બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A Kshatriya identity convention will be held today at Patan

લોકસભા ચૂંટણી 2024 / ક્ષત્રિય સમાજમાં ભભૂકેલો આક્રોશ ક્યારે થશે શાંત, આજે યોજાનારા વિશાળ સંમેલનમાં નવી રણનીતી અંગે કરાશે ચર્ચા

Vishal Khamar

Last Updated: 07:49 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરષોત્તમ રૂપાલાનાં નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં વસતા ક્ષત્રિય સમાજનાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ઉત્તર ગુજરાતનાં ક્ષત્રિય સમાજનું સંમેલન પાટણ ખાતે યોજાવાનું જઈ રહ્યું છે. તેમજ આ સંમેલનમાં આગામી રણનીતી પણ ઘડવામાં આવશે.

પાટણની રાજપૂત છાત્રાલય ખાતે ગત રોજ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પાટણમાં આજે યોજાનાર ક્ષત્રિય અસ્મિતાનાં સંમેલન વિશે જાણકારી આપવામાં આવી હતી.  આજે ઉત્તર ગુજરાતનાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જીલ્લાનાં ક્ષત્રિય આગેવાનો સહિત સમાજનાં લોકો સંમેલનમાં ઉપસ્થિત રહેશે.  આ સંમેલનમાં રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગ સાથે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાશે.  આજે સાંજે 4 વાગ્યે ક્ષત્રિય અસ્મિતિ સંમેલન યોજાશે. 

ક્ષત્રિય સમાજ બધાને સાથે લઈ ચાલવાનો છેઃ કરણસિંહ ચાવડા
ગત રોજ કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં કરણસિંહ ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, ક્ષત્રિય સમાજ બધાને સાથે લઈને ચાલવાનો છે. આજે યોજાનાર સંમેલનમાં અન્ય સમાજો પણ ઉપસ્થિત રહેશે. તેમજ આજે બધા ઉમટી પડો અને આપણી એકતાનાં દર્શન કરાવો. 

કરણી સેનાનાં પ્રમુખ સાથે અસભ્ય વર્તન કરતા ક્ષત્રિય સમાજમાં રોષ
અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ ક્ષત્રિય સમાજ દ્વારા ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ દ્વારા કરણી સેનાનાં પ્રમુખ રાજશેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી તેઓને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે કરણી સેનાનાં અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસ દ્વારા અટકાયત સમયે તેઓ સાથે અસભ્ય વર્તન કરતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. 

Congress leader Paresh Dhanani will contest from Rajkot seat

વધુ વાંચોઃ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં સોમનાથના MLAની ગેરહાજરી આંખે ઉડીને વળગી, હીરાભાઈ જોટવાએ કહ્યું 'કોંગ્રેસમાં કોઇ કકળાટ નથી'

પરષોત્તમ રૂપાલા VS પરેશ ધાનાણી
છેલ્લા ઘણા સમયથી રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીનાં નામની ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ત્યારે રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. ચૂંટણી લડવા મનાવવા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી. રાજકોટમાં ભાજપનાં પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ