બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્મોક પાન ખાતા જ 12 વર્ષની બાળકી હોસ્પિટલ ભેગી, પેટનો એક ભાગ કાઢવો પડ્યો

મોતનો ધુમાડો! / સ્મોક પાન ખાતા જ 12 વર્ષની બાળકી હોસ્પિટલ ભેગી, પેટનો એક ભાગ કાઢવો પડ્યો

Last Updated: 01:02 AM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ સ્મોક પાનને જાદુઈ પાન માનીને ખાવા લલચાતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. તાજેતરમાં જ સ્મોક પાનને કારણે એક છોકરીના પેટમાં કાણું પડી ગયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

બેંગલુરુમાં એક લગ્ન સમારોહમાં પ્રવાહી નાઇટ્રોજનથી ભરેલું 'સ્મોકી પાન' ખાધા પછી 12 વર્ષની છોકરીના પેટમાં કાણું પડી ગયું હતું. પેટમાં તીવ્ર દુખાવો અને સોજાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કોઈ સામાન્ય પાન ન હતું પરંતુ સ્મોકી પાન હતું જે સોશિયલ મીડિયા પર રીલ્સમાં ટ્રેન્ડ કરી રહ્યું હતું. જોકે, સર્જરી બાદ બાળકીની હાલત ઠીક છે. પરંતુ આ ઘટના એક ચેતવણી સમાન છે કે કોઈ પણ આવો નવું સાહસ કરતા પહેલા તમારે તેમાં રહેલી વસ્તુઓની સંપૂર્ણ માહિતી જાણી લેવી જોઈએ. લિક્વિડ નાઇટ્રોજન ધરાવતો ખોરાક બાળકો માટે કેટલો ખતરનાક બની શકે છે તેનું આ ઘટના ઉદાહરણ છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમના બાળકો કયા પ્રકારનો ટ્રેન્ડિંગ ફૂડ આરોગે છે.

health.jpg

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ છોકરી એક લગ્ન સમારોહમાં હતી, જ્યાં મહેમાનોને સ્પોક પાન ખાતા જોયા પછી તેણે જાતે જ ખાવાનો પ્રયાસ કર્યો. પાન ખાતાની સાથે જ તેને પેટમાં તીવ્ર દુખાવો થયો. પરિવારના સભ્યો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે તેના પેટમાં કાણું હતું. જે બાદ ડોક્ટરોએ ઓપરેશન કરીને તેના પેટનો એક ભાગ કાઢવો પડ્યો હતો.

વધુ વાંચો : મુંબઇના ઘાટકોપરમાં સર્જાયું મોતનું તાંડવ, અચાનક પક્ષીઓનું એક ઝૂંડ ટકરાયું વિમાનને, 36 રાજહંસોના મોત

સ્મોકી પાન બનાવવા માટે પ્રવાહી નાઇટ્રોજનને પાનના મિશ્રણમાં ઉમેરવામાં આવે છે. લિક્વિડ નાઇટ્રોજન એ ખૂબ જ ઓછા તાપમાનનું પ્રવાહી છે, જે બાષ્પીભવન કરે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે તેથી જ આ પાનને સ્મોક પાન કહેવામાં આવે છે. પ્રવાહી નાઇટ્રોજનનો વપરાશ અથવા સીધો સંપર્ક શરીર માટે જોખમી બની શકે છે. તે પેટ અને આંતરડાને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે જેના કારણે છિદ્રો, આંતરિક રક્તસ્રાવ અને મૃત્યુ પણ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

liquidnitrogen wedding smokpan smokypan stomach Bengaluru
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ