બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે RTO જવાની ઝંઝટ ખતમ! ડ્રાઇવિંગ લાયસન્સ માટે 1 જૂનથી નવો નિયમ થશે લાગુ
Last Updated: 10:57 PM, 21 May 2024
ડ્રાઇવિંગ લાયસન્સ અંગેના નવા નિયમો 1 જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે, જેમાં હવે કોઈપણ અધિકૃત ડ્રાઈવિંગ સ્કૂલમાંથી ડ્રાઈવિંગ લાઇસન્સ આપવામાં આવશે, જેના માટે પહેલા આરટીઓ ઓફિસની મુલાકાત લેવી પડતી હતી. એવા ઘણા લોકો હશે જેઓ 18 વર્ષના થવાની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકે અને કાયદેસર રીતે વાહન ચલાવી શકે. અત્યાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પ્રાદેશિક RTO જવું પડતું હતું. પરંતુ ભારત સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. આ માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. હવે તમે ખાનગી સંસ્થાઓમાં ડ્રાઇવિંગની તાલીમ લઇ શકો છો અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ધ્યાનમાં રાખો કે આ નિયમ તમામ ડ્રાઇવિંગ સ્કૂલોને લાગુ પડતો નથી અને ન તો તેમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની મંજૂરી છે. જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, માત્ર તે ડ્રાઇવિંગ સ્કૂલો જ DL જારી કરી શકશે જે કેટલીક મહત્વપૂર્ણ શરતોને પૂર્ણ કરે છે. જાણો શું છે આ શરતો...
વધુ વાંચો : આધાર સાથે ખોટો મોબાઈલ નંબર લિન્ક રાખશો તો જવું પડશે જેલ, આ રીતે ઓનલાઈન કરી લેજો ચેક
સરકાર ટ્રાફિક નિયમોના ભંગ બદલ લાદવામાં આવતા દંડને પણ અપડેટ કરશે. રિપોર્ટ્સ અનુસાર, ઓવર સ્પીડિંગ માટે 1000 થી 2000 રૂપિયાનું ચલણ જારી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, ઓછી ઉંમરના ડ્રાઇવિંગ માટે પણ ચલણમાં સુધારો કરી શકાય છે. જો કોઈ વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને તે ડ્રાઇવિંગ કરતા પકડાય છે, તો 25,000 રૂપિયા સુધીનું ચલણ જારી કરી શકાય છે. આ ઉપરાંત, તે વાહનના માલિકનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ થઈ શકે છે. એટલું જ નહીં, જ્યાં સુધી તે સગીર 25 વર્ષની ઉંમર પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.