બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / SRH સામે 8 વિકેટે જીત મેળવી KKR ચોથી વખત ફાઈનલમાં, હૈદરાબાદને મળશે બીજો મોકો

IPL 2024 / SRH સામે 8 વિકેટે જીત મેળવી KKR ચોથી વખત ફાઈનલમાં, હૈદરાબાદને મળશે બીજો મોકો

Last Updated: 11:07 PM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદની ટીમને વધુ એક તક મળશે અને તેણે ક્વોલિફાયર-2 રમવું પડશે.

KKR vs SRH Live Score IPL Qualifier 1: IPLની 17મી સિઝનમાં મંગળવારે પ્રથમ ક્વોલિફાયર રમાઈ હતી, જે એકતરફી રહી હતી. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે હૈદરાબાદની ટીમને વધુ એક તક મળશે અને તેણે ક્વોલિફાયર-2 રમવું પડશે.

KKR

કોલકાતા તરફથી મિચેલ સ્ટાર્કે પ્રથમ 3 વિકેટ લીધી હતી. જ્યારે બેટિંગમાં વેંકટેશ અય્યરે 28 બોલમાં 51 રનની અણનમ ઇનિંગ રમી હતી અને કેપ્ટન શ્રેયસ અય્યરે 24 બોલમાં અણનમ 58 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. હવે સનરાઇઝર્સ હૈદરાબાદ 24મી મેના રોજ બીજી ક્વોલિફાયર મેચ રમશે.

KKRએ 2012 અને 2014માં આ ખિતાબ જીત્યો હતો

તમને જણાવી દઈએ કે કેકેઆર આ પહેલા 2012 અને 2014માં ફાઇનલમાં પ્રવેશ્યું હતું અને ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં બંને વખત ટાઇટલ જીત્યું હતું. આ પછી 2021 સીઝનમાં તેઓ ઓએન મોર્ગનની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પહોંચ્યા, પછી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયા. હવે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

IPLની આ 17મી સિઝનમાં પ્રથમ ક્વોલિફાયર મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ પછી ટીમે KKRને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં KKRએ 1 વિકેટ ગુમાવીને 50થી વધુ રન બનાવ્યા છે. કોલકતા નાઇટ રાઇડર્સે 13.4 ઓવરમાં જીત મેળવી લીધી હતી. બે વિકેટ ગુમાવી 164 રનનો સ્કોર બનાવ્યો હતો. અને આઠ વીકેટે જીત મેળવી હતી. આ સાથે ટીમએ ફાઇનલમાં જગ્યા મેળવી છે. KKR IPLના ઈતિહાસમાં તેની ચોથી ફાઈનલ રમવા માટે તૈયાર છે. જ્યારે હૈદરાબાદ પાસે હજુ એક તક છે.

ત્રિપાઠી અને ક્લાસેન બાદ કમિન્સે સત્તા સંભાળી હતી

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે માત્ર 39 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રાહુલ ત્રિપાઠીએ 35 બોલમાં 55 રન અને હેનરિક ક્લાસને 21 બોલમાં 32 રન ફટકારીને ટીમને 159 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

આ પણ વાંચોઃ CSKના ડૂબવા પાછળ સૌથી મોટું કારણ આ પ્લેયર, ફ્રેન્ચાઈઝીઓના ભરોસા પર ફેરવ્યું પાણી

ત્રિપાઠી અને ક્લાસેને પાંચમી વિકેટ માટે 37 બોલમાં 62 રનની ભાગીદારી કરી હતી. અંતમાં પેટ કમિન્સે 30 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન 20ના આંકડાને સ્પર્શી શક્યો નથી. જ્યારે KKR ટીમ માટે ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી હતી. વૈભવ અરોરા, સુનિલ નારાયણ, આન્દ્રે રસેલ અને હર્ષિત રાણાને 1-1 સફળતા મળી હતી.

IPLની આ 17મી સિઝનમાં પ્રથમ ક્વોલિફાયર મેચમાં હારનાર ટીમને બીજી તક મળશે અને તેણે ક્વોલિફાયર-2 રમવું પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Kolkata Knight Riders KKR VS SRH IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ