બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અમદાવાદના સમાચાર / 5 દિવસની ભીષણ ગરમી બાદ આ રાજ્યોમાં ખાબકશે વરસાદ, IMDએ જાહેર કર્યો મૌસમનો મિજાજ
Last Updated: 10:37 PM, 21 May 2024
ઉત્તર-પશ્ચિમ ભારત, ઉત્તર મધ્યપ્રદેશ અને ગુજરાતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમી અને હીટ વેવ જેવી સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે.
ADVERTISEMENT
ઈન્ડિયા મીટીરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ મંગળવારે મૌસમને લઇ અપડેટ આપ્યુ છે.જેમાં જણાવ્યું છે કે આવતીકાલ (બુધવાર) સુધીમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણની સિસ્ટમ બનવાની ધારણા છે. ગત સપ્તાહના અંતમાં આ ક્ષેત્રમાં એક સાઇક્લોનિક સર્કુલેશન બન્યુ છે. આના કારણે 25 મેના ઉત્તર-દક્ષિણ 24 પરગણા, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.
ADVERTISEMENT
આ રાજ્યોમાં વરસાદ
બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમને કારણે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુરના ભાગોમાં વરસાદની આગાહી કરી છે. 25 મેના ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, બાલાસોરમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ અને મધ્યમ વરસાદની શક્યતા છે. માછીમારોને 23 મેથી દક્ષિણ બંગાળની ખાડી અને 24 મેથી ઉત્તર બંગાળની ખાડીના મધ્ય અને નજીકના વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે.
દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગો, માલદીવના કેટલાક ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંદામાન સમુદ્રમાં આગામી બે દિવસ દરમિયાન ચોમાસું આગળ વધશે. દક્ષિણ દ્વીપકલ્પના ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત નજીક આવતાની સાથે જ છેલ્લા અઠવાડિયામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસું આગામી બે દિવસ દરમિયાન અરબી સમુદ્ર, માલદીવ્સ, બંગાળની દક્ષિણ ખાડી અને કોમોરિન વિસ્તારો, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રના વધુ વિસ્તારોમાં આગળ વધશે.
આ પણ વાંચોઃ '370 બેઠકો અસંભવ' પ્રશાંત કિશોરનું અનુમાન, BJPને આટલી બેઠકો જ મળશે
આગામી પાંચ દિવસ સુધી તીવ્ર ગરમી, હીટ વેવ
ઉત્તર-પશ્ચિમ ભારત, ઉત્તર મધ્યપ્રદેશ અને ગુજરાતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમી અને હીટ વેવ જેવી સ્થિતિ યથાવત રહેવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગએ બુધવારે આ માહિતી આપી છે. “પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશના ભાગોમાં 25 મે સુધી તીવ્ર ગરમી અને હિટવેવની આગાહી છે. આ સિવાય જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં 25 મે સુધી ગરમીની લહેર યથાવત રહેશે. મધ્ય ભારતના ઘણા ભાગોમાં, આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં લગભગ બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વાયરલ / VIDEO : પરિણીત મહિલાએ પ્રેમીને એવી જગ્યાએ છુપાવ્યો કે, તમે પણ જોઈને ચોંકી જશો
Priykant Shrimali
બેંગલુરુ / Video : વિંગ કમાન્ડર પરના હુમલામાં નવો વળાંક, લડાઈનો વીડિયો સામે આવ્યો, પોલીસે કહ્યું-બંને તરફથી...
Priykant Shrimali
નેશનલ / વડાપ્રધાન મોદી આજે સાઉદી અરેબિયાના પ્રવાસે જશે, આ મુદ્દાઓ પર થઈ શકે ચર્ચા
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.