બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન વિભાગ દ્વારા 5 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી

logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

VTV / વિશ્વ / OMG! લોટરી નહીં કુબેરનો ખજાનો મળ્યો, 30 વર્ષ સુધી શખ્સને દર મહિને મળશે 1 કરોડ રૂપિયા

જેકપોટ / OMG! લોટરી નહીં કુબેરનો ખજાનો મળ્યો, 30 વર્ષ સુધી શખ્સને દર મહિને મળશે 1 કરોડ રૂપિયા

Last Updated: 11:20 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડના વિલ્ટશાયરમાં રહેતા એક વ્યક્તિએ જેકપોટ માર્યો છે. તેને 30 વર્ષ સુધી દર મહિને 1 કરોડ રૂપિયા મળતા રહેશે.

કહેવાય છે કે ભગવાન જ્યારે પણ આપે છે ત્યારે છત ફાડીને આપે છે. આ ઘણા લોકો માટે સાચું છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેમનું બાળપણ ભલે ગરીબીમાં વીત્યું હોય, પરંતુ પછી તેઓ કરોડો અને અબજોના માલિક બની ગયા. જો કે કહેવાય છે કે લોકો પોતાની મહેનતથી અમીર બને છે, પરંતુ ઘણા એવા લોકો છે જેઓ પોતાના નસીબથી અમીર બની જાય છે. આજકાલ એવી જ એક વ્યક્તિ સમાચારમાં છે, જે દિવાલોને પ્લાસ્ટરનું કામ કરે છે, પરંતુ તેનું નસીબ એટલું સારું છે કે તે એક જ ઝાટકે અબજોનો માલિક બની ગયો છે.

images (30)

આ વ્યક્તિનું નામ જોન સ્ટેમ્બ્રિજ છે. 51 વર્ષના જ્હોને એટલી મોટી લોટરી જીતી છે કે તેને 30 વર્ષ સુધી દર મહિને 1 કરોડ રૂપિયા મળશે. જ્હોન કહે છે કે તેને વિશ્વાસ ન હતો કે તેણે આટલું મોટું ઇનામ જીત્યું છે. આ તેના માટે જાદુઈ ક્ષણ હતી. ઈંગ્લેન્ડના વિલ્ટશાયરના રહેવાસી જ્હોને કહ્યું, 'પ્લાસ્ટરનું કામ પૂરું કર્યા પછી એક દિવસ હું મારી વેનમાં બેઠો કોફી પી રહ્યો હતો અને પછી મારી નજર લોટરીની ટિકિટ પર પડી. હું એક દુકાન પાસે હતો, તેથી મેં વિચાર્યું કે હું અંદર જઈને ટિકિટ ચેક કરાવી લઈશ.

lottery_3_0_0

લોટરી જીત્યા બાદ વ્યક્તિ જોરથી રડવા લાગ્યો

રિપોર્ટ અનુસાર, જ્હોને જણાવ્યું કે જ્યારે સ્ટોર આસિસ્ટન્ટે લોટરી ટિકિટ ચેક કરવા માટે મશીનમાં નાખી તો મશીનમાંથી એક વિચિત્ર અવાજ આવ્યો. આવો અવાજ મેં પહેલાં ક્યારેય સાંભળ્યો ન હતો. પછી સ્ટોર આસિસ્ટન્ટે તેને ટિકિટ પર આપેલા નંબર પર ફોન કરવાનું કહ્યું, કારણ કે તેની ટિકિટ વિનિંગ ટિકિટ હતી. જ્હોન કહે છે, 'મને લાગ્યું કે મેં કદાચ 100 પાઉન્ડ એટલે કે લગભગ 10 હજાર રૂપિયાનું ઇનામ જીત્યું છે', પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેણે 100 ડૉલર કરતાં પણ વધુ રકમ જીતી છે, ત્યારે તે રડવા લાગ્યો.

વધુ વાંચો : શું ડૂબી રહી છે વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશની રાજધાની? સામે આવ્યું ચોંકાવનારું કારણ

વિજેતા ઈનામ કરમુક્ત રહેશે

જ્હોને કહ્યું કે તેને લોટરી કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેણે ટોપ પ્રાઈઝ જીતી લીધું છે અને તેને દર મહિને 10 હજાર પાઉન્ડ એટલે કે લગભગ એક કરોડ રૂપિયા મળશે અને આ રકમ ટેક્સ ફ્રી હશે. તે કહે છે કે તે લાંબા સમય સુધી કામ કરીને અને ધૂળમાં ઢંકાયેલ ઘરે આવવાથી કંટાળી ગયો હતો, પરંતુ હવે તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તેની જીતેલી રકમ સાથે તે તળાવના કિનારે એક સ્વપ્ન ઘર બનાવવા માંગે છે અને માછીમારી અને ફોટોગ્રાફીના તેના શોખને આગળ ધપાવવા માંગે છે. આ સિવાય તે સમગ્ર યુરોપમાં શાનદાર રજાઓ માણવા પણ માંગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ