બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાબરમતી નદી પર એરફિલ રબર બેરેજ કમ બ્રિજ બનાવાશે, ટ્રાફિક-પાણી બે કામ કરશે, ખાસિયતો આધુનિક
Last Updated: 10:04 PM, 21 May 2024
સ્માર્ટ સિટી અમદાવાદને ભવિષ્યમાં વધુ એક બ્રિજ મળવા જઈ રહ્યો છે. પરંતુ આ બ્રિજ સામાન્ય બ્રિજ જેવો નહીં હોય. સાબરમતી નદી પર નવી ટેક્નોલોજીથી રબર બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે. અને માટે આધુનિક ડિઝાઈન પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ બ્રિજ એક નહીં પરંતુ બે કામ કરશે. એક તો ટ્રાફિકની સમસ્યા હળવી થશે. અને બીજું નદીમાં પાણીનો જથ્થો રોકી શકાશે. સાબરમતી નદી પર પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવર હાઉસથી પૂર્વકાંઠના કેમ્પ સદર બજાર સુધી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ બ્રિજ બનતા જ આકસ્મિક સંજોગોમાં તથા નર્મદા કેનાલના મેઇન્ટેનન્સ દરમિયાન 10 થી 15 દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણીનો સંગ્રહ કરી શકાશે. આમ આ બ્રિજના નિર્માણથી અમદાવાદીઓને અનેક રીતે ફાયદો થવા જઈ રહ્યો છે. આ રબર બેરેજ કમ બ્રિજને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મહત્વનું છે કે, હાલ ચાંદખેડા અને સાબરમતી વાસીઓને એરપોર્ટ જવું હોય તો સુભાસબ્રિજ થઇ શાહીબાગથી જવું પડે છે. જેમાં ટ્રાફિકની સમસ્યા ખુબ હોવાને કારણે એરપોર્ટ પહોંચતા એક કલાક થાય છે. પરંતુ આ બ્રિજ બન્યા બાદ ટ્રાફિરની સમસ્યાનો સામનો કર્યા વગર જ એરપોર્ટ પહોંચી શકાશે. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં જનારા લોકો માટે પણ આ બ્રિજ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રોજેક્ટને જમીન પર ઉતારવા માટેની સંપૂર્ણ તૈયારીઓ પણ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદનો આ સૌથી મોંઘો બ્રિજ બની જશે. કારણ કે, અત્યાર સુધીમાં આવો એકપણ બ્રિજ બન્યો નથી.
વધુ વાંચોઃ સ્માર્ટ મીટરમાં વીજબિલ વધુ આવતું હોવાના દાવામાં કેટલું તથ્ય? શંકાનું સમાધાન શું?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.