બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / CSKના ડૂબવા પાછળ સૌથી મોટું કારણ આ પ્લેયર, ફ્રેન્ચાઈઝીઓના ભરોસા પર ફેરવ્યું પાણી

ક્રિકેટ / CSKના ડૂબવા પાછળ સૌથી મોટું કારણ આ પ્લેયર, ફ્રેન્ચાઈઝીઓના ભરોસા પર ફેરવ્યું પાણી

Last Updated: 10:13 PM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા વખતે ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ IPLનુ ટાઇટલ જીતી હતી. તે ટીમ આ વખતે પ્લે ઓફમાં પણ સામેલ નથી થઈ શકી. જેથી તેની હારના કારણો જાણવા પ્રયાસ પણ થઇ રહ્યા છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ પ્લે ઓફની બહાર ફેંકાઈ ગઈ છે. તેની હારના કારણો જાણવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે, જેમાં અનેક એવા પ્લેયરના પર્ફોમન્સ પર સવાલો ઊઠી રહ્યા છે જેમના નામ તો મોટા પણ દર્શન નાના હતા, તે પ્લેયરો પર ફ્રેન્ચાઈઝીઓએ ભરોષો રાખ્યો હતો પણ તેઓ ભરોષા પર ખરા નહતા ઉતર્યા. તેમાં રચિન રવીન્દ્ર, રહાણે અને દિપક ચહરનું નામ સામેલ છે. તેમાં પણ દિપકના પર્ફોમન્સ પર તો ખૂબ સવાલ ઊઠી રહ્યા છે.

દિપક ચહરને CSKએ 2022માં 14 કરોડમાં ખરીદ્યો હતો જેને અત્યાર સુધી રીટેન કરવામાં આવી રહ્યો છે. જે રીતે ચહરને કીંમત મળી રહી છે તે મુજબ પર્ફોમન્સ નથી આપી શક્યો, બલ્કે કહી શકાય કે, આ સીઝનમાં એકદમ બકવાસ પર્ફોમન્સ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિપક ચહરને ધોની કરતા પણ વધારે રૂપિયા મળે છે, ધોનીને 12 કરોડ તો દિપક ચહરને 14 કરોડ રૂપિયા મળે છે.

દિપક ચહર છેલ્લી મેચ 1 મેના રોજ પંજાબ સામે રમ્યો હતો. તેને આ મેચમાં હૈમસ્ટ્રિંગની સમસ્યા થતા તેની પહેલી ઓવરમાં જ પેવેલિયન જતો રહ્યો હતો. ટીમના કોચે પણ કહ્યું હતું કે, તેની ઇજા સિરિયસ છે. કેપ્ટન ગાયકવાડે RCB સામેની મેચમાં પણ કહ્યું હતું કે, ચહર ટીમનો હિસ્સો નથી. તેને એમ કહ્યું હતું કે, ચહરને ઇજાના કારણે ટીમની બહાર કાઢવામાં નથી આવ્યો. તે નેટમાં બોલિંગ કરે છે, પરંતુ તે છેલ્લી મેચમાં રમવા માટે ફિટ નથી. જો CSK ક્વોલિફાઈ થશે તો દિપક પ્લે ઓફમાં રમશે.

વધુ વાંચોઃ IPLમાંથી સંન્યાસની અટકળો વચ્ચે MS Dhoni પર આવી મોટી અપડેટ, લંડનમાં સર્જરી બાદ લઇ શકે છે નિર્ણય

પ્લે ઓફમાં સામેલ થવા CSKની RCB સામે જે છેલ્લી મેચ રમાઇ તેમાં પથિરાના અને મુસ્તફિઝુર ટીમમાં નહતા, જેનો ફાયદો RCBએ ખૂબ ઉઠાવ્યો. એક્સપર્ટનું કહેવું છે કે જો દિપક ચહર ટીમમાં હોત તો આટલા બધા રન RCB ન કરી શકત. ઉલ્લેખનીય છે કે, દિપક ચહરે આ IPLમાં 8 મેચમાં માત્ર 5 વિકેટ જ લીધી છે. જેમાં 8.60ની એવરેજથી 202 રન અપાવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sport Chennai Super Kings Cricket IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ