બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

VTV / ધર્મ / ગુજરાત / ભરુચના તવરા ગામે બિરાજમાન છે ચિંતનાથ મહાદેવ, દર્શન માત્રથી થાય છે મોક્ષ પ્રાપ્તિ

દેવ દર્શન / ભરુચના તવરા ગામે બિરાજમાન છે ચિંતનાથ મહાદેવ, દર્શન માત્રથી થાય છે મોક્ષ પ્રાપ્તિ

Last Updated: 07:20 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: ગુજરાતનું એક એવું મંદિર જ્યાં સાત શિવલિંગ સ્વયંભૂ છે સમગ્ર ગુજરાતભરમાંથી મંદિરના દર્શન કરવા મોટી સંખ્યામાં શિવ ભક્તો મંદિરે ઉમટી પડે છે

નર્મદા તટ પર ગામેગામ અનેક પ્રસિદ્ધ શિવમંદિરો આવેલા છે. અનેક સ્થાનો પર ઋષિમુનિઓએ તપ કરેલા છે. પ્રાચીનકાળમાં ભરુચના તવરા ગામે હાલ જ્યાં ચિંતનાથ મહાદેવ મંદિર છે ત્યાં કપિલમુનિએ તપ કરી સપ્તલિંગની સ્થાપના કરી હતી જે ગુજરાતનુ એવુ એક જ મંદિર છે ચિંતનાથ મહાદેવના મંદિરે સમગ્ર ગુજરાતમાંથી ભાવિકભક્તો શ્રદ્ધા આસ્થા સાથે આવે છે અને મહાદેવજીના તેમની પર સદાય આશીર્વાદ રહે છે.

CHITNATHA MAHDEV

નર્મદાતટ પર ગામેગામ અનેક પ્રસિદ્ધ શિવમંદિર

ગુજરાતનું એક એવું મંદિર જ્યાં સાત શિવલિંગ સ્વયંભૂ છે સમગ્ર ગુજરાતભરમાંથી મંદિરના દર્શન કરવા મોટી સંખ્યામાં શિવ ભક્તો મંદિરે ઉમટી પડે છે. જ્યાં કપિલમુનિએ તપ કર્યું હતું તરણેશ્વરનું અપભ્રંશ થઈ તવરા નામ પડ્યું. ચિંતનાથ મહાદેવ મંદિર જ્યાં કપિલ મુનિએ સપ્તલિગની સ્થાપના કરી હતી. નર્મદા સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિ નો મહિમા રહેલો છે. નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે નર્મદા તટ પરના ગામેગામ પ્રસિદ્ધ શિવમંદિરો છે તો અનેક સ્થાનો પર ઋષિઓએ તપ કર્યા હોવાના ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે નર્મદા પૂરાંનમાં તરણેશ્વર અને આજે તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલમુનિએ તપ કર્યું હોવાનું કહેવાય છે શાસ્ત્રોમાં કપિલમુનિને શિવસ્વરૂપ દર્શવવામાં આવ્યા છે

CHITNATHA MAHDEV

ગુજરાતનું એક જ મંદિર જ્યાં સાત શિવલિંગ સ્વયંભૂ

લોકવાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા જ્યાં તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા ત્યારબાદ તેઓ તવરા ગામે ગયા હતા જ્યાં તેમને તપ કર્યું હતું અહીં તેમને કપિલેશ્વર મહાદેવ ની સ્થાપના કરી સપ્ત શિવલિંગનુ સ્થાપન કર્યું હતું જેમાં શ્રી કપિલેશ્વર મહાદેવ, શ્રી કોટેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની લોકવાયકા છે અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય છે.

CHITNATHA MAHDEV

શિવજીની ભકિતનું અનેરૂ મહત્વ છે.

પાવન સલિલામા નર્મદાના તટે તવરા ગામ આવેલું છે અને આ ગામના ચિંતનાથ મહાદેવ મંદિર ખાતે ભકતો દર્શન માટે આવી રહયાં છે. શિવજીની ભકિતનું અનેરૂ મહત્વ છે. ખાસ કરીને પાવન સલિલામા નર્મદાના તટે આવેલાં પૌરાણિક શિવાલયોમાં શ્રધ્ધાળુઓ શિવજીની આરાધના કરે છે. ભાવિકોને ચિંતામાંથી મુક્તિ અપાવતા ચિંતનાથ મહાદેવ પર ગામવાસીઓને અતૂટ શ્રદ્ધા છે. તવરા ગામના ચિંતનાથ મહાદેવ મંદિરની વાત કરવામાં આવે તો અહીં કપિલમુનિએ તપ કર્યું હતું. તરણેશ્વર નું અપભ્રંશ થઈ ગામનું નામ તવરા નામ પડ્યું છે. નર્મદા સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શનથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની લોકવાયકા છે. ચૈત્ર સુદ ચૌદશના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે.

CHITNATHA MAHDEV

વાંચવા જેવું: ભૂલથી પણ આ ચાર લોકો સાથે દોસ્તી ન કરવી, જીવન જીવવું મુશ્કેલ બની જશે

ચિંતનાથ મહાદેવના દર્શન બાદ ચિંતામાંથી મુક્તિ

ચિંતનાથ મહાદેવના દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા હોવાથી આ મંદિર ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય છે. રેવા પુરાણ મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું અને અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જોકે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે. મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે મંદિર પર ચઢાઇ કરી હતી.ઔરંગઝેબેના સૈન્યે મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતાં તેમાંથી દૂધની ધારાઓ વહી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ