બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:54 PM, 21 May 2024
અમેરિકાએ સોમવારે કહ્યું કે તેના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેના કટ્ટર દુશ્મન ઈરાને મદદ માંગી હતી. અમેરિકાએ કહ્યું છે કે રવિવારે જ્યારે રઈસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે ઈરાને તેનો સંપર્ક કર્યો અને મદદ માંગી. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના આકસ્મિક નિધનથી સમગ્ર વિશ્વ આઘાતમાં છે. ઈરાનમાં શોકની લહેર છે. મંગળવારે હજારો લોકો તેમના રાષ્ટ્રપતિ અને તેમના પક્ષના સભ્યોના અંતિમ સંસ્કાર માટે રસ્તાઓ પર દેખાયા હતા.
ADVERTISEMENT
ઈરાનમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવી રહ્યો છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં રઈસી અને વિદેશ મંત્રીના મોત બાદ ઘણા દેશોએ શોક વ્યક્ત કર્યો છે અને દુઃખની આ ઘડીમાં ઈરાન સાથે ઉભા રહેવાનું પણ કહ્યું છે. દરમિયાન અમેરિકાએ આ મામલે એક ખુલાસો કર્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રીના હેલિકોપ્ટર દુર્ઘટના બાદ ઈરાન એટલું લાચાર થઈ ગયું કે તેણે પોતાના દુશ્મન અમેરિકા પાસે પણ મદદ માંગી. અમેરિકાના વિદેશ મંત્રાલયે ખુલાસો કર્યો છે કે રઈસીના હેલિકોપ્ટર દુર્ઘટના બાદ ઈરાને અમેરિકા પાસે મદદ માંગી હતી. પણ હા, અમે મદદ કરી નથી. ઈરાન અને અમેરિકા વચ્ચે 1979ની ઈસ્લામિક ક્રાંતિ બાદથી રાજદ્વારી સંબંધો નથી. પ્રવક્તા મેથ્યુ મિલરે મીડિયાને જણાવ્યું કે ઈરાન સરકારે અમારી મદદ માંગી છે. તેમણે આગળ કહ્યું કે જે રીતે આપણે અન્ય દેશોને મુશ્કેલીના સમયે મદદ કરીએ છીએ, અમે ઈરાન માટે પણ એવું જ કરવા ઈચ્છીએ છીએ. પરંતુ "લોજિસ્ટિકલ કારણોસર" અમે મદદ કરી શક્યા ન હતા. જો કે મિલરે આ વિશે વધુ માહિતી આપી નથી.
ADVERTISEMENT
અમેરિકાએ વધુમાં કહ્યું કે, અમે સ્પષ્ટ છીએ કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી લગભગ ચાર દાયકાઓ સુધી ઈરાની લોકોના જુલમમાં ક્રૂર સહભાગી હતા. તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક સૌથી ખરાબ માનવાધિકારોનું ઉલ્લંઘન થયું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આમાં 1988ના ક્રૂર હત્યાકાંડનો પણ સમાવેશ થાય છે, જેમાં રાજનીતિના વિરોધમાં રઈસીએ હજારો કેદીઓને ફાંસી આપી હતી. મિલરે વધુમાં કહ્યું કે ઈરાન નવા રાષ્ટ્રપતિની પસંદગી કરી રહ્યું છે. અમે ઈરાની લોકો અને માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ માટેના તેમના સંઘર્ષને અમારું સમર્થન આપીએ છીએ.
વધુ વાંચો : VIDEO: કેવી રીતે ક્રેશ થયું ઈરાની રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર! શું ગુપ્તચર મોસાદનો હાથ છે?
રાષ્ટ્રપતિ રઈસી કિઝ કલાસી અને ખોડાફરીન ડેમના ઉદ્ઘાટન માટે અઝરબૈજાન ગયા હતા. આ ઉદ્ઘાટન બાદ તેઓ તબરીઝ શહેર તરફ જઈ રહ્યા હતા. તબ્રિઝ ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતની રાજધાની છે. આ સમય દરમિયાન, હેલિકોપ્ટર રસ્તામાં કોઈ જગ્યાએ દુર્ઘટનાગ્રસ્ત થયું. જે વિસ્તારમાં હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું તે તબરીઝ શહેરથી 50 કિલોમીટર દૂર વરજાકાન શહેરની નજીક છે. જે જગ્યાએ હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાં ઘણું ધુમ્મસ હતું. એક અહેવાલ મુજબ, ઘણા ઈરાનીઓનું કહેવું છે કે આ દુર્ઘટના પાછળ ઈઝરાયેલનો હાથ હોઈ શકે છે. આ ષડયંત્રની થિયરી એટલા માટે પણ સામે આવી રહી છે કારણ કે ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ હુમલા વચ્ચે ઈરાને થોડા સમય પહેલા ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારે ઈઝરાયેલે કહ્યું હતું કે ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા પડશે. એપ્રિલની શરૂઆતમાં, ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઈરાની બ્રિગેડિયર જનરલ મોહમ્મદ રેઝા જેહાદી માર્યા ગયા હતા. જેહાદી ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)નો વરિષ્ઠ કમાન્ડર હતો હવે ઘણા ઈરાનીઓ કહી રહ્યા છે કે રઈસીના મોત પાછળ ઈઝરાયેલનો હાથ છે. જોકે, ઈઝરાયેલે ક્યારેય ઈરાનના રાષ્ટ્રાધ્યક્ષોને નિશાન બનાવ્યા નથી. રઈસીના કેસ પર તેમણે કહ્યું કે આ અકસ્માતમાં અમારી કોઈ ભૂમિકા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.