ગઠબંધનની તમામ 25 બેઠકો જીતી હતી. આમાંથી તેમણે પોતે 24 જીત્યા હતા અને તેમના તત્કાલીન સાથી આરએલપીએ એક જીતી હતી. આ વખતે રાજ્યમાં ભાજપની સરકાર છે પરંતુ બાંસવાડા, કોટા, બાડમેર, ચુરુ અને અલવરની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો સખત પડકાર આપી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ