બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન

VTV / સ્પોર્ટસ / Cricket / એક સમયે ICC રેન્કિંગમાં નંબર 1 હતો આ ખેલાડી, પણ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં ન મળી જગ્યા

T20 World Cup / એક સમયે ICC રેન્કિંગમાં નંબર 1 હતો આ ખેલાડી, પણ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં ન મળી જગ્યા

Last Updated: 08:45 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL શરૂ થવાના થોડા મહિના પહેલા સુધી આ ખેલાડી ICC T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાને હતો પરંતુ T20 વર્લ્ડ કપ 2024 માટે BCCI તેને સંપૂર્ણપણે નકારી દીધો છે.

1 જુનથી શરુ થનારા T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. BCCIએ આ ટીમ માટે ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. કેટલાક એવા ખેલાડીઓ હતા જેમને BCCI દ્વારા સંપૂર્ણપણે નકારી દીધા છે. એ લિસ્ટમાં એક એવો ખેલાડી છે જે IPL શરૂ થવાના થોડા મહિના પહેલા સુધી ICC T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાને હતો. આ ખેલાડી હજુ પણ ટોપ 5માં હાજર છે એમ છતાં આ ખેલાડીની વર્લ્ડ કપ માટે પસંદગી થઈ નથી.

આ ખેલાડી બીજું કોઈ નહીં પણ રવિ બિશ્નોઈ છે. આ T20 વર્લ્ડ કપ માટે પસંદગીકારોએ આ ખેલાડીની સંપૂર્ણ અવગણના કરી છે. રવિ બિશ્નોઈ ચાર મહિના પહેલા ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી સીરિઝ બાદ ICC રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો હતો. તે સિરીઝ દરમિયાન તેણે શાનદાર બોલિંગ કરી હતી. જ્યારે તેણે પાંચ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી, પરંતુ અફઘાનિસ્તાન સામેની આ સીરિઝ પછી તે ત્રણ મેચમાં માત્ર 2 વિકેટ લઈ શક્યો હતો.

આ સાથે જ IPL 2024 માં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ટીમ સિલેક્શનના સમય સુધી તેણે આઈપીએલમાં 10 મેચમાં માત્ર 6 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાની ટીમમાં તેને તક ન મળવાનું આ એક મોટું કારણ છે. આ સાથે જ IPLની દરેક સિઝનની જેમ આ સિઝનમાં પણ યુઝવેન્દ્ર ચહલ શાનદાર ફોર્મમાં છે અને તેને ટીમમાં સ્થાન મળ્યું છે. એમ પણ કહી શકાય કે ચહલનું શાનદાર ફોર્મ રવિ બિશ્નોઈ માટે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ ન થવાનું મોટું કારણ હતું.

ટૂંકમાં એવું લાગી રહ્યું છે કે આ બંને ખેલાડીઓ સમાન બોલર છે અને બે માંથી એકને ટીમમાં સ્થાન મળવાનું હતું. આ જ કારણ હતું કે ટીમ સિલેક્ટર માત્ર એક જ ખેલાડીને તક આપી શક્યા અને તેઓ ચહલના ફોર્મને કારણે તેની અવગણના કરી શક્યા નહીં.

ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ

રિઝર્વ ખેલાડીઓ

શુભમન ગીલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન

વધુ વાંચો: T20 વર્લ્ડ કપમાં રાહુલને ન લેવાયો, સંજૂને અણધાર્યો લાભ, આ રહ્યું મોટું કારણ

બે ખેલાડીઓને તક

ટી 20 વર્લ્ડ કપમાં બે ખેલાડીઓને તક મળી છે. સંજૂ સેમસન અને ઋષભ પંતને ટીમમાં સ્થાન અપાયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ